24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતની વર્લ્ડ કપ ટીમમાં વધુ એક સારા ફાસ્ટ બોલરની ગેરહાજરી: ગંભીર

મુંબઈ: ક્રિકેટરમાંથી રાજકરણી બનેલા ગૌતમ ગંભીરનું માનવું છે કે ભારતની વર્લ્ડ કપની ટીમમ્ાાં વધુ એક સારો ફાસ્ટ બોલર ઓછો છે.

બે વારના વર્લ્ડ કપ વિજેતા ભારત આ વેળાની સ્પર્ધામાં પોતાનો સંગ્રામ દક્ષિણ આફ્રિકા સામે સધમ્પ્ટન ખાતે પાંચમી જૂને પોતાની પહેલી મેચથી શરૂ કરશે.

"મારું માનવું છે કે ભારતની ટીમમાં વધુ એક સારા ફાસ્ટ બૉલરની અછત છે. (જસપ્રીત) બુમરાહ, (મોહંમદ) શમી અને (ભુવી) ભુવનેશ્ર્વર કુમારને વધુ સહકારની જરૂર છે, એમ ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજયી ખેલાડી ગંભીરે અહીં એક કાર્યક્રમમાં કહેતા ઉમેયુર્ં હતું કે ભારત પાસે બે ઓલ-રાઉન્ડરમાં હાર્દિક પંડ્યા અને વિજય શંકર છે એની દલીલ કરી શકાય છે, પણ તેઓના સમાવેશથી ટીમના સંગઠનમાં ફરક પડી શકે છે.

ગંભીર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ દિલ્હીની બેઠક માટે લોકસભાની ચૂંટણીમાં ઊભો છે.

ગંભીરે વધુમાં કહ્યું હતું કે આ વેળાના આઈ. સી. સી. વર્લ્ડ કપમાં બધી ટીમ એકબીજા સામે રમનાર હોવાથી રસાકસી જામશે અને છેવટે ખરી વર્લ્ડ ચૅમ્પિયન ટીમ બહાર આવશે.

ગંભીરે ભારત જોડે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડને સ્પર્ધા માટે પ્રબળ ગણાવી હતી. (પી.ટી.આઈ.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

11E8wv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com