21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચીની કંપની પરના અમેરિકી પ્રતિબંધ સામે બીજિંગની લાલ આંખ

બીજિંગ: ચીને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનની દૂરસંચાર ક્ષેત્રની અગ્રણી કંપની હુઆવેઇ પર મુકાયેલા પ્રતિબંધથી ગુસ્સે થઇને અમેરિકાને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી.

ચીને જણાવ્યું હતું કે અમે અમારા દેશના વ્યાપારી હિતાર્થે જરૂરી પગલાં લઇશું.

અમેરિકાના પ્રમુખે અમેરિકાની કંપનીઓને વિદેશી બનાવટના દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બેસાડતા રોકતો આદેશ આપ્યો હતો.

ટ્રમ્પે મૂકેલા આ પ્રતિબંધથી ચીનની હુઆવેઇ કંપનીના અમેરિકામાંના નેટવર્કસને માઠી અસર થવાની શક્યતા છે.

અમેરિકાના પ્રમુખના આ નિર્ણયથી બન્ને મહાસત્તા વચ્ચે ફરી વ્યાપાર-

યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઊભી

થઇ છે. અગાઉ, બન્ને દેશે એકબીજાને ત્યાંથી આયાત કરાતા માલસામાન પરની જકાતમાં વધારો કરતા વ્યાપાર-યુદ્ધ શરૂ થયું હતું અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર તેની સીધી કે આડકતરી રીતે માઠી અસર થવાનો ભય ઊભો થયો હતો.

દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાંની એક હુઆવેઇ અમેરિકામાં પોતાનાં સાધનો બેસાડીને જાસૂસી કરાવતી હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે ટ્રમ્પના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ચીનની કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને વળતાં પગલાં લઇશું.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વાણિજ્ય મંત્રાલયનો સંબંધિત નિર્ણય ચિંતાજનક છે. ચીન હંમેશાં નિકાસના નિયંત્રણને લગતા કાયદાને અને આંતરરાષ્ટ્રીય જવાબદારીનું પાલન

કરે છે. (એજન્સી)

-----------------------------

દિલ્હીમાં પર્યાવરણ પૅનલ્ટી ન ભરનારી ૬૦૫ શાળાની માન્યતા રદ થશે



નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) દ્વારા ફરજિયાત કરવામાં આવેલી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્કૂલમાં ચાલુ કરવામાં નિષ્ફળ જનારી દેશની રાજધાની દિલ્હીની ૬૦૫ ખાનગી સ્કૂલ તેમની માન્યતા ગુમાવી શકે છે,

એવી દિલ્હી સરકારના એક અધિકારીએ માહિતી આપી હતી.

એનજીટીએ ૨૦૧૭માં દિલ્હી સરકાર અને ખાનગી સ્કૂલો તેમ જ કોલેજોને નિયત સમયની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેસાડવાનો આદેશ આપ્યો હતો અન્યથા તેમને પર્યાવરણ

વળતર પેટે પાંચ લાખ રૂપિયા દંડ ભરવા જણાવવામાં આવ્યું હતું.

આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલી ૬૦૫ ખાનગી સ્કૂલમાં ક્યાં તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેસાડવામાં આવી નથી

અને સિસ્ટમ જો બેસાડવામાં આવી હોય તો તે કાર્યરત નથી.

૩૩૧ સ્કૂલમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેસાડવામાં આવી નથી. ૨૭૪ સ્કૂલમાં આ સિસ્ટમ કાર્યરત નથી. એનજીટીએ ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન (ડીઓઇ)ને ફેબ્રુઆરી મહિનામાં બે અઠવાડિયાની અંદર આ સ્કૂલને પાંચ લાખ રૂપિયા દંડ ભરવા આદેશ આપવા જણાવ્યું હતું, જેની પણ મોટા ભાગની સ્કૂલોએ અવગણના કરી હતી. હવે આ સ્કૂલોને દંડ ભરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે અન્યથા તેમની માન્યતા રદ કરવામાં આવશે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08088I
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com