31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પવિત્ર રમઝાનમાં બોધ આપનારી એક દૃષ્ટાંતિક કથા

મુખ્બિરે ઈસ્લામ - અનવર વલિયાણીરાજદરબારમાંથી એક શખસને તેડું આવ્યું. દરબારી તેડું એટલે કંઈ અનિષ્ટ થવાના એંધાણ. તે થરથરી ગયો. તેડામાંથી છૂટકારાના ઉપાયો શોધવા લાગ્યો. વ્યાકૂળ મને તે એક મિત્રને સહાયાર્થે મળવા ગયો. આ મિત્રની મિત્રાચારીમાં તેણે લગભગ જીવન ખર્ચી નાખ્યું હતું. મિત્રને દરબારી તેડા વિશે વાત કરી. મિત્ર કહે હું મારા કામમાં અતિ વ્યસ્ત છું. તારી સાથે આવવા સમય ફાળવી શકું તેમ નથી, પરંતુ હમણાં મેં નવા વસ્રો સીવડાવ્યા છે તે તને અર્પણ કરું છું. રાજા સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે પહેરજે. નિરાશ થઈ તે બીજા મિત્ર ભણી વળ્યો. તેણે આ મિત્રને પણ વાત દોહરાવી. બીજા મિત્રે જવાબમાં સહાનુભૂતિ દર્શાવી અને સાથે ન આવવા મજબૂરી વ્યક્ત કરી. નાસીપાસ થઈ તે ત્રીજા મિત્ર તરફ વળ્યો. આ મિત્ર જોડે ગાઢ સંબંધ નહોતો તેને મિત્ર નહીં પણ પરિચિત કહી શકાય. ક્યારેક જ મળવાનું થતું હોઈ, સહાય યાચતા સંકોચ થતો હતો, પરંતુ ડૂબતો જણ તણખલું પકડેની ઉક્તિ મુજબ તેણે એ પરિચિતનો સંપર્ક સાધ્યો. આ પરિચિતે તેને સાંત્વના અને હિંમત બંધાવી અને પોતે તેની સાથે નિરંતર રહેવાની પ્રતિબદ્ધતા બતાવી તેમ જ આપત્તિજનક હોય તો તેનું નિરાકરણ કરવામાં સહાયનું વચન આપ્યું.

આ દૃષ્ટાંત કથા છે. દરબારી તેડું યમદૂત હતું. તેના આગમનથી સર્વ કોઈ શિથિલ થઈ જાય. નજીવા જીવ-જંતુ અને માણસથી લઈ મહાકાય જલ-જમીન પશુઓ જીવાદોરી લંબાવવા વલખા મારે. તેનો પહેલો મિત્ર ધન હતો અને વસ્ર કફન હતું. યેન-કેન પ્રકારે એકઠું કરેલું ધન માત્ર એક કપડાનો ટુકડો સાથે લઈ જવા આપે તેને પ્રાપ્ત કરવા જીવન ઘસી નાખીએ છીએ. તેને પ્રાપ્ત કરવો જીવનનો ધ્યેય બની જાય છે. બીજું મિત્ર સંતાન હતું. જે કબ્ર સુધી પહોંચાડી દે અને પાછો વળી જાય, તે સાથે ન આવી શકે. અહીં એક વાર્તા છે. એક વટેમાર્ગુને ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. તે થાકથી લોથપોથ થઈ ગયો હતો. માર્ગમાં એક કબ્રસ્તાનનું છાપરું જોતાં ત્યાં રાતવાસો કરવાનો નિર્ણય કર્યો. રાત થતા નિદ્રાધીન થઈ ગયો. ઊંઘમાં તેણે એક સપનું જોયું. કબ્રસ્તાનની બધી જ કબરો એકાએક ખુલી ગઈ અને તેમાંથી મૃતકો કફનભેર ભાગ્યા. થોડા સમય પછી બધા પાછા આવ્યા કેટલાકના મુખારવિંદ હર્ષિત હતા. તેમની ચાલમાં જીવ હતો. કફન પરથી સુગંધ પ્રસરી રહી હતી અને તેના પર પુષ્પો લાગેલા હતા. કેટલાકના પર નિરાશા અંકિત હતી. તેઓ ઢસળાતા ચાલતા હતા. કફન પ્રદૂષિત હતા. વટેમાર્ગુએ આનું કારણ પૂછતાં પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે આજે જુમ્મા (શુક્રવાર)ની રાત્રે બધા મૃતકો પોતાના સ્વજનો, સંબંધીઓને ઘરે જાય છે. જે મૃતકોના સ્વજન તેને ફાતેહા અર્પે છે અને તેના નામે દાનધર્મ કરે છે તે ખુશ થઈ પાછા ફરે છે અને જે મૃતકોના સ્વજન તેમને યાદ કરતા નથી તે નિરાશ વદને પાછા ફરે છે. સંતતિ જીવ્યે જાણે અને મૃત્યુ પછી ખેવના કરે તે વરદાન સમાન. આ ભાઈનો ત્રીજો મિત્ર સુકર્મો એટલે કે નેકી કરનારો હતો. ભલાઈ નિરંતર સાથે જ રહે છે. કોઈનો ક્યાશ કાઢવા તેની ‘પાસે’ શું છે તે જોવાય છે. દાખલા તરીકે જર-જમીન, માલોદૌલત વગેરે. પરંતુ નિર્ણાયક દિને ‘પાસે’ શું હતું તે નહીં પણ ‘સાથે’ શું છે પૂછવામાં આવશે. સાથે સુકર્મો જ આવશે. પ્રતિદિન નેકીની પોટલીમાં કંઈક ઉમેરતા રહેવું.

એક કબ્રસ્તાનના દરવાજા પાસે લખેક આ પંક્તિઓ મોમીન બંદાને નસિહત (બોધ) આપનારી બની રહેવા પામશે.

મંઝિલ તો તેરી યહી થી

જિંદગી ગુજાર દી યહાં આતે આતે

ક્યા મિલા તુજે તેરી દુનિયા સે?

અપનોને હી દફના દિયા જાતે જાતે

વ્હાલા વાચક મિત્રો! વર્ષના ત્રણસો પાંસઠ દિવસ બોધ આપનારી આ દૃષ્ટાંત કથા ખાસ કરીને અત્યારે ચાલી રહેલા રમઝાન મુબારકમાં રોજ એક વખત વાંચી દિવસનો પ્રારંભ કરશો. બારે માસ, જિંદગી જ્યાં સુધી હશે ત્યાં સુધી માર્ગદર્શક બની રહેવા પામશે. આમીન. - આબિદ લાખાણી

* * *

છેતરનારો વૈભવ

‘આ દુનિયાની જિંદગી એક છેતરનાર વૈભવ સિવાય બીજું કશું નથી.’

(પવિત્ર કુરઆન)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

hp8633Vy
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com