21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દેશભક્તિને મુદ્દે મોદી માફી માગે: કૉંગ્રેસ
શહીદોનું અપમાન કરવું ભાજપના ડીએનએમાં છે

નવી દિલ્હી: મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત લેખાવતા ભોપાલ લોકસભા મતદારક્ષેત્રના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહે કરેલા નિવેદનને મામલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કૉંગ્રેસે ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે શહીદોનું અપમાન કરવું ભાજપના ડીએનએમાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે માફી માગે એવી માગણી કરી હતી.

સાધ્વી પ્રજ્ઞાસિંહે કરેલા નિવેદન બદલ તેને સજા કરવાની પણ વિપક્ષે માગણી કરી હતી.

હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપના લોકો નથુરામ ગોડસેના વારસદારો છે.

ભાજપના લોકો કહે છે કે નથુરામ ગોડસે દેશભક્ત હતો અને શહીદ હેમંત કરકરે દેશદ્રોહી હતા.

હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન કરવું એ ભાજપના ડીએનએમાં છે, એમ કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને સાચો દેશભક્ત લેખાવી મોદી અને અમિત શાહના માનીતા ભાજપના નેતા પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર સમગ્ર દેશનું અપમાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

ભાજપ તેના નેતાઓ મારફતે રાષ્ટ્રપિતા, તેમના વિચારો, તેમના માર્ગ અને તેમના આદર્શોનું વારંવાર અપમાન કરાવતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

ગાંધીજીના સિદ્ધાતોનું અપમાન કરવાનું આ કાવતરું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ માફ ન કરી શકાય તેવો ગુનો છે અને દેશ તેમને માફ નહીં કરે.

જો મોદીજીમાં જરા જેટલું પણ ડહાપણ બચ્યું હોય તો તેમણે પ્રજ્ઞા સિંહને સજા કરી દેશની માફી માગવી જોઈએ.

મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત લેખાવી માલેગાંવ બૉમ્બવિસ્ફોટની આરોપી પ્રજ્ઞાસિંહે ફરી વિવાદ ઊભો

કર્યો છે.

જોકે, ભાજપે પ્રજ્ઞાસિંહના નિવેદનને વખોડી કાઢયું છે અને તેને જાહેરમાં માફી માગવા જણાવ્યું છે.

ગાંધીજી અંગે પ્રજ્ઞાસિંહે કરેલા નિવેદન સાથે અમે સંપૂર્ણપણે અસહમત છીએ અને અમે તેનાં નિવેદનને ભારપૂર્વક વખોડીએ છીએ. આ પ્રકારનું નિવેદન તેણે શા માટે કર્યું એ અંગે પક્ષ તેની પાસેથી ખુલાસો માગશે. આ વાંધાજનક નિવેદન માટે તે જાહેરમાં માફી માગે તે યોગ્ય હશે, એમ ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહરાવે કહ્યું હતું.

મધ્ય પ્રદેશમાં એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં પ્રજ્ઞાસિંહે કહ્યું હતું કે નથુરામ ગોડસે દેશભક્ત હતા અને દેશભક્ત રહેશે.

જે લોકો નથુરામ ગોડસેને આતંકવાદી લેખાવે છે તેમણે સ્વયંને નિહાળવા જોઈએ. આ ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ મળશે, એમ પ્રજ્ઞાસિંહે કહ્યું હતું.

(એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

78l207
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com