18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વેકેશનના સમયગાળા દરમિયાન ઘરમાં થતી ચોરીનું પ્રમાણ ઘટ્યું

મુંબઇ: એપ્રિલ અને મે મહિનાના મોટા વેકેશન દરમિયાન મોટા ભાગના પરિવારો ફરવા અથવા ગામમાં જવાનું પસંદ કરતાં હોય છે ત્યારે ઘરમાં થતી ચોરીનું પ્રમાણ વધી જાય છે. છેલ્લાં અમુક વર્ષની તુલનામાં ગયા વર્ષે તેનું પ્રમાણ ઓછું થયું હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષ ૨૦૧૬માં એપ્રિલ-મેના સમયગાળા દરમિયાન ઘરમાં થતી ચોરીના ૪૩૮ ગુનાઓ નોંધાયા હતાં, જે વર્ષ ૨૦૧૮માં ઘટીને ૩૩૪ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રહેવાસીઓએ ફરવા અથવા ગામમાં જવા પહેલા રાખેલી સતર્કતાને કારણે ઘરમાં થતી ચોરીના બનાવો ઓછા

થયાં છે.

બાળકોની પરીક્ષા ખતમ થયા બાદ બહારગામ જનારા પરિવારોની સંખ્યા વધુ હોય

છે. આ બંને મહિનામાં ઇમારતોમાંના ઘર બંધ હોવાનો ફાયદો ઉઠાવીને ઘરમાં ચોરીના બનાવો બનતા હોય છે.

વેકેશનના સમયગાળા ઉપરાંત જુલાઇ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મોટા ભાગની ઝૂંપડપટ્ટીઓમાં ચોરીના બનાવ બનતા હોય છે.

વરસાદી વાતાવરણને કારણે રસ્તા પર ઓછી હિલચાલ થતી હોય છે અને તેથી ચોર ઘરમાં ચોરી કરે છે, જેથી તેને જલદીથી પકડી શકાય નહીં. એપ્રિલથી ઑગસ્ટ મહિના દરમિયાન ઘરમાં સૌથી

વધુ ચોરી થતી હોવાનું જાણવા મળ્યું હતું.



ઘરમાં થતી ચોરીનું પ્રમાણ

વર્ષ/મહિના એપ્રિલ મે જૂન જુલાઇ ઑગસ્ટ સપ્ટેમ્બર

૨૦૧૮ ૧૬૫ ૧૬૯ ૧૫૪ ૨૦૩ ૨૦૭ ૨૦૫

૨૦૧૭ ૧૮૨ ૨૦૨ ૧૫૭ ૨૦૭ ૨૦૬ ૨૪૦

૨૦૧૬ ૨૦૫ ૨૩૩ ૨૦૫ ૨૬૭ ૨૩૬ ૨૧૬

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6444M54
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com