6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કયા યોગને કારણે સ્ત્રીને ડિલિવરી સમયે ખૂબ કષ્ટ સહન કરવાં પડતાં હોય છે?

એસ્ટ્રોટિપ-ધવલ કાંધિયા



નલિનીએ વહેલી સવાર સવારમાં નવગ્રહસિંહના મોબાઈલ પર ફોન કર્યો અને નવગ્રહસિંહ બોલ્યો, ‘અરે નલિની આટલી વહેલી સવાર સવારમાં તમે મને ફોન કર્યો એની ટેન્શન?’ નલિની બોલી, ‘નો ટેન્શન. એક્ચ્યુલી આજે ઑફિસમાં હું મારી એક ફ્રેન્ડ ફાલ્ગુનીને ક્ધસલ્ટિંગ માટે લઈ આવવાની છું માટે તમે નિર્ગુણકુમારની એક પણ એપોઈન્ટમેંટ ફિક્સ નહીં કરતા. નિર્ગુણકુમાર જ્યારે પણ ઑફિસમાં આવે છે ત્યારે સાહેબનો આખો દિવસ વેસ્ટ કરે છે અને બીજા બધા ક્ધસલ્ટિંગ આપણે નેક્સ્ટ ડે શિફ્ટ કરવા પડે છે. તમને તો ખબર જ છે?’ નવગ્રહસિંહ બોલ્યો, ‘નલિની તમારી વાત એકદમ સાચી છે. આ નિર્ગુણકુમાર જ્યારે પણ ઑફિસમાં આવે છે ત્યારે એક ક્લાયન્ટ લઈ આવે છે અને સાહેબનો આખેઆખો ટાઈમ વ્યસ્ત કરીને જાય છે.’ નવગ્રહસિંહ બોલ્યો, ‘મને હમણાં જ નિર્ગુણકુમારનો ફોન આવ્યો હતો કે આજે મારી પાસે લઈ આવવા માટે એક પણ ક્લાયન્ટ નથી.’ નલિની બોલી, ‘આ બહુ સારું હં. નિર્ગુણકુમાર એકલા આવે તો વાંધો નથી ચૂપચાપ એક ખૂણામાં પડ્યા રહેશે અને આપણે આપણું કામ કરી લઈશું.’ નલિની બોલી, ‘હું ફાલ્ગુનીને લઈને બપોરે ૧૨.૩૦ વાગે ઑફિસમાં આવવાની છું માટે સવારની બધી જ જવાબદારી તમારી છે?’ નવગ્રહસિંહ બોલ્યો, ‘જરાય ચિંતા કરવાની જરૂર નથી, હું ઑફિસ સંભાળી લઈશ’ એમ કહીને નવગ્રહસિંહે ફોન કટ કર્યો.

