6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કંડલામાં ભાડે વાહન લેવા પાછળ ત્રણ વર્ષમાં સાત કરોડનું આંધણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીધામ: કંડલા પોર્ટમાં અંદાજે ૨૭૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. કર્મચારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય અવરજવરની સુવિધાઓ માટે પોર્ટ દ્વારા ૪૦ જેટલા વાહનો વસાવવામાં આવ્યાની સાથે તેના ડ્રાઈવરના પગાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી બાજુ છેલ્લાં ત્રણ વર્ષમાં ભાડેથી વાહન ચલાવીને પણ સુવિધા આપવાની ગોઠવણ કરીને અંદાજે સાત કરોડથી વધુ રકમનો ખર્ચ પોર્ટ દ્વારા કરીને પેટ્રોલ-ડીઝલનો લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. આ ધુમાડા પાછળ કેટલાક લોકોના હાથ કાળા થયા હોવાની બૂમરાડ ઊઠે છે, પરંતુ તેની સામે કોઈ પગલાં ભરાયા હોય તેવું જણાતું નથી. હાલ પણ દોઢેક વર્ષથી કહેવાય છે કે ટેન્ડરના અભાવે એક જ પેઢીનો કોન્ટ્રાક્ટ ચલાવીને રગસીયા ગાડા જેવો વહીવટ ચલાવવામાં આવી રહ્યાની ફરિયાદ ઊઠી રહી છે.

અંદાજે બે વર્ષ પછી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે તેનું કંઈ પરિણામ આવ્યું નથી. આ બાબતે પણ કંઈક નવાજૂની થાય તેવી શક્યતાઓ જાણકારો દ્વારા જાણવા મળી હતી.

કંડલા પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અધિકારી કક્ષાના કર્મચારીઓને વાહનની સુવિધા પૂરી પાડવા માટે પોર્ટ દ્વારા પગલાં ભરવામાં આવે છે જે-તે વાહનો વર્ષો પહેલા વસાવવામાં આવ્યા હતા તેની સાથે-સાથે અધિકારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય સુવિધા માટે પણ વાહનના ફાળવણી કરવામાં આવી હતી.

વાહન સાથે જાતે ડ્રાઈવરો પણ આપવામાં આવ્યા છે જેનો પણ લાખો રૂપિયાનો ખર્ચ પગાર પોર્ટની તિજોરીમાંથી કરવો પડે છે. અંદાજે ૪૦ જેટલા વાહનો ભાડે રાખીને દર વર્ષે અંદાજે બે કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ ભાડના વાહનથી છેલ્લા ત્રણ વર્ષમાં સાત કરોડનું આંધણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

----------------------------

પાટણમાં ઘાસચારો-પાણી ન મળતા ૭૦ ટકા માલધારીઓની હિજરત



(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: પાટણ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત સમી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા ઊભી થઈ છે જેના કારણે ૭૦ ટકા ઉપરાંત માલધારી પરિવારોને પોતાના માલઢોરના નિર્વાહ માટે હિજરત કરવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમી તાલુકાના કુલ ૫૮ ગામોમાંથી ૨૦ જેટલા ગામોના ૨૮૦ માલધારી પરિવારો અત્યાર સુધી માદરે વતનને અલવિદા કરી ચૂક્યા છે. ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે સરકાર દ્વારા સમી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરાયો છે, પરંતુ આજદિન સુધી આ વિસ્તારના ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું નથી. તાલુકાના મોટાભાગના ગામડાઓના તળાવો ખાલી પડ્યા છે, આવી વિકટ સ્થિતિમાં માલધારીઓને પોતાના પશુઓનો નિર્વાહ મુશ્કેલ બનતા તાલુકાના ૫૮ ગામોમાંથી ૨૦ જેટલા ગામોમાં માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી હતી. આ ગામોના માલધારી વસાહત માનવ વસ્તીવિહીન બનતા માલધારીના વસવાટો સૂમસામ બની ગયા છે ત્યારે તાલુકાના ગામડાઓમાં વહેલામાં વહેલી તકે ઘાસચારો મળતો થાય તેવી લોકમાગ ઊઠી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

744hT6Eg
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com