6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૈતરણામાં ટ્રેનમાંથી નારિયેળ ફેંકતા યુવતી ઘવાઈ

વૈતરણા રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાંથી કોઈએ નારિયેળ ફેંકતા ૨૧ વર્ષીય યુવતીને ઈજા પહોંચી હતી. વૈતરણાના વાડીવ ગામની ૨૧ વર્ષીય વૃષાલી પાટીલ નામની યુવતી જ્યારે વૈતરણાના ૯૨ નંબરના બ્રિજ પરથી પસાર થઈ રહી ત્યારે કોઈ ચાલતી ટ્રેનમાંથી નારિયેળ ફેંક્યું ત્યારે તેના માથામાં ઈજા પહોંચી હતી. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેના માથામાં ચાર ટાંકા લેવા પડ્યા હતા. ૨૦ દિવસ અગાઉ અહીંના જ ગામની રોહિણી પાટીલ નામની યુવતી બ્રિજ પરથી પસાર થઈ રહી ત્યારે ચાલતી ટ્રેનમાંથી કોઈએ નારિયેળ ફેંકતા યુવતી ઘવાઈ હતી.

આ પ્રકારના વધતા બનાવ મુદ્દે સ્થાનિકોએ કહ્યું હતું કે અહીંના વાડિવ અને વૈતિપડા ગામના સેંકડો રહેવાસીઓને પોતાનો જીવ જોખમમાં મૂકીને બ્રિજ પાર કરવો પડે છે. વૈતરણા રેલવે સ્ટેશન પહોંચવા માટે પુલની નજીકના એક સાંકડા રસ્તામાંથી પસાર થવું પડે છે એના સિવાય લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલું જ નહીં, સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ બ્રિજની હાલત ખરાબ છે, પરંતુ રેલવે પ્રશાસનને બ્રિજ રિપેરિંગ કરવાની જરૂરિયાત નહીં હોવાથી હાથ ઊંચા કરી લીધા હોવાનું જણાવાયું હતું.

અહીંના લોકો ભરતીના સમયે દરિયામાં નારિયેળ ફેંકવાની પરંપરા હોવાથી લોકો આ પ્રકારના અકસ્માતનો ભોગ બનતા હોય છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.બોલો, કઈ રીતે જશો?

જોખમી બ્રિજના મરમ્મત યા નવા બનાવવાની કવાયત હાથ ધરવામાં આવતા પશ્ર્ચિમ રેલવેમાં દાદરના બ્રિજને મરમ્મત માટે મંગળવારથી બંધ કરાયો હતો. જોકે, દાદરના ચાર નંબરના પ્લૅટફૉર્મ પરથી લોકો સીડીનો ઉપયોગ ન કરે તેના માટે પ્રશાસન દ્વારા પોલીસને તહેનાત રાખવાની સાથે અવરોધ ઊભો કરવા માટે સ્ટીલના બાંકડાથી સીડીને કોર્ડન કરવામાં આવી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l752s82W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com