21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

શ્રી ગોડ મેડતવાલ બ્રાહ્મણ

સામતેર હાલ કલવા સ્વ. ચંદ્રકાન્ત ભુદરજી ત્રિવેદીના પુત્ર સનતકુમાર (ઉં.વ. ૬૩) તે સુશીલાબેનના પતિ. દિપકભાઈના મોટા ભાઈ. નરેશકુમાર, ભક્તિબેન તુષાર ત્રિવેદી, જીજ્ઞા ચિરાગ ઉપાધ્યાયના પિતાશ્રી. સ્વ. દામોદર બેચરલાલ દિક્ષિતના જમાઈ તા. ૧૪-૫-૧૯ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯, શુક્રવારે બ્રાહ્મણ સભા હોલ, કલવા પોસ્ટ ઓફિસની બાજુમાં ૪ થી ૬ રાખેલ છે.

લેઉઆ પટેલ

મોટા ચારોડીયા હાલે ભિવંડીના ગોરધનભાઈ ભીમજીભાઈ પટેલના ધર્મપત્ની સ્વ. રળીયાતબેન (ઉં.વ. ૮૫) તે સ્વ. વાલજીભાઈ, નાનુભાઈ, સ્વ. અંબાબેન, સ્વ. નબુબેન, શાંતાબેનના ભાભી. નરેશ, કિશોર, મિલન, દિનેશ, જયા, ગુણીના માતુશ્રી. ગોકુળભાઈ હિરપરા, રાઘવભાઈ લાખાણી, માલતી, કવિતા, નિમિષાના સાસુ. દેવાંગ, જેનીલ, ધ્રુવીત, દિપ, આદિત્ય, શિવાનીના દાદી તા. ૧૫-૫-૧૯ના સ્વર્ગવાસી થયેલ છે. સાદડી (પ્રાર્થનાસભા) શુક્રવાર, તા. ૧૭-૫-૧૯ના ૪ થી ૫.૩૦ રોટરી કલબ સભાગૃહ, નજરાના કંપાઉન્ડ, ભિવંડી.

કચ્છી ભાનુશાલી

સ્વ. વલ્લભજી વિશ્રામ મંગે બીટ્ટાવાલાના પુત્ર ભા.શંકરલાલ (ઉં.વ. ૭૦) મંગળવાર, તા. ૧૪-૫-૧૯ના મુંબઈ મદ્યે ઓધવશરણ પામ્યા છે. ભાઈઓ સ્વ. હીરજીભાઈ, સ્વ. પ્રધાનભાઈ, અરજણભાઈ. પુત્રો જગદીશ, જાદવજી. સાસરા સ્વ. આણંદજી કલ્યાણજી શેઠીયા સુડઘ્રો મોટી. મોસાળ ખટાઉ ભોજરાજ ગજરા હમીરપર. જમાઈઓ રામજી વલ્લભજી નંદા બીટ્ટા, મહેન્દ્ર કરસનદાસ ગોરી નુંધાતડ, રાજેશ નેણશી ગોરી હમીરપર. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટીયા (મડાઈ)

સુરેન્દ્ર (ઉં.વ. ૭૩) સ્વ. પુષ્પાબેન અને સ્વ. પરસોત્તમ તુલસીદાસ ઉદેશીના પુત્ર. સુષ્માબેનના પતિ. ફાલ્ગુની, પ્રજ્ઞા, સમીરના પિતા. દિપક આશર, હિતેશ ચિતલીયા, દિપ્તીના સસરા. હેમલતા, નિરંજન, હેમંત, કિરણ, સુધા ચંદ્રસેન, કુમુદ મુકેશ, ઉમેશના ભાઈ. સ્વ. જમનાદાસ વલ્લભદાસ નેગાંધી (ખટાલાલજીવાળા)ના જમાઈ બુધવાર, તા. ૧૫-૫-૧૯ના શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭-૫-૧૯ના ૪.૩૦ થી ૬ ડાયમંડ ટોકીઝની સામે, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ. પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ

ભાવનગર હાલ દાદર મોહનલાલ હરગોવિંદદાસ વળિયા (ઉં.વ. ૯૪) બુધવાર, તા. ૧૫-૫-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાન્તાબેનના પતિ. મેહુલ, નયના ચંદ્રકાંત ગાંધી, જયશ્રી જગદીશભાઈ મહેતા, મયૂરી તુલસીદાસ ધનાનીના પિતા. રાધિકા (રીટા)ના સસરા. ઈશા વિરાંગ દલાલ, આનંદના દાદા. સ્વ. કેશવલાલ, સ્વ. પ્રભુદાસ, સ્વ. ભાઈલાલ, કનુભાઈના ભાઈ. સ્વ. નાગરદાસ ધનજી સંઘવીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા

