6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્લો ઓવર-રેટના બીજા ગુના બદલ મોર્ગન એક વન-ડેમાંથી સસ્પેન્ડ

દુબઈ: ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગનને મંગળવારે પાકિસ્તાન સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ દરમિયાન તેની ટીમના ધીમા ઓવર-દર માટે એક વન-ડે મેચમાંથી સસ્પેન્ડ કરવામાં અને તેની મેચ-ફીની ૪૦ ટકાની રકમનો દંડ કરવામાં આવ્યો હતો. આઈ. સી. સી.ની એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસને ઈંગ્લેન્ડે નાખેલી બે ઓવર ઓછીની ગણતરીમાં મોર્ગનને દંડ ફરમાવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમના અન્ય ખેલાડીઓને મેચ-ફીની ૨૦ ટકાની રકમનો દંડ કરાયો હતો.મોર્ગન ગઈ ૨૨મી ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે બાર્બેડોઝ ખાતેની વન-ડે મેચમાં પણ ઓછા ઓવર-દર માટે કસૂરવાર ઠેરવાયો હોવાથી ૧૨ મહિનાના ગાળામાં આવી બીજી ભૂલના કારણે તેને એક મેચમાંથી સસ્પેન્ડ કરાયો હતો કે જે કારણે તે નોટિંગહામમાં શુક્રવારે ચોથી વન-ડે મેચમાં રમી શકશે નહીં. (પી.ટી.આઈ.) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5m7y4541
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com