7-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાત કોલેજ ખાતે વીવીપેટથી મતગણતરી કેવી રીતે કરવી તેની તાલીમ અપાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : ગાંઘીનગરમાં લોકસભા ૨૦૧૯ની મતગણતરીને લઈને આવતીકાલે મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્ક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના તમામ આરઓ અને એઆરઓ અધિકારી પણ હાજર રહેશે. આ બેઠકમાં વીવીપેટને લઈને તાલીમ આપવામાં આવશે. આ સાથે સાથે બેઠકમાં વીવીપેટથી મતગણતરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન અપાશે.

મતગણતરીમાં ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકોની મતગણતરીઓની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

લોકસભાની ચૂંટણીને લઈને વીવીપેટ તાલીમ માટે ગુજરાતના અધિકારીઓને ચેન્નાઈ તાલીમ માટે મોકલ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને આગામી ૨૩ તારીખે યોજાનારી મતગણતરીને લઇને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લેવામાં આવેલા વીવીપેટ મશીનની તાલીમને લઇને આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તમામ આરઓ અને એઆરઓ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આ બેઠકમાં વીવીપેટ મશીનમાં મતગણતરીને લઇને માર્ગદર્શન આપશે. ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

------------------------------

માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટેનું ૬૨.૩૨ ટકા પરિણામ



(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક), પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ તમામ વિષયોને આવરી લેતું હતું. આ પરીક્ષામાં ૧,૮૬,૭૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના ૧,૨૦,૮૬૨ હાજર રહ્યાં હતા, જ્યારે ૬૫,૮૭૬ ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષાનું કુલ પરિણામ ૬૨.૩૨ ટકા જાહેર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા તારીખ ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રવિવારના દિવસે આ પરીક્ષા લેવામાં આવી હતી. થોડા સમય પૂર્વે પરિણામ જાહેર ના કરવા બદલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, ચૂંટણી આચારસંહિતાને લઈને બોર્ડ પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હોવાની સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.

------------------------------

ભાવનગરમાં વિદ્યાર્થી ગાંજા સાથે પકડાયો



(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગર: શહેરની એસઓજી પોલીસે ભાવનગરની એક કૉલેજમાં બીબીએમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ૧૧ પેકેટ ગાંજા સાથે ઝડપી પાડયો હતો. પોલીસને પ્રાથમિક તપાસ કરતા વિદ્યાર્થી ઇ પેમેન્ટથી અમદાવાદથી પાર્સલ મંગાવતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસને બાતમીના આધારે છટકું ગોઠવી એસઓજીએ સ્કૂટર ઉપર જતા યુવકની તપાસ કરતા તેની પાસેથી ગાંજો મળતા તેની અટકાયત કરી પોલીસે તેની પૂછપરછ કરતા તે ભાવનગરની એક કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતો હતો. તેની પાસેથી પોલીસે ૧૧ પેકેટ ગાંજો જપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થી ઇ પેમેન્ટથી અમદાવાદથી પાર્સલ મંગાવતો હતો. વિદ્યાર્થી અને તેના મિત્રો ગાંજાના રવાડે ચડી ગયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p356E0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com