21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સેન્સેક્સમાં ૨૭૯નો ઉછાળો, નિફ્ટીની સેન્ચૂરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના મિશ્ર હવામાન છતાં આઇટી અને ફાઈનાન્શિયલ સ્ટોક્સની આગેવાનીએ લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ ૨૭૯ પોઇન્ટ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બંને બેન્ચમાર્કમાં ખાસ કરીને સત્રના અંતિમ એક કલાકમાં લાવલાવ નીકળતાં સુધારો જોવા મળ્યો હતો. બીએસઇનો ૩૦ શેરવાલો સંવેદનશીલ શેરઆંક બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૭,૧૧૪.૮૮ પોઈન્ટ્સના પાછલા બંધ સામે ૩૭,૧૭૯.૧૩ પોઈન્ટ્સની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન ૩૭,૫૧૮.૯૪ પોઇન્ટની ઊંચી અને ૩૭,૦૫૨.૩૦ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૨૭૮.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૭૫ ટકાના સુધારા સાથે ૩૭,૩૯૩.૪૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૧,૧૫૭.૦૦ પોઈન્ટ્સના પાછલા બંધ સામે ૧૧,૧૮૦.૩૫ પોઈન્ટ્સની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન ૧૧,૨૮૧.૫૫ પોઇન્ટની ઊંચી અને ૧૧,૧૪૩.૩૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૧૦૦.૧૦ પોઇન્ટ અથવા તો ૦.૯૦ ટકાના સુધારા સાથે ૧૧,૨૫૭.૧૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં ૫૦ ટકાનો જોરદાર ઉછાળા સાથે રૂ. ૧૧૧૪ કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નપો નોંધાવનાર બજાજ ફાઇનાન્સ ૩.૬૪ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સના શેરોમાં સ્ટાર પર્ફોમર બન્યો હતો. આ ઉપરાંત ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સનો પણ સમાવેશ હતો. અન્ય ગેઇનર્સમાં ઇન્ફોસિસ, વેદાંતા, ઓએનજીસી, પાવરગ્રીડ, એનટીપીસી, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક બેન્ક, સ્ટેટ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલ, ટીસીએસ અને રિલાયન્સનો સમાવેશ હતો. આ શેરોમાં ૩.૪૮ ટકા સુધીના ઉછાળા જોવા મળ્યાં હતાં. આ તરફ ૪.૦૭ ટકાના તોતિંગ કડાકા સાથે યસ બેન્ક ટોપ લૂઝર બન્યો હતો. અન્ય લૂઝરમાં ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક, કોલ ઇન્ડિયા, આઇટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, મારુતિ અને એશિયન પેઇન્ટનો સમાવેશ હતો. આ શેરોમાં ૧.૮૭ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. સ્ટોક એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત કામચલાઉ અંદાજ અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં રૂ. ૧૧૪૨.૪૪ કરોડની વેચવાલી નોંધાવી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૬૭૧.૭૭ કરોડની લેવાલી નોંધાવી હતી.

માર્કેટ એનાલિસ્ટ અનુસાર ચૂંટણીની અનિશ્ર્ચિતતા સાથે જો અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ઉકેલ નહીં આવે તો પરિસ્થિતિ વણસવાની અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર પણ માઠી અસરની ચિંતા વચ્ચે બજારમાં સુધારો ટકે એવી સંભાવના ઓછી છે. અમેરિકાએ ચીનની માંધાતા કંપની હુવેઇ પર પ્રતબિંધ લાદ્યા હોવાથી ચીન, જાપાન અને કોરિયાના શેરબજારોમાં મિશ્ર વલમ જોવા મળ્યું હતું. યુરોપના બજારો પણ નીચા મથાળે ખૂલ્યાં હોવાના અહેવાલ હતાં. દરમિયાન ફોરેક્સ માર્કેટમાં ઇન્ટ્રા-ડે રૂપિયો ડોલર સામે ૨૭ પૈસા મજબૂત થઇ ૭૦.૦૭ ડોલર બોલાયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૬ ટકાના સુધારા સાથે બેરલદીઠ ૭૨.૧૭ ડોલર બોલાયો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

IWqG0il
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com