31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિદ્યા બનશે ‘હ્યુમન કોમ્પ્યુટર’

સાઈડ ઍન્ગલ-ચિરાગ ગાંધી



વિદ્યા બાલન હંમેશાં વિષયલક્ષી ફિલ્મો કરવા માટે જાણીતી છે. તે સરળતાથી કરી શકાય તેવા રોલ કરવાને બદલે પડકારરૂપ રોલ કરવાનું વધુ પસંદ કરે છે. પડદા પર પોતે તે રોલમાં એકદમ પરફેક્ટ પણ લાગવી જોઇએ તેનું તે બહુ ધ્યાન રાખે છે. હવે તેના ચાહકો માટે એક મોટી ખુશખબરી છે. જ્યારથી વિદ્યા બાલને સાઉથની હિરોઇન સિલ્ક સ્મિતા પરની બાયોપિક ‘ધ ડર્ટી પિક્ચર’ કરી છે અને તે સુપરહિટ થઇ છે ત્યારથી તે નિર્માતાઓ માટે બાયોપિક માટેની હિટ હિરોઇન મનાય છે. તે પછી તેને બેથી ત્રણ બાયોપિક ઓફર થઇ હતી, તે ફિલ્મો હજુ પાઇપલાઇનમાં છે. પણ હવે તેણે એક નવી બાયોપિક ફિલ્મ સાઇન કરી છે. તેણે

પોતે જ તેની જાહેરાત કરતા કહ્યું છે કે તે

ભારતીય મેથમેટિશિયન શકુંતલા દેવીની બાયોપિકમાં કામ કરવાની છે અને તેમાં તે શકુંતલા દેવીનો રોલ કરશે. આ ફિલ્મ તેણે સાઇન કરી લીધી છે અને તેનું દિગ્દર્શન અનુ મેનન

કરવાના છે.

વિદ્યા બાલને મેથ્સ જીનિયસ શકુંતલા

દેવીના પોતાના રોલ વિશેની જાહેરાત

કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારી આ નવી ફિલ્મ છે. મારા માટે આજનો દિવસ બહુ

મોટો છે.

હું મેથ જીનિયસનો રોલ કરવા માટે બહુ રોમાંચિત છું. મને બહુ રોમાંચ થઇ રહ્યો છે કે હું ભારતના હ્યુમન કોમ્પ્યુટરના જીવનની સાચી કથાને પરદા પર રજૂ કરીશ. તે એક નાના શહેરની ભારતીય છોકરી હતી, જેણે પોતાની બુદ્ધિથી જગતમાં તોફાન મચાવી દીધું હતું. ફિલ્મ ૨૦૨૦માં ઉનાળામાં રજૂ થશે.

શકુંતલા દેવીને જો આજની પેઢી ના જાણતી હોય તો તેના માટે એ જાણવું જરૂરી છે કે તેઓ

ભારતના મેથમેટિકલ વિઝાર્ડ કે ‘માનવ કોમ્પ્યુટર’ હતા. તેમને કોઇ પણ આંકડાનું ગણિત

ગણવા કહો તે તરત જ મગજમાં ગણતરી કરીને ત્વરીત જ મોંઢે કહી દે તેવી તેમની ક્ષમતા

હતી.

તેઓ ગણિતમાં એક્સપર્ટ હતા. તેમની આ વિશેષતા તેમની પાંચ વર્ષની ઉંમરથી જ ખબર પડી ગઇ હતી, જ્યારે તેમણે ૧૮ વર્ષના એક વિદ્યાર્થી માટે મેથ્સનો એક પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો હતો. મેથમેટિશિયન ઉપરાંત તે એસ્ટ્રોલોજર, કૂકબુકના રાઇટર અને નવલકથાકાર પણ હતા. તેમણે જીવનમાં ઘણી સફળતા મેળવી હતી.

વિદ્યા કહે છે, મને આટલી સફળ મહિલાનું પાત્ર ભજવવાની બહુ મજા આવશે. સામાન્ય રીતે

લોકો ગણિત પ્રત્યે એટલા આકર્ષાતા નથી.

આથી આ મારા માટે એક યુનિક વિષય બની રહેશે. આફિલ્મ ‘કહાની’ની ટીમ જ બનાવી રહી છે

આથી મને ફરી તેમની સાથે ફિલ્મ કરવાની મઝા આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

73470cB
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com