ગામ સાવરકુંડલા હાલ કાંદિવલી તૃપ્તિ (ઉં.વ. ૨૦) તા. ૧૫-૫-૧૯, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે દક્ષાબેન મહેશભાઈ ટાંકની દીકરી. ધ્રુવની બહેન. સવિતાબેન છગનભાઈ, ધનજીભાઈ પુંજાભાઈની પૌત્રી. જીગ્નેશભાઈ છગનભાઈ, દિનેશભાઈ ધનજીભાઈની ભત્રીજી. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯ના ૫ થી ૭. ઠે. શ્યામ વાડી, સંત શ્રી શ્યામજી બાપુ ચોક, હરીભીમા ટાંક વાડી, ડિંડોશી કોર્નર, નેશનલ હાઈવે, મલાડ પૂર્વ.

વાંઝા જ્ઞાતિ

બિલખાવાળા (હાલ કાંદિવલી) અમૃતલાલ (બાબુભાઈ) જેરામભાઈ ભીમજીભાઈ અમર છેડા (ઉં.વ. ૭૯) ૧૫-૫-૧૯, બુધવારના ગોપાલશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. ગૌ. વા. જમનભાઈ, ગૌ. વા. વલ્લભભાઈ, લલિતભાઈ, લાભુબેન જગજીવનભાઈ, રંજનબેન ગોરધન, મંજુલાબેન ગોરધનભાઈના ભાઈ. તરૂણભાઈ-વર્ષાબેન, દિપકભાઈ- હર્ષાબેનના પિતાશ્રી. અક્ષય, નિહાલ, રિદ્ધી પાર્થકુમાર, સિદ્ધી, હિયાના દાદા. ગૌ. વા. નારાયણભાઈ માધવજી ગોહેલ (ધારીના) જમાઈ. પ્રાર્થનાસભા ૧૭-૫-૧૯, શુક્રવારના ૪ થી ૬. ઠે. હાલાઈ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

વરિયા પ્રજાપતિ કુંભાર

ગામ બોટાદ હાલ કાંદિવલી હરજીવનભાઈ ઠાકરશીભાઈ કટુડિયા (ઉં.વ. ૭૬) તા. ૮-૫-૧૯, બુધવારના રામશરણ પામ્યા છે. તે સવિતાબેનના પતિ. આશા અશ્ર્વિન દિનેશ સોનીના પિતા. પ્રવિણા રશ્મીતા મુકેશ જીતેન્દ્રના સસરા. નિકુંજ, કિશન, દિશાંત, કૌશલના દાદા. ઉર્વિશ, મોહિત, આયુશના નાના. પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૧૯, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૦.૩૦. ઠે. પ્લોટ નં. સી-૨૯, ૮૦૨, ચિંતામણી સોસાયટી, ટરઝન પોઈન્ટ, ચારકોપ સેકટર ૮, કાંદિવલી વેસ્ટ.

ગુર્જર ક્ષત્રિય કડિયા

મૂળ ગામ કોળિયાક હાલ માહિમ (મુંબઈ) ગં. સ્વ. કલાવતીબેન નવીનચંદ્ર જીવરાજભાઈ પટેલ (ચોટલીયા) (ઉં.વ. ૮૩) તા. ૧૫-૫-૧૯, બુધવારના રામચરણ પામેલ છે. તે સ્વ. ત્રિકમભાઈ ગોહીલની દીકરી. સ્વ. લક્ષ્મણભાઈ, સ્વ. છગનભાઈ, જગદીશભાઈ ગોહિલના બેન. સ્વ. વિજુબેન, સ્વ. રમેશભાઈ, રશીલાબેન, પ્રકાશભાઈના માતુશ્રી. સ્વ. ઈશ્ર્વરલાલ ટાંક, ગીરીશભાઈ ભરડવા, ગીતાબેનના સાસુ. આશિષ, પૂજાના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯, શુક્રવારના ૫ થી ૭ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા મહાજન વાડી, મામલતદાર વાડી, ક્રોસ રોડ નં. ૩, મલાડ વેસ્ટ.

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

ધ્રાંગધ્રા હાલ કાંદિવલી સ્વ. લીલાધરભાઈ અને સ્વ. ત્રિવેણીબેન વ્યાસના પુત્ર નંદકિશોરભાઈ (ઘનશ્યામભાઈ) (ઉં.વ. ૭૨) તા. ૧૪-૫-૧૯, મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે શ્રીમતી હંસાબેનના પતિ. હરેશ, વિજય, નીતીનના પિતાશ્રી. અ. સૌ. હીરલ, શીતલના સસરાજી. સ્વ. શિવશંકર અને સ્વ. ધનલક્ષ્મીબેન રાવલના જમાઈની સાદડી તા. ૧૮-૫-૧૯, શનિવારના ૫ થી ૭. નિવાસસ્થાન: ૩૦૨, અણુમિત્ર સોસાયટી, ગણેશ મંદિર ગલી, ચારકોપર સેકટર નં. ૨, કાંદીવલી વેસ્ટ.

