26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શરદ પવારના નિવેદનને અજિત પવારે જ આપ્યો રદિયો

ઈવીએમ અંગે ઉપસ્થિત કરવામાં આવેલી શંકાને અયોગ્ય ગણાવતાં કહ્યું કે એવું હોત તો પાંચ રાજ્યોમાં સત્તા પરિવર્તન જ ન થયું હોત



(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એનસીપીના નેતા અજિત પવારે ઈવીએમ સંદર્ભે એનસીપી સુપ્રીમો શરદ પવાર દ્વારા કરવામાં આવેલા નિવેદનને રદિયો આપીને સનસનાટી ફેલાવી દીધી છે અને આના પરથી કાકા-ભાત્રીજા વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના એંધાણ મળી રહ્યા છે.

પુણેમાં એક કાર્યક્રમ માટે આવેલા અજિત પવારે ઈવીએમના ઉપયોગ અંગે ઉપસ્થિત કરવામાં આવી રહેલી શંકાને પાયાવિહોણી ગણાવતાં કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે ‘જો ઈવીએમ સાથે ચેડાં કરી શકાતા હોત તો પાંચ રાજ્યોમાં ભાજપનો પરાજય થયો ન હોત.’

અજિત પવારે પાંચ રાજ્યોના નામ આપ્યા નહોતા, પરંતુ જે પાંચ રાજ્યોમાં આવી સ્થિતિ સર્જાઈ એમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમનો સમાવેશ થાય છે, જેની ચૂંટણી ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બરમાં થઈ હતી. આમાંથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે સત્તા ગુમાવી હતી, જ્યારે બાકીના બે રાજ્યોમાં નોંધપાત્ર દેખાવ કરી શકી નહોતી.

બીજી તરફ એનસીપી સુપ્રીમો શરદ પવાર ઈવીએમ મશીનના મુખ્ય ટીકાકાર છે.

અજિત પવારે કહ્યું હતું કે ‘કેટલાક લોકો ઈવીએમને લઈને શંકા ઉપસ્થિત કરે છે. તેમને એવું લાગે છે કે ઈવીએમ સાથે ચેડાં કરી શકાય છે અને આ બાબત લોકશાહીને માટે હાનીકારક છે. મને આવું લાગતું નથી, પરંતુ લોકો આવું કહ્યા કરતા હોય છે. જો આવું હોત તો ભાજપ પાંચ રાજ્યોમાં હાર્યું જ ન હોત.’

અજિત પવારે આ પહેલી વખત ઈવીએમનો બચાવ કર્યો નથી. આ પહેલાં પણ ગયા વર્ષે ૩૦ ઓક્ટોબરે તેમણે નાગપુરમાં ઈવીએમનો બચાવ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પવારે કહ્યું હતું કે ઈવીએમમાં ઘડિયાળને આપેલો મત કમળને ગયો હોવાનું મેં મારી આંખે જોયું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Le2p2V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com