6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઝિંદગી મિલી દોબારા

ગપસપ-મૌસમી પટેલએક વખત સ્ટારડમના સ્વાદ ચાખી લીધા બાદ કોઈ પણ ક્ષેત્રે નિષ્ફળતા પચાવવાનું અઘરું થઈ જાય છે અને એનાથી પણ અઘરું હોય છે એ નિષ્ફળતામાંથી બહાર આવીને ફરી એક નવી શરૂઆત કરવાની. જોકે, આપણી લાડકી કૅટબેબી સફળતા, બાદ નિષ્ફળતા પણ પચાવી ગઈ અને હવે તે અલી અબ્બાસની ફિલ્મ ‘ભારત’ અને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’થી ફરી એક વખત સફળતાની રાહ પર ચાલી નીકળવાની તૈયારી કરી રહી છે. ૨૦૦૫ની ‘સરકાર’ ફિલ્મથી લોકોના ધ્યાનમાં આવેલી આ અભિનેત્રી ઘણા સંઘર્ષ પછી અને પુષ્કળ ટીકાઓનો સામનો કર્યા બાદ એક મુકામે પહોંચી છે. આજે એ અભિનેત્રી તરીકે પોતાનો પુનર્જન્મ થયો હોવાનું અનુભવે છે.

આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’ને મળેલી નિષ્ફળતાને ખંખેરીને ફરી એક નવો એકડો ઘૂંટવાની શરૂઆત કરનારી કૅટ કહે છે કે ‘હમણાં હું ખૂબ જ પૉઝિટિવ ફિલ કરી રહી છું. કામ એ મને હંમેશા આનંદ આપે છે અને અત્યારે હું એક નવા જ તબક્કામાં પ્રવેશી ચૂકી છું એવું મને લાગી રહ્યું છે. આ નવા તબક્કામાં હું સતત કંઈકને કંઈક નવું શીખી રહી છું. મારી આસપાસ મને ક્રિયેટીવ અને રચનાત્મક લોકાનોે જ સાથ સહકાર મળી રહ્યા છે અને તેમની પાસેથી સતત કંઈક નવું ઘણું બધું જાણવા મળે છે મને.’

કૅટરિના ડિરેક્ટર આનંદ એલ. રાય વિશે વાત કરતાં કહે છે કે ‘આનંદ રિયલ લાઈફમાં ખરેખર એક ઉમદા માણસ છે, તેણે જ મને ‘ઝીરો’ના શૂટ વખતે મારા ઈમોશનલ સીન ખૂબ જ ઊંડાણથી સમજાવ્યા, જેથી હું એ સીનને ન્યાય આપી શકું. ફિલ્મ ભલે ફ્લૉપ ગઈ, પણ રિયલ લાઈફમાં મને આ ફિલ્મ ઘણું બધું શીખવાડી

ગઈ છે.

------------------------------

લાઈફ ઈઝ બ્યુટિફુલ

પ્રોફેશનલ લાઈફની સાથે સાથે કૅટે અંગત જીવનમાં પણ ઘણા બધા ઉતાર-ચઢાવ જોયા છે. સલમાન ખાન સાથેની નિકટતા અને ત્યાર બાદ તો એ રણબીર કપૂર સાથે પરણી જ જશે એ હદે વાત પહોંચી ગઇ હતી. જોકે, પછી એ સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું. આ બધા ઉતાર-ચઢાવથી તે જરા પણ નિરાશ કે હતાશ નથી થઇ. એની કબૂલાત કરતાં તે કહે છે કે ‘વ્યક્તિગત જીવનમાં હું ઘણી બધી બદલાઈ ગઈ છું. હું ખૂબ જ પ્રામાણિકપણે સ્વીકારું છું કે હું જેવી છું એવી જ દેખાઉં છું. જીવન ખૂબ જ સુંદર છે અને એની સાથે એક વાત એ પણ છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં જાતજાતના અનુભવામાંથી હું પસાર થઇ છું અને એ અનુભવોએ મારું ઘડતર કર્યું છે. મને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે.

------------------------

ઈમોશનલ ફ્રન્ટ

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવનના અનુભવોને કારણે કૅટરિનાને કેટલાય એવા રસ્તા પરથી પસાર થવું પડ્યું છે, જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું નહોતું. જીવનમાં આવેલા આ ભાવનાત્મક ચઢાવ-ઉતારમાંથી પણ પોતે ઘણું બધું શીખી હોવાની કબૂલાત તે ખૂબ જ સહજતાથી કરે છે. આ ઈમોશનલ ટ્વીસ્ટને કારણે કૅટબેબીનો જીવન તરફ જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે.

------------------------

પરિવર્તન હી હૈ નિયમ..

એક અભિનેત્રી તરીકે આવેલા પરિવર્તન વિશે પૂછતાં જ કૅટ કહે છે કે, ‘જ્યારે પણ હું લોકો પાસેથી સાંભળું છું કે એક અભિનેત્રી તરીકે તેઓ મારી અંદર પરિવર્તન આવેલું જુએ છે, ત્યારે મને એ સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. મારી પહેલી ફિલ્મથી લઈને અત્યાર સુધી મારી અંદર ઘણાં બધા બદલાવ આવ્યા છે, એ હું જાણું છું. અલબત્ત જ્યારે લોકો પાસેથી એ વાત જાણવા મળે ત્યારે એનો આનંદ અલગ જ હોય છે. આપણી મહેનતની નોંધ લેવાય એ કોને ન ગમે?’આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1U3183
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com