6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મરાઠા આરક્ષણનું કોકડું ઉકેલવા સરકાર લાવશે જાહેરનામું
નિર્ણય લેવા માટે આચારસંહિતા હળવી કરવાની વિનંતી ચૂંટણી પંચે માન્ય રાખી: ૩૧મી મે સુધી મુદતવધારો આપવા માટે કરી સુપ્રીમ કોર્ટમાં અરજી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મરાઠા સમાજના આરક્ષણને મુદ્દે સંકટમાં સપડાયેલી મહારાષ્ટ્ર સરકાર જાહેરનામું લાવીને આ સમસ્યાનું નિરાકરણ શુક્રવારે લાવી શકે છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી. આ માટે મંત્રીમંડળની વિશેષ બેઠક આવતીકાલે મળશે એવું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત સરકાર પાસે બીજો વિકલ્પ છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની બેઠકોની સંખ્યામાં વધારો કરવો અને તેને માટે પણ પ્રયાસ ચાલી રહ્યા છે.

રાજ્ય સરકારે મરાઠા આરક્ષણનું કોકડું ઉકેલવા માટે ૨૪ કલાકમાં બે મહત્ત્વનાં પગલાં લીધા છે. પહેલું તેમણે ચૂંટણી પંચને આચારસંહિતા શિથિલ કરવાની અરજ કરી છે જેથી તેઓ મરાઠા સમાજના વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશનની સમસ્યાનું નિરાકરણ કરી શકે. આચારસંહિતા હળવી થતાં કેબિનેટની વિશેષ બેઠક બોલાવીને આ મુદ્દે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. જ્યારે બીજું તેમણે સુપ્રીમ કોર્ટમાં એક અપીલ કરીને એવી વિનંતી કરી છે કે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન માટે ૩૧મી મે સુધીનો મુદતવધારો આપવામાં આવે.

મહારાષ્ટ્ર સરકારમાં મરાઠા સમાજના નેતા ચંદ્રકાંત પાટીલે મરાઠા સમાજના વિદ્યાર્થીઓને એવી ધરપત આપતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર તેમના એડમિશન માટે બનતા પ્રયત્નો કરી રહી હોવાથી તેમણે ગભરાઈ જવાની જરૂર નથી અને કોઈ ગંભીર પગલાં ન લેવા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાથી મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા સમાજના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન મેળવવા માગતા અને નાગપુર હાઈ કોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટના આદેશને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ૨૮૦ ડૉક્ટરો આંદોલન કરી રહ્યા છે.

રાજ્ય સરકારે ફરી કોર્ટમાં અપીલ કરતાં કહ્યું છે કે પરીક્ષાનું નોટિફિકેશન ભલે ફેબ્રુઆરીમાં બહાર પડ્યું હોય, પરંતુ એન્ટ્રન્સ એક્ઝામ આરક્ષણ લાગુ થયા પછી લેવામાં આવી હતી અને એન્ટ્રન્સ એક્ઝામમાં બેસવાનો દરેકને અધિકાર હોય છે. આ ઉપરાંત એડમિશનની પ્રવેશ પ્રક્રિયાને ૩૧ મે સુધી મુદતવધારો આપવાની વિનંતી કરવામાં આવી છે.

દરમ્યાન ભાજપના સિનિયર નેતાઓ ગિરીશ મહાજન અને ચંદ્રકાંત પાટીલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં મરાઠા સમાજના વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી આ વિદ્યાર્થીઓએ હવે એનસીપી સુપ્રીમો અને સ્ટ્રોન્ગ મરાઠા ગણાતા શરદ પવારની ગુરુવારે મુલાકાત લીધી હતી અને તેમને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મરાઠા સમાજના વિદ્યાર્થીઓએ અજિત પવારને મધ્યસ્થી કરવાની અપીલ કરી હતી અને તેમણે વિદ્યાર્થીઓની મુલાકાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે કરાવી પણ હતી, પરંતુ હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો ન હોવાથી હવે આ વિદ્યાર્થીઓ સિનિયર પવાર પાસે પહોંચ્યા હતા.

--------------------------

હાઈ કોર્ટમાં વધુ એક પિટિશન

મુંબઈ હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશનથી વંચિત રહેવાની શક્યતા ધરાવતી એક વિદ્યાર્થિનીએ કરેલી પિટિશનને દાખલ કરી લેવામાં આવી છે. આ વિદ્યાર્થિનીએ સીઈટી દ્વારા મરાઠા આરક્ષણને રદ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પહેલા બે તબક્કાની પ્રવેશ પ્રક્રિયા રદ કરી હતી. વિદ્યાર્થિનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે એડમિશન મળ્યા બાદ વિદ્યાર્થીઓએ લોન લઈને ફી ભરી છે ત્યારે એડમિશન રદ કરવામાં આવતાં આર્થિક અને શૈક્ષણિક નુકસાન થશે.

શું છે સમસ્યા?

મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે એડમિશનની પ્રક્રિયા ૨૨મી ફેબ્રુઆરીએ ચાલુ કરી દેવામાં આવી હતી અને રાજ્યમાં મરાઠા આરક્ષણ ૩૦ નવેમ્બરે અમલમાં આવ્યું હતું. એડમિશન પ્રક્રિયા ચાલુ થયા બાદ આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હોવાથી એડમિશન માટે તેને માન્ય રાખી શકાય નહીં એવી માગણી કરતી એક પિટિશન કરવામાં આવી હતી અને મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આ દલીલને માન્ય રાખીને મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન માટે મરાઠા આરક્ષણને અમાન્ય ઠેરવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર આ ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ નાગપુર ખંડપીઠનો ચુકાદો માન્ય રાખ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v16uC5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com