13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સિંગતેલમાં એકતરફી તેજી: વધુ રૂ. ૧૦ ઉછળ્યા
બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊંચા રહે તો ક્રૂડ પામતેલમાં ૫૦ ડૉલરની તેજીની શક્યતા: દોરાબ મિસ્ત્રી

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૨૪ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ ૫૦ રિંગિટનો ઉછાળો આવતાં આયાતી તેલમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જેમાં ૧૦ કિલોદીઠ સોયા ડિગમમાં રૂ. ૧૨, સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડમાં રૂ. ૧૦, આરબીડી પામોલિનમાં રૂ. ૬, સન ક્રૂડમાં રૂ. ૫ અને ક્રૂડ પામતેલમાં રૂ. ૧નો સુધારો આવ્યો હતો. વધુમાં ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેજી આગળ ધપતાં તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૧૫નો અને લૂઝમાં રૂ. ૨૫નો સુધારો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં વધુ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો ઉછાળો આવ્યો હતા.

દરમિયાન આજે સરકારે આવતીકાલ તા. ૧૭ મે થી અમલી બને તેમ કસ્ટમ્સના વિનિમય દર જે ડૉલર સામે રૂપિયાના દર જે અગાઉ ૭૦.૪૫ હતા તે વધારીને ૭૧.૧૫ નિર્ધારિત કરતાં સ્થાનિકમાં આયાતી તેલની જકાતમાં વધારો થયો છે. જેમાં ટનદીઠ ક્રૂડ પામતેલની જકાત રૂ. ૧૬૦.૭૮ વધીને રૂ. ૧૬,૩૪૧.૭૩, મલયેશિયાથી આયાત થતા ઓલિનની જકાત રૂ. ૧૯૨.૬૫ વધીને રૂ. ૧૯,૫૮૧.૯૦ અને ક્રૂડ ડિગમ સોયાબીન તેલની જકાત રૂ. ૧૮૫.૬૯ વધીને રૂ. ૧૮,૮૭૩.૬૦ની સપાટીએ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં આજે ખાદ્યતેલ બજારનાં અગ્રણી વિશ્ર્લેષક દોરાબ મિસ્ત્રીએ તેના એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે આગામી ૪૫ દિવસમાં ક્રૂડ પામતેલના ભાવ જે હાલ એફઓબી ધોરણે ટનદીઠ ૪૮૦ ડૉલર છે તે વધીને ૫૩૦થી ૫૫૦ ડૉલર, ઓલિનના ભાવ જે હાલ ટનદીઠ ૫૧૦ ડૉલર છે તે વધીને ૫૬૦થી ૫૮૦ ડૉલર આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે જો બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊંચી સપાટીએ રહેશે તો પામતેલમાં ૫૦ ડૉલરની તેજીની શક્યતા નકારી ન શકાય.

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે લિબર્ટીના અંદાજે ૧૦૦૦થી ૧૫૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૬૦૦થી ૬૦૨માં અને ગોલ્ડન એગ્રીના અંદાજે ૫૦૦થી ૭૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૫૯૭થી ૫૯૮માં થયા હતા. જોકે, આજે હાજર તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર નિરસ રહ્યા હતા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૬૦૦થી ૬૦૨, ક્રૂડ પામોલિનના રૂ. ૫૨૨, સોયા રિફાઈન્ડના રૂ. ૭૪૫, સોયા ડિગમના રૂ. ૭૧૫થી ૭૨૦, સન રિફાઈન્ડના રૂ. ૭૭૫, સન ક્રૂડના રૂ. ૭૨૦, સિંગતેલના રૂ. ૧૦૮૫, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૭૬૨ અને સરસવના રૂ. ૭૭૦ના મથાળે રહ્યા હતા.

આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની ૬૦૦૦ ગૂણીની આવક સામે વેપાર ૨૦ કિલોદીઠ રૂ. ૯૦૦થી ૧૦૨૫મ્ાાં અને રાજકોટ મથકે ૪૫૦૦ ગૂણીની આવક સામે વેપાર રૂ. ૯૦૦થી ૧૦૪૫માં થયા હતા, જ્યારે ખાદ્યતેલના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર રૂ. ૧૬૯૦થી ૧૬૯૫માં, લૂઝમાં રૂ. ૧૦૫૦થી ૧૦૭૫માં અને વૉશ્ડ કૉટનના રૂ. ૭૨૦થી ૭૨૨માં થયા હતા.

મધ્ય પ્રદેશના સોયાસીડનાં મથકો પર આજે અંદાજે ૩૦,૦૦૦ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૫૦થી ૩૮૨૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૩૮૨૫થી ૩૮૭૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૭૬૨થી ૭૬૫માં અને સોયા સોલ્વન્ટના રૂ. ૭૨૮થી ૭૩૩માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

----------------------------

ખાંડમાં સાંકડી વધઘટ



નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં એકંદરે કામકાજો છૂટાછવાયા રહ્યા હતા. જોકે, ભાવમાં ગુણવત્તાને ધ્યાનમાં લેતાં મિશ્ર વલણ રહ્યું હતું. જેમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચનો અને મિડિયમ ગ્રેડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૬નો સાધારણ સુધારો આવ્યો હતો. જોકે, મિલો પર ટેન્ડરોના ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવાથી બજારનો અન્ડરટોન તેજીનો રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચ ઘટીને રૂ. ૩૨૩૦થી ૩૨૭૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૬ વધીને રૂ. ૩૨૬૨થી ૩૪૦૨ આસપાસના મથાળે થયા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7IP4ek
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com