હાલાઈ લોહાણા

મૂળ ગામ ગડોધર (માડીયા હાટીના) હાલે ભિવંડી સ્વ. ધનસુખલાલ મુળજીભાઈ કાનાબારના ધર્મપત્ની વનિતાબેન (ઉં.વ. ૭૨) તા. ૧૫-૫-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે સંજય, દિનેશ, પારૂલ ઉમેશ, સોનલ યતીષ, હર્ષા કિશોર, માયા વિપુલના માતુશ્રી. સ્વ. પરસોત્તમભાઈ ભાણજી મોરજરીયા (પોરબંદર) કુતીયાણાવાલાના દીકરી. સ્વ. કનૈયાલાલ, સ્વ. જયસુખલાલ, મનસુખલાલ, કિશોરભાઈના બહેન. હીરલ, કામીનીના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭-૫-૧૯ના ૪ થી ૬ રાધાગોવિંદ હોલ, નિલકંઠેશ્ર્વર મહાદેવ મંદિર, હફસન આળી, નવી ચાલ, ભિવંડી.

હાલાઈ લોહાણા

માલેગામ નિવાસી ગં. સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૮૫) તે સ્વ. નારણદાસ કરસનદાસ લાલના ધર્મપત્ની. ગં. સ્વ. તારાબેન વનુભાઈ બદિયાણી, દિપક, સ્વ. પ્રફુલ્લ, સ્વ. અનિલ, સ્વ. મનોજ, હિતેષના માતુશ્રી. સ્વ. લક્ષ્મીદાસ લીલાધર રાયચુરાના દીકરી. સ્વ. કાકુભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. રમેશભાઈ, મધુબહેન લક્ષ્મીદાસ વિઠ્ઠલાની, ગં. સ્વ. રંજનબેન કિશોરભાઈ ઠક્કરના બહેન તા. ૧૬-૫-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૧૯ના ૪.૩૦ થી ૬ શ્રીકૃષ્ણ કોલોની, પગારે કેબલની બાજુમાં, સટાણાનાકા, માલેગામ.

કચ્છી મોઢ વણિક

જખૌ હાલ ઘાટકોપર સ્વ. ગોકુળદાસ પુરૂષોત્તમ મહેતાના પુત્ર પ્રદીપભાઈ (ઉં.વ. ૬૫) બુધવાર, તા. ૧૫-૫-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે માલતીબેનના પતિ. મલય, ખ્યાતિના પિતાશ્રી. કેતનભાઈ કિનારીવાળા, સ્વ. મુકેશભાઈ મોમાયાના વેવાઈ. સ્વ. કુમારભાઈ, સ્વ. હરસુખભાઈ, મધુસૂદન, લલિત, કિર્તી, વિનોદબેન પ્રવિણચંદ્ર, હેમાબેન યોગેશભાઈના ભાઈ. રાણપુરવાળા સ્વ. ઈશ્ર્વરલાલ જીવાભાઈ પરીખના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯, શુક્રવારે ૫.૩૦ થી ૭. ઠે. કલબ હાઉસ નં. ૧, કલ્પતરૂ ઓરા, આરસીટી મોલની સામે, ઘાટકોપર પશ્ર્ચિમ.

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ

હળવદ હાલ મીરા રોડ બાબુલાલ ભાઈશંકર દવે (ઉં.વ. ૭૪) તા. ૧૫-૫-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે આશાબેનના પતિ. હાર્દિક, હેતલના પિતા. વસંતભાઈના ભાઈ. કિંજલના સસરા. વાનીના દાદા. મુગટલાલ ઠાકર મોરબીવાળાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯ના શુક્રવારના ૫ થી ૭ સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), સેકટર-૧૦, શાંતિનગર, મીરા રોડ ઈસ્ટ.

હાલાઈ લોહાણા

કરાચીવાળા હાલ પાર્લા તે દિવાળીબેન તોલારામ રાજદેવના પુત્ર, જીવણદાસ રવજી ગણાત્રાના જમાઈ નિરંજન (ઉં.વ. ૭૪) ગુરુવાર, તા. ૧૬-૫-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે ચંદ્રીકાબેનના પતિ. પૂરવ, પૂર્વીના પિતા. પૂજા, યોગેન્દ્રના સસરા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૫-૧૯ના ૫ થી ૭ સંતોકબા હોલ, રોડ નં. ૧, ભાઈદાસ હોલ. લૌકિક વ્યવહાર બંધ છે.

