21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોપરની અમુક વેરાઈટીઓમાં સુધારો
ચીન ખાતે એલ્યુમિનિયમમાં પુરવઠાખેંચ: ભાવ સાત મહિનાની ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક ધાતુ બજારનાં મિશ્ર વલણને ધ્યાનમાં લેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે એકંદરે કામકાજો પાંખાં રહેતાં માત્ર કોપરની અમુક વેરાઈટીઓ જેમ કે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં આવેલા કિલોદીઠ રૂ. ૧ના સુધારાને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

પર્યાવરણીય મુદ્દાને ધ્યાનમાં લેતાં ચીનના ક્ઝિન્ફા જૂથની શેન્ક્સી ખાતેની એલ્યુમિના રિફાઈનરીમાં અનિશ્ર્ચિત મુદત માટે ઉત્પાદન સ્થગિત કર્યું હોવાના અહેવાલ સાથે આજે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે એલ્યુમિનિયમના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકાના ઉછાળા સાથે સાત મહિનાની ઊંચી ટનદીઠ ૧૪,૩૯૫ યુઆન (૨૦૯૨.૬૯ ડૉલર) આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ રિફાઈનરીની વાર્ષિક ઉત્પાદનક્ષમતા ૨૮ લાખ ટનની હોવાને કારણે બજારમાં પુરવઠાખેંચની ભીતિ સપાટી પર આવી હતી.

વધુમાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટનદીઠ ૬૦૮૩ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમના ભાવમાં ૦.૨ ટકાનો વધારો અને નિકલના ભાવમાં ૦.૫ ટકાનો ઘટાડો આવ્યો હતો.

વૈશ્ર્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિક ધાતુ બજારમાં સ્ટોકિસ્ટો નવી લે-વેચથી દૂર રહ્યા હતા અને માત્ર કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ સાધારણ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૪૪૩, રૂ. ૪૩૭ અને રૂ. ૪૭૧ના મથાળે રહ્યા હતા. આ સિવાયની તમામ ધાતુઓમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

-----------------------------

છેતરપિંડીથી સાવચેત રહેવા ગ્રોમાનો વેપારીઓને અનુરોધ



(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈ: તાજેતરમાં છેતરપિંડીના બની રહેલા બનાવોને ધ્યાનમાં લેતાં નવી મુંબઈની અગ્રણી સંસ્થા ગ્રેઈન રાઈસ ઍન્ડ ઓઈલસીડ્સ મર્ચન્ટ્સ એસોસિયેશને વેપારીઓને સાવચેતીપૂર્વક વેપાર કરવાનો અનુરોધ કર્યો છે.

નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં એપીએમસી માર્કેટના અનાજ બજારના વેપારીઓ સાથે દલાલ કે ભરત નામ ચલાવતા દલાલ ભરત રતનશી ચાંદ્રા દાણાબજારના અનેક વેપારીઓ સાથે બોગસ બિલોને આધારે અનાજ વેચીને લાખો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલ છે. બોરીવલીના બિલ પર લીધેલો માલ મલાડમાં વેચવામાં આવેલ છે. આ છેતરપિંડીના મામલે વેપારીઓએ એકત્રિત થઈ એપીએમસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે મલાડ માલવણીમાં અનાજનાં રિટેલર પરેશ ઉર્ફે રમેશ લીલાધર ભાનુશાળીની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં હાજર કરતાં ૧૮મી મે સુધીના રિમાન્ડ વધારવામાં આવ્યા છે.

આ મામલે ગ્રોમા દ્વારા દાણા બજારમાં છેતરપિંડીના બનાવો વધતાં જતા હોવાથી વેપારીઓને સાવચેતીપૂર્વક વેપાર કરવા જણાવવામાં આવ્યું હોવાનું ગ્રોમાના સચિવ ભીમજી એસ ભાનુશાળીએ એક યાદીમાં જણાવ્યું હતું.

----------------------------

હાર્ડવેરમાં માગને ટેકે મક્કમ વલણ



(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: હાર્ડવેર બજારમાં હાર્ડવેરના માલોના કામકાજ સારા થઈ રહ્યા છે. ટકેલા ભાવે બજાર સરેરાશના કામકાજ થઈ રહ્યા છે. ફર્નિચર ફિટિંગના માલોના કામકાજ સરેરાશ થઈ રહ્યો છે. ‘મેગ્નમ’ બ્રાન્ડના ઈટાલિયન હેન્ડલ, લીવર હેન્ડલની નવી શ્રેણીના રૂ. ૧૨૦૦ થી ૧૫૦૦માં પર સેટ (જોડી)ના કામકાજ થઈ રહ્યા છે અને ‘મેગ્નમ’ બ્રાન્ડના ડોર ક્લોઝર ત્રણ વર્ષની વોરંટીવાળા રૂ. ૧૫૦૦ થી ૨૫૦૦માં કામકાજ થઈ રહ્યા છે. ‘સીપીવાય’ બ્રાન્ડના ગ્લાસ ડોર ફિટિંગ, ફલોર સ્પ્રીંગ, પેચ ફિટિંગ, ડેકોરેટીવ હેન્ડલના કામકાજ સારા થઈ રહ્યા છે. ‘સી-૨’ બ્રાન્ડના કેબિનેટ હેન્ડલ, પુલ હેન્ડલ, ફલોર સ્પ્રીંગ, પેચ ફિટિંગના નવા માલોના કામકાજ સારા થઈ રહ્યાં છે. ‘કેન્સ’ બ્રાન્ડના નવા ડોર હેન્ડલ, કેબિનેટ હેન્ડલ અને બીજી નવી ડિઝાઈનના માલોના કામકાજ સારા થઈ રહ્યા છે. ‘સુઝુ’ બ્રાન્ડના સ્ટેનલેસ સ્ટીલના પેડલોક, શટર લોક, ગોડાઉન લોકના નવી શ્રેણીના માલોના કામકાજ થઈ રહ્યાં છે અને ‘સુઝુ’ બ્રાન્ડના સ્ટેનલેસ સ્ટીલના ચાર ઈંચના મિજાગરા રૂ. ૧૭૦ અને પાંચ ઈંચના મિજાગરા રૂ. ૨૨૪ના ભાવે કામકાજ થઈ રહ્યા છે. ‘કાસા’ બ્રાન્ડના નાઈટ લેચ હાલમાં ડબલ કી ડિસ્કના પેડલોક મોડેલ દીઠ બજાર ભાવ ૧૬/૧૦ના રૂ. ૬૪૦, ૧૦/૧૦ના રૂ. ૯૯૫, ૮/૧૦ના રૂ. ૧૨૭૫ના ભાવથી કામકાજ થઈ રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

356b73
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com