21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાલિકાએ દવા મોડી સપ્લાય કરનારાઓ વિરુદ્ધ કરી કાર્યવાહી
એક કોન્ટ્રાક્ટર બ્લૅકલિસ્ટ ચાર ડિફોલ્ટર જાહેર

મુંબઇ: પાલિકાની હૉસ્પિટલમાં દવાની અછત સર્જાઇ હોવાથી તેના જવાબદાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ચાર મહિના બાદ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દવાની અછતને કારણે દર્દીઓને થનારી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા પાલિકા પ્રશાસને એક કોન્ટ્રાક્ટરને બ્લૅકલિસ્ટ અને અન્ય ચારને ડિફોલ્ટર જાહેર કર્યા હતા. આ પાંચ કોન્ટ્રાક્ટરો આગામી ટેન્ડર ભરી શકશે નહીં. પાલિકાની હૉસ્પિટલમાં સમયસર દવા પહોંચે તે માટે દવા સપ્લાય કરનારી કંપનીઓ પર સમિતિ નજર રાખી રહી છે.

આ મુદ્દાને ગંભીરતાથી લેતા પાલિકાના સહાયક કમિશનર આઇ. એ. કુંદન દ્વારા ડિફોલ્ડિસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ નામની કંપનીને તાત્કાલિક ધોરણે બ્લૅકલિસ્ટ કરવા અને અન્ય ચારને ડિફોલ્ટર્સ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ચાર મહિના બાદ આ આદેશનો અમલ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પાલિકાની હૉસ્પિટલમાં કંપની દ્વારા ૩૯૪ વાર દવાની સપ્લાય સમય કરતાં મોડી આપવામાં આવી હતી, જેથી દર્દીઓ ઘણા હેરાન થયા હતાં.

પાલિકા હૉસ્પિટલમાં દવા, ઇન્જેક્શન, એક્સ-રે ફિલ્મ સહિત અન્ય જરૂરી ચીજો માટે લગભગ રૂ. ૪૫૦ કરોડ ખર્ચ કરતી હોવા છતાં પણ દર્દીઓને દવા સમયસર મળતી નથી. આજની તારીખમાં પણ કેઇએમ, સાયન અને નાયર જેવી મોટી હૉસ્પિટલોમાં ઘણા પ્રકારની દવાઓની અછત વર્તાઇ રહી છે.

-----------------------------

નકસલવાદીઓએ બૅનર લગાવી ટાર્ગેટના નામ જાહેર કર્યા



મુંબઈ: ગઢચિરોલીમાં એટાપલ્લી તાલુકાના ગટ્ટા ગામમાં નકસલવાદીઓએ ફરી બૅનર લગાવ્યા છે. આ બૅનરમાં ટાર્ગેટ કરવામાં આવનાર સાત જણના નામ લખવામાં આવ્યા છે. જાંબિયા-ગટ્ટા ભાગમાં છઠ્ઠી મેના રોજ શિશિર મંડલ નામના વ્યક્તિની પોલીસનો ખબરી હોવાની શંકાના આધારે હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હવે સાત જણના નામ બૅનર પર લખીને આ લોકો આગામી ટાર્ગેટ હોવાની ચેતવણી નક્સલવાદીઓએ આપી છે. તેને કારણે સંપૂર્ણ વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. નક્સલવાદીઓએ જાંબિયા ગામના સમાજ મંદિર, આઇટીઆઇ, વનવિભાગના તપાસણી નાકા જેવા અનેક ઠેકાણે બૅનર લગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર દિને ગઢચિરોલીના કુરખેડામાં કમાન્ડોની ગાડી પર કરવામાં આવેલા આઇડી બ્લાસ્ટમાં ૧૫ જવાન શહીદ થઇ ગયા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

K55517
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com