ચૌર્યાસી મેવાડા બ્રાહ્મણ

ગામ રોહિણા હાલ ગોરેગામ સ્વ. હિતેષભાઈ (ઉં.વ. ૬૧) સોમવાર, તા. ૧૩-૫-૧૯ના અવસાન થયેલ છે. તે ગં. સ્વ. વિદ્યાબેન અને ભીખુભાઈ કેવળરામ ભટ્ટના પુત્ર. નીલામ્બરીના પતિ. વૈભવી રાહુલ, રાધિકા જિજ્ઞેશના પિતાશ્રી. સ્વ. શૈલેષભાઈ, નયનાબેન દિપકભાઈ ઉપાધ્યાયના ભાઈ. પદમાબેન, મહેન્દ્રદેવ ઈચ્છારામ ભટ્ટના જમાઈ. સંયુક્ત શોકસભા શનિવાર, તા. ૧૮-૫-૧૯ના ૩ થી ૫. સ્થળ: ડી. જી. ખેતાન ઈન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણા રીયાલટીઝ, એસ. વી. રોડ અને લીંક રોડ, સુંદરનગર પાછળ, મલાડ વેસ્ટ.

મેઘવાળ

ગામ કદરેજ હાલ મુંબઈના સ્વ. ગિરીશ પાલજી ગોહિલ તે સ્વ. પાલજી દેવશી ગોહિલ તથા અમરબહેનના જયેષ્ઠ પુત્ર. રામજીભાઈના ભત્રીજા. મીના, કુસુમબહેનના ભાઈ. કૃણાલના પિતા. બારમાની વિધિ તા. ૧૮-૫-૧૯, શનિવારના ૫ કલાકે. ઠે.: દત્તકૃપા સોસાયટી, એ-૬૦૩, બાવલા વાડી, લાલબાગ, મું.-૧૨.

ગામડીયા દરજી

મૂળ વતન વલસાડ હાલ વિલેપાર્લે ગં. સ્વ. રત્નમણીબેન મણીલાલ બલસારા (ઉં.વ. ૮૯) તે સ્વ. મોતીલાલ હરજીવનદાસ બલસારાના ધર્મપત્ની તા. ૯-૫-૧૯, ગુરુવારના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૧-૫-૧૯ના ૩ થી ૫. સુરેશ બલસારા સ્થળ: આઈ.એમ.એ. બિલ્ડીંગ, ચંદન સિનેમાની પાસે, જે. આર. મ્હાત્રે માર્ગ, જે.વી.પી.ડી. સ્કીમ, જુહુ, મુંબઈ-૪૯.

કચ્છ વાગડ લોહાણા

ગામ ગાગોદર હાલ ઘાટકોપર અમૃતલાલ ગણેશભાઈ મિરાણી (ઉં.વ. ૮૧) તા. ૧૫-૫-૧૯ના અક્ષરધામમાં ગયેલ છે. તે પાર્વતીબેનના પતિ. ધીરજભાઈ, પરેશભાઈ, ગીતાબેન, ઈન્દીરાબેન, પારૂલબેન, પ્રિતીબેનના પિતા. હંસાબેન, ધીરજભાઈ, હરીશભાઈ, જયેશભાઈના સસરા. નિધીના દાદા. મોનાંગ, ફોરમ, વિશ્ર્વાના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દશાવો રાખેલ નથી.

નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ

ગોપાલગ્રામ નિવાસી હાલ માટુંગા (સે.રે.) પ્રભાકર કલ્યાણજી ભટ્ટના ધર્મપત્ની મુકતાબેન (ઉં.વ. ૮૪) તા. ૧૫-૫-૧૯, બુધવારે કૈલાસવાસ કરેલ છે. તે સ્વ. ભરત, યોગેશ, રાજેશ, મિનેષ, નિલમબેનના માતુશ્રી. ગં. સ્વ. મીતા, અ. સૌ. સરોજ, અ. સૌ. જયોતિ, અ. સૌ. કામિની, નયનકુમાર રમેશભાઈ જાનીના સાસુ. ધઆવનીત, જીનલ, વૃષભકુમાર વિસરીયા, પાર્થ, અર્જુન, આયુષી તથા પુશનના દાદી. સ્વ. મણીશંકર ભગવાનજી ઉપાધ્યાયના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯, શુક્રવારે ૫ થી ૭. ઠે. લખમશી નપુ હોલ, ૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.), મુંબઈ-૧૯. ચક્ષુદાન કરેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Tsl7I1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com