31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બેટેે કે લિયે કુછ ભી કરેગા

લાઈમ લાઈટ-પ્રતીક ખંભાતીદીકરી સોનમ કપૂર સાથે ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ માં કામ કર્યા બાદ હવે અનિલ કપૂર દીકરા હર્ષવર્ધન કપૂર સાથે પણ અભિનય કરતો જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી એવું ચર્ચાતુ તો હતું કે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં અનિલ કપૂર અને તેનો પુત્ર હર્ષવર્ધન સાથે કામ કરશે, પરંતુ આ વાતને પુષ્ટિ મળતી ન હતી. જોકે, હવે અનિલ કપૂરે પોતે જ મૌન તોડીને કહ્યું છે કે તે આ ફિલ્મમાં પોતાના દીકરા સાથે કામ કરશે.

આ બાયોપિકમાં હર્ષવર્ધન અભિનવ બિન્દ્રાની ભૂમિકા ભજવશે તો અનિલ કપૂર અભિનવના પિતા અપજિત બિન્દ્રાના રોલમાં જોવા મળશે. આ અગાઉ એવી અફવા ચાલી રહી હતી કે હર્ષવર્ધનની કારકિર્દીની શરૂઆતના સમયમાં જ જો બાપ-દીકરો સાથે કામ કરશે તો પ્રેક્ષકો જાણ્યે-અજાણ્યે બેઉની સરખામણી કરી બેસશે, જેની ખરાબ અસર દીકરા હર્ષવર્ધન પર પડી શકે. જોકે, આ વાતનો છેદ ઉડાવતા અનિલ કહે છે કે એવું બિલકુલ નથી. મેં તો જેવી આ ઓફર આવી, કોઇ પણ જાતના ખચકાટ વિના સ્વીકારી લીધી હતી. હર્ષવર્ધન પણ આત્મવિશ્ર્વાસથી ભરપૂર છે, ભલે એણે હજુ બે જ ફિલ્મો કરી હોય.

અનિલ કપૂર વાતને આગળ વધારતા કહે છે કે તેના બન્ને સંતાને પોતાની પહેલી ફિલ્મ પસંદ કરવાની બાબતમાં ઘણી હિંમત દાખવી હતી. સોનમે, સંજય લીલા ભણસાલીની સાવરિયા તો હર્ષવર્ધને રાક્ેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ ‘મિઝર્યા’માં કામ કર્યું છે. આ બન્ને ફિલ્મો પરંપરાગત ફિલ્મોથી હટીને કંઇક અલગ પ્રકારની હતી. હર્ષવર્ધન સાથે કામ કરવાનો મોકો જલદી મળી ગયો, પણ સોનમ સાથે કામ કરવામાં વાર લાગી કારણ કે, ‘એક લડકી કો ...’ ફિલ્મ આવી એ અગાઉ એવી કોઇ યોગ્ય ફિલ્મ જ મળી ન હતી જેમાં અમે બાપદીકરી સાથે કામ કરી શકીએ.

આ ફિલ્મમાં દીકરા હર્ષવર્ધનની ભૂમિકા વિશે વાત કરતાં અનિલ કહે છે કે એ દેશના એવા રમતવીર (અભિનવ બિન્દ્રા)ની બાયોપિક કરી રહ્યો છે જે વ્યક્તિગત ધોરણે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. મને ગર્વ છે કે આ ફિલ્મ માટે મેં તરત જ હા પાડી દીધી. દેશનું ગૌરવ વધારતી ફિલ્મમાં મને નાનો રોલ મળે તો પણ હું હોંશે હોંશે કામ કરું.

જોકે, હર્ષવર્ધને હજુ ઘણું શીખવાનું ને પ્રાપ્ત કરવાનું બાકી છે, પણ અનિલ કપૂરનો મત એવો છે કે કારકિર્દીની હજુ શરૂઆત જ છે છતાં, તેનો પુત્ર કોઇ પણ પડકારજનક ભૂમિકા ગભરાટ વિના સ્વીકારે છે. હર્ષ અને સોનમ બેઉ મારા પર ગયા છે. મેં પણ કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘વંશ વૃક્ષમ’ થી કરી હતી. આ ફિલ્મના દિગ્દર્શક બાપુ હતા અને આ જ બાપુ જેમને હું મારા ગુરુ માનું છું તેમણે મને આવી જ કંઇક અલગ પ્રકારની ફિલ્મ ‘વો સાત દિન’ થી બોલીવૂડમાં પ્રવેશ આપ્યો. સોનમે પસંદ કરેલી ફિલ્મ પછી એ ‘નીરજા’ હોય કે ‘ એક લડકી....’ કે પછી હર્ષે પસંદ કરેલી ફિલ્મ ‘ભાવેશ જોષી’, જે ભલે પડદા પર ન ચાલી, પણ ઇન્ટરનેટ પર સફળ રહેલી. આ બધી ફિલ્મો પસંદ કરવા જે હૈયામાં હામ હોવી જોઇએ તે બેઉમાં છે.

આ ફિલ્મમાં હા પાડવામાં, અનિલનો અભિનયપ્રેમ કરતાં પુત્રપ્રેમ વધુ હાવી થઇ ગયો હોય તેવું લાગે છે. ‘મારા બાળકો કામ કરી રહ્યા હોય તે ફિલ્મમાં તેઓ મુખ્ય ભૂમિકામાં ભલે રહે, મને સપોર્ટિંગ રોલ મળે કે નગણ્ય ભૂમિકા ભજવવા મળે તો પણ હું ખુશી ખુશી ભજવીશ.’ અનિલ કપૂર કહે છે. જોકે, આ ફિલ્મના એક નજદીકી સૂત્ર અનુસાર અનિલ કપૂરની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની અને દમદાર છે. આ ફિલ્મના દિગ્દર્શક ક્ધનાન ઐયર બિન્દ્રાની આ જીવન કથની પર છેલ્લાં પાંચ વર્ષથી કામ કરી રહ્યા છે. આ ફિલ્મના પૂરતા અભ્યાસ પછી ક્ધનાને નક્કી જ કર્યું છે કે આ બાયોપિક પિતા-પુત્રની કહાણી તરીકે જ ફિલ્માવવામાં આવશે. આ એક એવા પિતાની વાર્તા છે જે તેના પુત્ર માટે મોટા સપના જુએ છે. ટૂંકમાં અનિલ અને હર્ષ બેઉને એકસાથે એક જ ફિલ્મમાં પોતાની પ્રતિભા લગભગ સરખા હિસ્સે દર્શાવવાની રહેશે એવું હાલ તુરત તો જાણવા મળે છે. બીજી એક રસપ્રદ બાબત એ છે કે પિતા-પુત્રની આ ભૂમિકા પહેલા રિશીકપૂર અને રણબીર કપૂરને પણ ઓફર કરવામાં આવી હતી. જોકે, બીમાર રિશી તો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

044F4T4A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com