6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમદાવાદમાં પણ પીવાના પાણીની પારાયણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતા પાણીની સમસ્યા વધુ કથળી રહી છે. ગુજરાતના ગામડોઓમાં તો પાણીની સમસ્યા સાથે મોટાં શહેરોમાં પણ પાણીની ભારે તંગી સર્જાઈ છે. ત્યારે રમઝાન મહિનો ચાલતો હોવાથી પાણી ન મળતા મકતમપુરાના રહીશો વોર્ડ ઓફિસ ખાતે માટલા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં આસપાસના સ્થાનિકો સાથે મહિલાઓએ માટલાઓ ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે. ત્યારે ગોમતીપુરમાં વોર્ડમાં છેલ્લા એક મહિનાથી લોકોને માત્ર ૨૦ મિનિટ પાણી આપવામાં આવે છે. જેથી લોકો ઘરવપરાશ માટે પણ પાણી ભરી શકતા નથી. રહીશો દ્વારા પાણીની સમસ્યાને લઈ મનપામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h52r521
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com