18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૈશ્ર્વિક સોનામાં તેજીને બ્રેક: રૂપિયો સુધરતા સ્થાનિક સોનામાં ₹ ૨૦નો ઘટાડો, ચાંદીમાં ₹ ૧૦૦ વધ્યા

મુંબઈ: અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરનો વાટાઘાટો મારફતે ઉકેલ આવે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો થતાં તેજીને બ્રેક લાગી હતી અને ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. વૈશ્ર્વિક સોનામાં તેજી અટકી હોવાના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો આવતાં આયાત પડતરોમાં ઘટાડો થતાં સ્થાનિકમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૦નો સુધારો આવ્યો હતો. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉરના મુદ્દે ચાલી રહેલી વાટાઘાટોમાં સકારાત્મક ઉકેલ આવે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સોનામાં રોકાણલક્ષી માગમાં ઘટાડો થયો હતો. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૨૯૬.૪૯ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૨૯૭.૨૦ ડૉલરની સપાટીએ રહ્યા હતા. જોકે આજે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૪.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦ના સુધારા સાથે રૂ. ૩૭,૨૪૫ની સપાટીએ રહ્યા હતા.

જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો આવતાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૨,૨૫૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૨,૩૮૨ની સપાટીએ રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવાના અહેવાલ હતા.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

85q65884
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com