7-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્ટેન, રબાડા વર્લ્ડ કપની પહેલી મૅચ માટે ફિટ થવાની તૈયારીમાં : કોચ

કેપટાઉન: ડેલ સ્ટેન અને કેગિસો રબાડાની દક્ષિણ આફ્રિકાના અગ્રણી ફાસ્ટ બૉલરોની જોડી વર્લ્ડ કપમાં આયોજક ઈંગ્લેન્ડ સામે મહત્ત્વની પોતાની પહેલી મેચમાં રમવા માટે ફિટ બની રહેશે, એમ કોચ ઓટિસ ગિબ્સને કહ્યું હતું.

દક્ષિણ આફ્રિકા સ્પર્ધાની ફેવરિટ ઈંગ્લેન્ડની ટીમ જોડે ૩૦મી મેએ સ્પર્ધાના આરંભિક દિવસે રમનાર છે અને તે પોતાના બે શ્રેષ્ઠ ફાસ્ટ બૉલરની પૂરી ફિટનેસ માટે આશા રાખે છે.

સ્ટેન અને રબાડા બંને ઈજાના કારણે આ વેળાની આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં બધી મેચમાં ભાગ લઈ શક્યા ન હતા, જોકે રબાડાએ અધવચ્ચેથી સ્વદેશ રવાના થવા પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમ વતી રમતા ૨૫ વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝ (બાર્બેડોઝ)ના ભૂતપૂર્વ ઝડપી ગોલંદાજ ૫૦ વર્ષના ગિબસને કહ્યું હતું કે તે બંને ફાસ્ટ બૉલર ઈજાની સારવારમાં ઝડપથી સાજા થઈ

રહ્યા છે. (પી.ટી.આઈ.) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1pH74P8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com