6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બારમાના પરિણામ જાહેર થયા બાદ રાજ્યની પહેલી ક્લસ્ટર યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે
વિદ્યાર્થીઓને ભણવા માટે સ્વતંત્રતા મળે તેવું યુનિવર્સિટીનું લક્ષ્ય

મુંબઇ: બારમાની પરીક્ષાના પરિણામ જાહેર થયાના એક દિવસ બાદ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાં અભ્યાસક્રમો પસંદ કરવાની સ્વતંત્રતા મળે તે માટે મહારાષ્ટ્ર સરકાર રાજ્યની પહેલી ક્લસ્ટર યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં બનેલી નવી ડૉ. હોમી ભાભા યુનિવર્સિટીમાં સિડન્હેમ, એલ્ફિસ્ટન અને સેક્ધડરી ટ્રેનિંગ (બીએડ) કૉલેજની સાથે સાયન્સની પણ સંસ્થાઓનો સમાવેશ થાય છે.

જે કૉલેજ મુંબઇ યુનિવર્સિટીનું ટૅગ ગુમાવશે અને ક્લસ્ટર યુનિવર્સિટી સાથે જોડાશે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ક્લસ્ટર યોજનાનો લાભ લઇ શકશે. નવા નિમણૂક કરાયેલા વાઇસ ચાન્સલર સુહાસ પેડણેકરે જણાવ્યું હતું કે, નવી યુનિવર્સિટી સાથે સંકળાયેલી ચાર કૉલેજના વિદ્યાર્થીઓને વધુ લાભ મળી શકશે. ઉદાહરણ તરીકે એલ્ફિસ્ટન કૉલેજમાં ભણતી વિદ્યાર્થિની અલગ મોડ્યુલ પસંદ કરી શકે છે અથવા સિડન્હેમ કૉલેજમાં કોમર્સનું મોડ્યુલ સ્વીકારી શકે છે. નિયમિત વિષયો સાથે અથડામણ ટાળવા માટે કૉલેજ અલગ સમયપત્રક બનાવશે.

વધુ અંતર્દેશીય પર્યાયોને ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી કૉલેજ વચ્ચેની સ્ટ્રીમ્સ અને ક્રેડિટ શેરિંગ પણ સરળ બનશે. બીએડ-બીએ અથવા બીએસસી-બીએડ જેવા ચાર વર્ષના કોર્સને બીએડ કૉલેજમાં ઓફર કરવામાં આવશે અને ફેકલ્ટી એક્સચેન્જને પણ મંજૂરી અપાશે, તેવું મુંબઇ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહી ચૂકેલા સુહાસ પેડણેકરે કહ્યું હતું. સંશોધન અને નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવશે. એચઆર, કેસી અને બૉમ્બે ટીચર્સ ટ્રેનિંગ જેવી કૉલેજોને પણ સરકાર દ્વારા ક્લસ્ટર માટેની મંજૂરી આવતા વર્ષ સુધી મળે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

VI35S8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com