બરાબર ૧૨.૩૦ વાગે ઑફિસની ડોરબેલ વાગી અને નિર્ગુણકુમારે ઑફિસનો દરવાજો ખોલ્યો અને જોયું તો નલિની એની ફ્રેન્ડ ફાલ્ગુની સાથે ઊભી હતી. નિર્ગુણકુમાર ટોંટ મારતાં મારતાં બોલ્યો, ‘રોજ મારું સ્વાગત કરવા માટે તમે ઊભા હોવ છો એન્ડ નાઉ ઈટ્સ માય ટર્ન.’ નિર્ગુણકુમારે નલિનીને કહ્યું કે ‘હું તમને વિનંતી કરું છું કે તમે અને ફાલ્ગુની સાહેબની કેબિનમાં પધારો. સાહેબ તમારી જ રાહ જોઈ રહ્યા છે.’ નલિની ફાલ્ગુનીને લઈને સાહેબની કેબિનમાં ગઈ. નલિનીએ ફાલ્ગુનીની ઓળખાણ બધા સાથે કરાવી. નલિની બોલી, ‘સાહેબ ફાલ્ગુની મારી ખાસ મિત્ર છે. ફાલ્ગુની એકદમ સુખી છે. હસબન્ડનો ખૂબ સારો ધંધો છે. પણ ફાલ્ગુનીના જીવનમાં એક પ્રસંગ એવો થયો કે એમાં ફાલ્ગુની બહુ બીમાર પડી ગઈ. ફાલ્ગુની લગ્નના ૨ વર્ષ પછી પ્રેગ્નન્ટ થઈ અને એને સાતમા મહિનાથી જ ઘણાં બધાં કોમ્પ્લિકેશન્સ શરૂ થઈ ગયાં હતાં. ડિલિવરી પહેલાં તો ફાલ્ગુનીને ત્રણ વખત હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. અને નવમા મહિનામાં તો એને એટલાં બધાં કોમ્પિલકેશન્સ હતાં કે ડૉક્ટરે કહી દીધું કે ફાલ્ગુનીના કેસમાં નોર્મલ ડિલિવરી ઈઝ ઈમ્પોસિબલ. ફાલ્ગુનીને ત્યાં દીકરી જન્મી અને ત્યાર પછી પણ ફાલ્ગુની પૂરા એક વર્ષ સુધી બીમાર રહી. સાહેબ ફાલ્ગુનીની કુંડળી જુવોને?’ જ્યોતિષવિશારદ સાહેબ હજી તો ફાલ્ગુનીની કુંડળી જુએ એના પહેલાં તો નિર્ગુણકુમારે જ્યોતિષવિશારદ સાહેબને પ્રશ્ર્ન કર્યો કે ‘સાહેબ સ્ત્રી જાતકની કુંડળીમાં એવો કયો યોગ હોય છે કે ડિલિવરી સમયે એને ઘણાં બધાં કોમ્પ્લિકેશન્સ આવે એ જરા જ્યોતિષશાસ્ત્રના આધારે સમજાવશો?’ જ્યોતિષવિશારદ સાહેબ, નલિની સામે જોઈને બોલ્યા કે ‘ફાલ્ગુનીની કુંડળીમાં જરૂર કષ્ટ પ્રસવ યોગ હશે.’ નિર્ગુણકુમાર બોલ્યો, ‘સાહેબ કષ્ટ પ્રસવ યોગ એટલે શું?’ જ્યોતિષવિશારદ સાહેબ બોલ્યા, ‘જન્મ આપનાર મા હોય છે. માતાનો કારક ગ્રહ ચંદ્ર છે. જો કોઈ પણ સ્ત્રી જાતકની કુંડળીમાં ચંદ્રથી ચોથા અને સાતમા ભાવમાં જો સૂર્ય, મંગળ અથવા શનિ જેવા ક્રૂર ગ્રહો બેઠા હોય તો સ્ત્રી જાતકને ડિલિવરી સમયે ખૂબ કષ્ટ સહન કરવાં પડતાં હોય છે એવું જોવામાં આવ્યું છે. આ યોગને કષ્ટ પ્રસવ યોગ કહેવામાં આવે છે.’ જ્યોતિષવિશારદ બોલ્યા, ‘ફાલ્ગુનીની કુંડળી વૃષભ લગ્નની છે. કુંડળીમાં ચંદ્ર કુંભ રાશિમાં દસમા ભાવમાં બેઠો છે. ચંદ્રથી ચોથો ભાવ એટલે લગ્ન ભાવ એમાં સૂર્ય બેઠો છે. અને ચંદ્રથી સાતમો ભાવ એટલે કે કુંડળીનો ચોથો ભાવ જેમાં શનિ બેઠો છે, માટે ફાલ્ગુનીની કુંડળીમાં કષ્ટ પ્રસવ યોગ છે. એટલે ફાલ્ગુનીને ડિલિવરી સમયે ઘણી બધી પીડાઓ સહન કરવી પડી છે.’ આ વાત સાંભળી અને ફાલ્ગુનીની આંખોમાં આંસુ આવી ગયાં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

15Y75j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com