31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નિર્વાણ અને પરિનિર્વાણનું નિમિત્ત સાધે બુદ્ધપૂર્ણિમા

ગણિત અગણિત-ભાવિક સંઘવીશ્રીલંકા, નેપાળ, તિબેટ, બંગલાદેશ, ભુતાન, ભારત અને ફિલિપાઈન્સ, સિંગાપોર, વિયેતનામ, થાઈલૅન્ડ, કમ્બોડિયા, લાઓસ, મલયેશિયા, મ્યાનમાર અને ઈન્ડોનેશિયા જેવા દક્ષિણ એશિયાના દેશોમાં તથા વિશ્ર્વભરમાં અન્ય ઠેકાણે તથા બૌદ્ધો બૌદ્ધપૂર્ણિમાની પરંપરાગત રજા અલગ અલગ દિવસે પાળવામાં આવે છે. ક્યારેક આ દિવસને અનૌપચારિકપણે ‘બુદ્ધના જન્મ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર તો આ દિવસ થેરવાદ અથવા દક્ષિણી પરંપરામાં ગૌતમ બુદ્ધના જન્મ, સાક્ષાત્કાર-આત્મજ્ઞાન (નિર્વાણ) અને નિધન (પરિનિર્વાણ)નું નિમિત્ત સાધે છે. આને ‘બૌદ્ધજયંતી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બુદ્ધપૂર્ણિમાની ચોક્કસ તારીખ એશિયન લ્યુનીસોલર કેલેન્ડરના આધારે એટલે કે સૌરવર્ષમાં ચંદ્રની કળા દર્શાવતા કેલેન્ડરના આધારે નક્કી થાય છે અને બૌદ્ધ કેલેન્ડર તથા હિન્દુ કેલેન્ડર અનુસાર મુખ્યત્વે વૈશાખ મહિનામાં ઉજવવામાં આવે છે અને એટલે તે વૈશાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. આ વર્ષે ભારતમાં આ ઉત્સવ ૧૮મી મે (શનિવારે) મનાવાશે.

બૌદ્ધવાદી કેલેન્ડરને અનુસરતા થેરવાદ રાષ્ટ્રોમાં આ દિવસ પૂર્ણ ચંદ્રના ઉપોસથ દિવસે એટલે કે ચંદ્રના પાંચમા કે છઠ્ઠા મહિનામાં આવે છે. ચીન, જાપાન અને કોરિયામાં આ ઉત્સવ ચીની કેલેન્ડરના ચોથા મહિનાના આઠમા દિવસે મનાવાય છે. પશ્ર્ચિમી ગ્રેગોરિયન કેલેન્ડરમાં આ દિવસની તારીખ દર વર્ષે જુદી જુદી આવે છે, પણ સામાન્યપણે આ દિવસ એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે. લીપ યરમાં આ ઉત્સવ સંભવત: જૂન મહિનામાં મનાવાય.

વર્ષ ૧૯૫૦માં શ્રીલંકા ખાતે યોજાયેલી વર્લ્ડ ફેલોશિપ ઑફ બુદ્ધિસ્ટ્સની પ્રથમ પરિષદમાં ઔપચારિકપણે ‘બુદ્ધપૂર્ણિમા’ની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વળી બૌદ્ધવાદ ભારતમાંથી ફેલાયો છે તે ઘણી વિદેશી સંસ્કૃતિમાં આત્મસાત્ થયો છે અને તેને પગલે વિશ્ર્વભરમાં નોખી નોખી રીતે તેની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે બૌદ્ધ ધ્વજનું ઉત્સવપૂર્વક સન્માનથી આરોહણ કરવા માટે અને બુદ્ધ, ધર્મ (તેમનો ઉપદેશ) અને સંઘ (તેમના અનુયાયીઓ) જેવા ત્રણ પવિત્ર મૂલ્યોની આરાધનામાં સ્તુતિ ગાવા માટે ચુસ્ત બૌદ્ધવાદી અને અનુયાયીઓને પરોઢ પહેલા પોતાના મંદિરોમાં એકત્ર થવાની વિનંતી કરવામાં આવે છે અને તેમની પાસે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ભક્તો તેમના ગુરુના ચરણે અર્પણ કરવા ફૂલો, મીણબત્તી, અગરબત્તી જેવી સાદી ભેટ લાવે છે. આવી પ્રતીકાત્મક ભેટ અનુયાયીઓને એમ યાદ દેવડાવે છે કે, જેમ સુંદર ફૂલો થોડા સમયમાં કરમાઈ જશે, આ મીણબત્તી અને અગરબત્તી ઓલવાઈ જશે, એમ જિંદગી પણ ક્ષય પામવાની છે, નાશ પામવાની છે.

ભક્તોને કોઈ પણ પ્રકારની હત્યાથી દૂર રહેવાના ખાસ પ્રયાસો કરવાનો આદેશ આપવામાં આવે છે. એ દિવસ પૂરતું શાકાહારી ભોજન લેવામાં ભાગીદાર બનવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. આ દિવસે હજારોની સંખ્યાઓમાં પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓને મુક્ત કરાવાય છે, જેને ‘મુક્તિની પ્રતીકાત્મક પ્રવૃત્તિ’ તરીકે, જીવની ઈચ્છા વિના બંધનમાં રહેલાં, કેદમાં રહેલાં અથવા અત્યાચાર કરાયેલાઓને સ્વતંત્રતા આપવાની ક્રિયા તરીકે જાણવા-ઓળખવામાં આવે છે.

બુદ્ધપૂર્ણિમા ઉજવવાનો એવો પણ અર્થ છે કે, વૃદ્ધો, પંગુઓ અને બીમારો જેવા ઓછા ભાગ્યવાન લોકોના જીવનમાં આનંદ-સુખ લાવવાનો ખાસ પ્રયાસ કરવો. દેશભરમાં બૌદ્ધવાદીઓ રોકડમાં અને વસ્તુમાં ભેટ વિતરિત કરે છે.

આ ઉત્સવનો સમય આનંદ અને સુખનો કાળ છે, જેની અભિવ્યક્તિ કોઈની ભૂખ ભાંગીને માત્રથી નહીં, પણ મંદિરો શણગારીને, સજાવીને, રંગ કરીને તથા જાહેર પ્રસાર માટે બુદ્ધના જીવનમાંથી કેટલાક ફાંકડા પ્રસંગોના દૃષ્યોની રચના કરીને કરવામાં આવે છે.

આત્મજ્ઞાનીને આદરાંજલિ આપવા માટે મંદિરમાં આવનારા અનુયાયીઓને નાસ્તો-ભોજન આપવામાં ભક્ત બૌદ્ધવાદીઓ એકબીજા સાથે જાણે હરીફાઈ કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1G2edb3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com