6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિનો આપઘાત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળી રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે યુવકનાં મોત બાદ એક ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસે પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરતો પત્નીનો ઓડિયો પણ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં પતિ કહી રહ્યો છે કે, મને ૬ મહિના વધુ જીવવા દે. જેના જવાબમાં પત્ની કહે છે કે, ના, તમારે બે મહિનાની અંદર જ આત્મહત્યા કરવી પડશે. આ ઓડિયો ક્લિપ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે કે ગુડિયા દેવીએ પોતાના પતિ અંજની કુમારને આત્મહત્યા માટે મજબૂર કર્યા હતા. પત્નીએ પોતાના પતિને એટલી હદે માનસિક પરેશાન કર્યો હતો કે તેણે પોતાનું જીવન ટૂંકાવવુ પડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારનાં પાંચ વર્ષ પહેલા ગુડિયા દેવી સાથે લગ્ન થયા હતાં, જેમાં અઢી વર્ષનો એક પુત્ર હતો. પરંતુ લગ બાદ દંપતી વચ્ચે નાની નાની વાતમાં ખટરાગ શરૂ થયો.

બાદમાં પત્નીએ પતિ સામે બે વખત પોલીસ ફરિયાદ પણ કરી હતી, જેથી યુવક પોલીસ અને કોર્ટનાં ધક્કા ખાઈ કંટાળ્યો હતો. એક તરફ પત્નીનો માનસિક ત્રાસ તો બીજી તરફ કોર્ટ કચેરીનાં ધક્કાની વચ્ચે પીસાઈ રહેલી જિંદગીનો અંત યુવકે ઝેરી દવા પીને લાવ્યો હતો. તેના મોત બાદ એક ઓડિયો ક્લિપ પોલીસ સામે આવી અને જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

-----------------------------

બનાસકાંઠામાં રસ્તામાંથી મળેલા ૧૫ તોલા દાગીના માલિકને પરત કર્યા



(અમારા પ્રતિનિધિ તરફથી)

બનાસકાંઠા: ગુજરાતમાં અવાનવાર ચોરી અને ચીલઝડપની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં એક ઘટના એવી સામે આવી હતી કે જેમાં એક રાહદારીએ તેને મળેલા સોનાના દાગીના તેના મૂળ માલિકને પરત કર્યા હતા. બનાસકાંઠાના લાખણીના અઠવાડિયા ગામની એક મહિલા બાઈક પર બેસી લગ્નમાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં ૧૫ તોલા સોનાના દાગીના પડી જતા તેણે શોધખોળ શરૂ કરી હતી જેમાં પરિવારે ખોવાયેલા દાગીના અંગે સોશિયલ મીડિયામાં મેસેજ પણ પોસ્ટ કર્યા હતા. જોકે, આ દરમિયાન રાણાજી રાજપૂત નામનો શખ્ાસ અઠવાડિયા ગામમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાંથી આ દાગીના મળી આવ્યા હતા. આ શખ્ાસે પ્રમાણિકતા દાખવી દાગીનાના માલિકને શોધી દાગીના પરત કર્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

65n033
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com