6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફરી એક વાર મોંજોલિકા બિવડાવશે

બાર વર્ષ પહેલાં જ્યારે અક્ષયકુમાર અને વિદ્યા બાલનની મનોરંજનથી ભરપૂર ફિલ્મ ‘ભુલભુલૈયા’ આવી હતી ત્યારે દર્શકોને ખૂબ જ ગમી હતી. વિદ્યાના મોંજોલિકાના પાત્રની સમીક્ષકોએ પણ પ્રશંસા કરી હતી. અક્ષયના અભિનયને પણ જબરદસ્ત ગણાવ્યો હતો. બૉલીવૂડમાં ખૂબ જ ગાજેલી હૉરર કૉમેડી ડ્રામા ‘ભૂલભૂલૈયા’ની સીક્વલ બનાવવાની અફવાઓ તો ઘણા સમયથી ઊડી રહી હતી, પણ હવે આ અફવા સાચી પડી રહી હોય તેવું લાગે છે.

સ્વાભાવિક છે કે ફિલ્મમાં વિદ્યા અને અક્ષયના પાત્રની છબી આજે પણ લોકોને યાદ છે. ઊડતી ઊડતી ખબર આવી છે કે, ફિલ્મનું નામ રજિસ્ટર કરાયું છે અને હવે તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે સ્ક્રિપ્ટ રાઇટર ફરહાદ સામજી સાથે ફિલ્મ અંગેની ચર્ચાવિચારણા કરી હતી. તેથી હવે ફરહાદ સામજી ફિલ્મની સીક્વલનું લેખન અને દિગ્દર્શનનું કામ સંભાળશે, પણ કાસ્ટિંગ માટે નવા ચહેરાઓ લેવામાં આવશે. થોડા સમય બાદ કાસ્ટિંગનું કામ શરૂ કરવામાં આવશે. અક્ષયકુમારની વાત કરીએ તો હાલમાં તે તેની આગામી ફિલ્મ ‘હાઉસફુલ ફોર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફરહાદે પણ અગાઉ સાજિદ નડિયાદવાલાની સાથે વર્ષ ૨૦૦૪માં ‘એન્ટરટેઇન્મેન્ટ’ અને ૨૦૧૬માં આવેલી ‘હાઉસફુલ થ્રી’ જેવી હિટ ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. ઉપરાંત રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’, અહમદ ખાનની ‘બાગી થ્રી’ અને અક્ષય કુમારની ‘લક્ષ્મી બૉમ્બ’ જેવી ફિલ્મોમાં લેખક તરીકે કામ કરી રહ્યા છે.

ભૂષણ કુમાર પણ બી.આર. ચોપડાની ડ્રામા ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની રિમેક બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. નોંધપાત્ર છે કે ‘મિશન મંગલ’ ફિલ્મમાં અક્ષય અને વિદ્યા બાર વર્ષ બાદ સાથે કામ કરવા જઇ રહ્યા છે તેથી ‘ભુલભુલૈયા’માં અક્ષય અને વિદ્યા ફરી એક વાર સાથે આવશે કે નહીં એ વાતનો ખુલાસો હજુ કરવામાં આવ્યો નથી. ઉપરાંત આ વર્ષમાં દર્શકોને આ હૉરર કૉમેડી ડ્રામા જોવા મળશે કે નહીં તે જાણવું પણ રસપ્રદ રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષયની ચારથી પાંચ ફિલ્મો રિલીઝ થશે તેમાંથી કરણ જોહરની ફેમિલી ડ્રામા ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’નો પણ સમાવેશ થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i7H62s
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com