21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજસ્થાનમાં ચાર અલગ અલગ માર્ગ અકસ્માતમાં આઠનાં મૃત્યુ

કોટા: રાજસ્થાનના બારન, ઝાલાવાર અને ચિત્તોડગઢ જિલ્લામાં થયેલા અલગ અલગ રોડ અકસ્માતમાં આઠ વ્યક્તિનાં મૃત્યુ

થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા, એવી પોલીસે માહિતી આપી હતી.

બારનની જવાહર નવોદય સ્કૂલ નજીક બુધવારે રાતે એસયુવી ટ્રેક્ટર-ટ્રોલી સાથે ટકરાતા બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. મૃતક મહાવીર નગર (૩૫) અને ગોલુ મેઘવાલ (૨૨)ના દેહનો કબજો તેમના પરિવારને સોંપવામાં આવ્યો હોવાની પોલીસે માહિતી આપી હતી અને ઉમેર્યું હતું કે રઘુવીર (૨૮), જોધરાજ મેઘવાલ (૨૫) અને દિપક નગર (૧૯) સારવાર માટે હોસ્પિટલમાં છે. ટ્રેક્ટર-ટ્રોલીના ડ્રાઇવર સામે બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

અન્ય એક બનાવમાં બારનમાં બે મોટરસાઇકલ વચ્ચે ખત્તોલી રોડ ખાતે થયેલી ટક્કરમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને એક વ્યક્તિને ઇજા થઇ હતી. મૃતકની ઓળખ સોનુ (૧૮), ભૂરા (૨૦) અને બલરામ (૨૦) તરીકે થઇ હતી. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને મૃતકના દેહ સોંપવામાં આવશે.

ઝાલાવાર જિલ્લામાં બુધવારે રાતે થયેલા અકસ્માતમાં પૂરપાટ વેગે જતી ટ્રક ધમકપુરિયા વિસ્તારમાં મોટરસાઇકલ સાથે ટકરાતાં રામપ્રસાદ ડાંગી (૬૮)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્યાર બાદ આ ટ્રકે અન્ય મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેને કારણે ત્રણ વ્યક્તિ ઘાયલ થઇ હતી. ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. ચિત્તોડગઢ ખાતે થયેલા અન્ય એક અકસ્માતમાં ગુરુવારે સવારે પીક અપ વૅને કંટ્રોલ ગુમાવી પલટી ખાઇ જતાં બે ભાઇનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય એકને ઇજા થઇ હતી. ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. (પીટીઆઇ)

----------------------------

કૉર્ટે કમલ હસન સામેની ફરિયાદની નોંધ લીધી



નવી દિલ્હી: ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ હિંદુ ત્રાસવાદી કહેનારા ફિલ્મ અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હસનના આ નિવેદનના સંબંધમાં કરાયેલી ફરિયાદની દિલ્હીની એક અદાલતે નોંધ લીધી હતી.

મેટ્રૉપૉલિટન મેજિસ્ટ્રેટ સુમિત આનંદે આ ફરિયાદને બીજી ઑગસ્ટે હાથ ધરવાનું નક્કી કર્યું હતું.

ફરિયાદી વિષ્ણુ ગુપ્તાનું નિવેદન બીજી ઑગસ્ટે જ નોંધવામાં આવશે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે કમલ હસને ધર્મ, ભાષા, જાતિના આધારે વિવિધ જૂથ વચ્ચે દુશ્મનાવટ ફેલાવી હોવાથી તેની સામે ભારતીય દંડસંહિતાની કલમ ૧૫૩-એ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ.

આ ઉપરાંત તેણે ધર્મની નિંદા કરીને ધાર્મિક લાગણી દુભાવી હોવાથી તેની સામે ભારતીય દંડસંહિતાની કલમ ૨૯૫-એ હેઠળ પણ કાનૂની કામ ચલાવવું જોઇએ.

ભારતીય દંડસંહિતાની આ કલમ હેઠળના આ ગુના બદલ ત્રણ વર્ષની જેલ અથવા દંડ કે બન્ને થઇ શકે છે.

(એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1qf2j5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com