| બિઝનેસ બિટ્સ |
| બૅંક ઓફ ઈન્ડિયાનો નફો
રૂ. ૨૫૨ કરોડ
મુંબઇ: બેન્ક ઓફ ઈન્ડિયાએ ૩૧ માર્ચ, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૫૧.૭૯ કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ. ૩,૯૬૯.૨૭ કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. કુલ આવક રૂ. ૧૨,૪૧૭.૦૮ કરોડ થઈ છે, જે રૂ. ૧૦,૭૨૨.૦૭ કરોડ થઈ હતી. વાર્ષિક ધોરણે બેન્કે રૂ. ૫,૫૪૬.૯૦ કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે રૂ. ૬,૦૪૩.૭૧ કરોડ હતી. કુલ આવક રૂ. ૪૫,૮૯૯.૮૨ કરોડ થઈ છે, જે રૂ. ૪૩,૮૦૫.૧૭ કરોડ હતી.
મર્જર પછી ટાટા કેમિકલ અને ટાટા ગ્લોબલનામાં ઉછાળો
નવી દિલ્હી: ટાટા જૂથે ટાટા કેમિકલનો બ્રાન્ડેડ ફૂડ બિઝનેસ ટાટા ગ્લોબલ બીવરેજીસને ‘ઓલ શેર ડીલ’ અંતર્ગત ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી ત્યારબાદના પહેલા સત્રમાં ગુરુવારે ટાટા કેમિકલનો શેર ખૂલતા સત્રમાં બંને એક્સચેન્જ પર નવેક ટકા ઊછળ્યો હતો. જ્યારે ટાટા ગ્લોબલનો શેર બીએસઇ પર ૧૦.૬૧ ટકા ઊછળ્યો હતો.
વિખવાદની ચર્ચાએ ઇન્ટરગ્લોબલ એવિયેશનના શેરમાં કડાકો
નવી દિલ્હી: ઇન્ડિગોના પ્રમોટર્સ વચ્ચે કથિત વિખવાદના અહેવાલોને કારણે ઇન્ટરગ્લોબલ એવિયેશનના શેરમાં સવારના સત્રમાં આઠ ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો. મિડિયા રિપોર્ટ અનુસાર આ બજેટ કેરિઅરના સ્થાપક રાહુલ ભાટીયા અને રાકેશ ગંગવાલ વચ્ચે એરલાઇન્સની સ્ટ્રેટેજી અને એમ્બિશન અંગે વિખવાદ થયો હતો. માર્ચ ક્વાર્ટરના ડેટા અનુસાર ઇન્ટરગ્લોબમાં પ્રમોટર્સવનો હિસ્સો ૭૫ ટકા હતો.
બ્રિટનની ઓટો કંપની એમજી મોટર્સનું પ્રોડક્ટ એક્સપાન્શન
મુંબઈ: બ્રિટનની ઓટો કંપની એમજી મોટરે પ્રોડ્કટ એક્સપાન્શન અંતર્ગત દેશની પ્રથમ ઇન્ટરનેટ કાર હેક્ટર રજૂ કરી હતી. એમજી મોટર ઇન્ડિયાની સંપૂર્ણ માલિકી ચીનની સેઇક મોટર કોર્પ પાસે છે અને તેણે ભારતમાં તેનો પોર્ટફોલિયો વધારીને આવતા વર્ષના અંત સુધીમાં ચાર પ્રોડક્ટ્સનો કરવાની યોજના બનાવી છે, જેમાં એક ઇલેક્ટ્રિક એસયુવી પણ હશે.
હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝનો
નફો ૩૭ ટકા ઘટ્યો
મુંબઇ: હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ૩૧ માર્ચ, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૩૫.૮૨ કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના રૂ. ૩૭૬.૯૭ કરોડ સામે ૩૭.૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે કુલ આવક વધીને રૂ. ૧૨,૭૩૩.૨૩ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૧૧,૮૯૨.૦૬ કરોડ થઈ હતી. કંપની બોર્ડેાં શેરદીઠ રૂ. ૧.૨૦ (૧૨૦ ટકા)ના ડિવિડંડની ભલામણ કરી છે.
એસકેએફ ઇન્ડિયામાં
૧૨૦ ટકા ડિવિડંડ
મુંબઇ: એસકેએફ ઇન્ડિયા લિ.એ ૩૧ માર્ચ, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા વર્ષમાં ૧૩.૫ ટકાના વધારા સાથે રૂ. ૩૩૫.૭૦ કરોડનો કરવેરા પૂર્વેનો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ. ૨૯૬ કરોડ થયો હતો. કુલ આવક રૂ. ૩૦૩૪.૫૦ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૨૮૦૪.૮૦ કરોડ થઈ હતી. કંપની બોર્ડે શેરદીઠ રૂ. ૧૨ (૧૨૦ ટકા)ના ડિવિડંડની ભલામણ કરી છે.
ડીએચએફએલના ક્રેડિટ રેટિંગમાં ફેરફાર
મુંબઇ: દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિ.એ જણાવ્યું છે કે કેર રેટિંગ્સ લિ. (કેર)એ કંપનીના રૂ. ૧૭,૬૫૫.૧૨ કરોડના નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ માટે આપેલ ‘કેર એ’ રેટિંગને બદલીને ‘કેર બીબીબી માઈનસ’ રેટિંગ, રૂ. ૨,૨૦૫ કરોડના સબઓર્ડિનેટેડ ડેટ માટે આપેલ ‘કેર એ માઈનસ’ રેટિંગને બદલીને ‘કેર બીબીબી માઈનસ’ રેટિંગ, રૂ. ૧૩૦૦ કરોડના પ્રિપેચ્યુઅલ ડેટ માટે આપેલ ‘કેર બીબીબી પ્લસ’ રેટિંગને બદલીને ‘કેર બીબી પ્લસ’ રેટિંગ અને રૂ. ૨૯,૦૦૦ કરોડના નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ માટે આપેલ ‘કેર એ’ રેટિંગને બદલીને ‘કેર બીબીબી માઈનસ’ રેટિંગ અપાયું છે. |
|