6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ન્યાય’ મોદીએ ખાલી કરેલા અર્થતંત્રના ઍન્જિનમાં કૉંગ્રેસ નવું ઈંધણ પૂરશે: રાહુલ

કુશીનગર: દેશના અર્થતંત્રના ઍન્જિનમાંથી ઈંધણ ખાલી કરી દેવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે જો અમારો પક્ષ સત્તા પર આવશે તો પ્રસ્તાવિત ‘ન્યાય’ યોજના મારફતે મોદીએ ખાલી કરેલા દેશના અર્થતંત્રના ઍન્જિનમાં નવું ઈંધણ પૂરશે.

અહીં યોજાયેલી એક ચૂંટણી સભાને સંબોધન કરતા રાહુલે કહ્યું હતું કે પક્ષના ચૂંટણીઢંઢેરામાં ‘ન્યાય’નો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકતા પહેલા નિષ્ણાતો સાથે એ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે જીએસટી અને નોટબંધીને કારણે અસર પામેલા લોકોની ખરીદશક્તિ પુન:સ્થાપિત કરવાની જરૂર છે.

જો લોકસભાની ચૂંટણી બાદ અમારો પક્ષ સત્તામાં આવશે તો લઘુતમ આવકની ખાતરી આપતી પક્ષની પ્રસ્તાવિત ન્યૂનતમ આય યોજના ‘ન્યાય’ અમલમાં મૂકશે.

દેશના સૌથી ગરીબ ૨૦ ટકા પરિવારોને માસિક રૂ. ૬૦૦૦ કે વાર્ષિક રૂ. ૭૨૦૦૦ની આવકની ખાતરી આપતી આ યોજના અમારો પક્ષ અમલમાં મૂકશે, એમ તેમણે કહ્યું હતું.

નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રના ઍન્જિનમાંથી ઈંધણ કાઢી લીધું છે. હવે તેઓ ચાવી લગાડી રહ્યા છે, પરંતુ ઍન્જિન શરૂ નથી થઈ રહ્યું. ‘ન્યાય’ દેશના અર્થતંત્રના ઍન્જિન માટેનું ડીઝલ છે એમ જણાવતાં રાહુલે કહ્યું હતું કે અમારી સરકાર લોકોને ફેક્ટરીઓ અને દુકાનો ખોલવામાં મદદ કરીને લાખો યુવાનોને નોકરી પૂરી પાડશે.

નરેન્દ્ર મોદીએ તમારી પાસેથી જે આંચકી લીધું છે એ બધું જ તમને પાછું આપવાની અમારી ઈચ્છા છે, એમ રાહુલે કહ્યું હતું.

માસિક રૂ. ૧૨૦૦૦થી ઓછી આવક ધરાવતા લોકોને આ યોજનાને કારણે લાભ થશે અને આ રૂપિયા સીધા જ લાભાર્થીના બૅંક ખાતામાં જમા થશે, એમ તેમણે કહ્યું હતું.

મહિલાઓ ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરતી હોવાને કારણે રૂ. ૭૨૦૦૦ની રકમ પાંચ કરોડ મહિલાઓનાં બૅંક ખાતામાં જશે, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાને પસંદગીના ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓને લાભ કરાવી આપ્યો હોવાના આક્ષેપનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું હતું કે ખેડૂતોના વીમાની રકમ ૧૫થી ૨૦ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે.

દરમિયાન, કાયમ જુઠ્ઠું બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલે એમ કહીને પ્રહાર કર્યો હતો કે નવો શબ્દ ‘મોદીલાઈ’ વિશ્ર્વભરમાં પ્રચલિત થઈ ગયો છે.

(એજન્સી)

-----------------------------

બાલુખંડ-કોનાર્ક અભયારણ્યના ગુમ થયેલા હરણોની ભાળ મળીભુવનેશ્ર્વર: જંગલ અધિકારીઓ અને પ્રકૃતિપ્રેમીઓને રાહત મળે તેવા સમાચારમાં ફોની વાવાઝોડા સમયે બાલુખંડ-કોનાર્ક અભયારણ્યમાંથી ગુમ થયેલા ઘણા હરણની ભાળ મળી છે.

ઓરિસ્સાના પુરી જિલ્લામાં આવેલા બાલુખંડ-કોનાર્ક અભયારણ્યમાંથી આશરે ચાર હજાર હરણ ગુમ થયાં હતાં.

બુધવારે બાલુખંડ-કોનાર્ક અભયારણ્યની અંદર આવેલા પાણીના તળાવ પાસે

હરણનાં ટોળાં દેખાયા હતા અને તેમના

ફોટા કેમેરામાં કેદ થયા હતા, એવી ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર હર્ષવર્ધન ઉડગાતાએ માહિતી આપી હતી અને

જણાવ્યું હતું કે બીજા ગુમાયેલા હરણની ભાળ મેળવવાના પ્રયત્નો ચાલુ છે.

ત્રીજી મેના રોજ અતિ વિનાશક વાવાઝોડા ફોનીએ દેશના પૂર્વ કિનારાના રાજ્ય ઓરિસ્સામાં ભારે વિનાશ વેર્યો હતો જેમાં પુરી સહિત અન્ય કાંઠાના જિલ્લામાં ભારે તબાહી સર્જાઇ હતી. ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે થયેલી તબાહીમાં અભયારણ્યના હરણ પણ લાપતા થઇ ગયા હતા. અભયારણ્યમાં સઘન તપાસ કર્યા બાદ

માત્ર એક જ હરણનું હાડપિંજર મળી

આવ્યું હતું. મંગળવારે સરકારે ગુમ થયેલા હરણોની ભાળ મેળવવા ડ્રોનની મદદ લેવાનું વિચાર્યું હતું.

પુરી અને કોનાર્ક શહેરની વચ્ચે ૭૨ વર્ગ કિલોમીટર વિસ્તારમાં બાલુખંડ-કોનાર્ક અભયારણ્ય ફેલાયેલું છે, જે અન્ય

પ્રાણીઓ સહિત આશરે ૪,૦૦૦ હરણનું રહેણાંક છે.

વાવાઝોડાને કારણે ૬૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચ લાખ ઘરને નુક્સાન થયું હતું. આશરે ૧૪ લાખ વૃક્ષ ઉખડી ગયા હતા અને ૪૦.૭૦ લાખ પ્રાણી નાશ પામ્યા હતા. ગુમ થયેલા હરણો પાછા મળી આવતા અભયારણ્યના અધિકારીઓ તથા સંબંધિત અધિકારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bH82377
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com