31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડાર્ક મહિલા ‘સેક્સી’જ હોય, સુંદર નહીં?

હાઈલાઈટ-આશકા શાહ



બૉલીવૂડની અભિનેત્રી એશા ગુપ્તા છેલ્લા સાત વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. ૨૦૧૨માં ‘જન્નત ટુ’થી કારકિર્દી શરૂ કરનાર એશાએ ‘રાઝ થ્રીડી’, ‘રૂસ્તમ’, ‘કમાન્ડો ટુ’ અને ‘બાદશાહો’ જેવી ફિલ્મો કરી છે. તેણે જેટલી ફિલ્મો કરી છે તેટલી મોટી અને સારી જ કરી છે. તેની આ બધી જ ફિલ્મો સફળતાને વરી છે. તાજેતરમાં તેણે દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સાથે ‘વન ડે’ ફિલ્મપૂરી કરી. એશાએ અભિનયની તાલીમ આ દિગ્ગજ અભિનેતાના એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી જ લીધી છે. આથી તે કહે છે, ‘મને મારા ગુરુ સાથે કામ કરવાની તક મળી આથી બહુ ખુશ છું.’

એશા ફિટનેસમાં બહુ માને છે અને તેના માટે પોઝિટિવ વિચારો ધરાવે છે. તે કહે છે, ‘હું જુદા જુદા પ્રકારની બૉડી બનાવવાને પ્રોત્સાહન આપું છું. કોઇની સ્કિની બૉડી હોય તો કોઇની વાઇડ, કોઇની પ્લમ્પ. મારા માટે કહું તો હું તો ફિટ રહેવામાં માનું છું. જુદા જુદા પ્રકારની બૉડી બનાવવાના નામે આપણે જોકે, આપણા સ્વાસ્થ્ય અને ફિટનેસને ન ભૂલવી જોઇએ. જો તમારું વજન વધી ગયું હોય તો તેનું કારણ તમારી ખાવાની ખોટી ટેવો, એક્સરસાઇઝ ન કરવી વગેરે હોય છે, જેને પ્રોત્સાહન ન આપવું જોઇએ. સ્વાસ્થ્યને પહેલા પ્રાધાન્ય આપવું જોઇએ.’

એશા કહે છે કે ‘ઘણી ભારતીય મહિલાઓ હજુ પણ ડાર્ક કોમ્પ્લેક્શનથી પીડાતી હોય છે, પણ હું તો આવી મહિલાઓને મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં આવવા પ્રોત્સાહન આપવા માગું છું. મને તે વાત જરાય નથી ગમતી કે કોઇ અભિનેત્રી થોડી ડાર્ક હોય તો તેને ‘સેક્સી’ કહેવામાં આવે છે, ‘સુંદર’ નહીં. એમકેમ? આથી જ હું બ્રાઉન સ્કિન ધરાવતી છોકરીઓ વિશ્ર્વાસ સાથે ઇન્ડસ્ટ્રીમાં આવે તેવું ઇચ્છું છું. હું જ્યારે નાની હતી ત્યારે મારા માતા-પિતા મારા પ્રત્યે બહુ સપોર્ટિવ હતા. મને મારી બ્રાઉન સ્કિન પ્રત્યે બહુ

કોમ્પ્લેક્સ હતો, કારણ કે મારા બીજા ભાઇ-બહેનો એવા ન હતા.’

વધુમાં તે કહે છે, ‘સમય જતાં હું મારી જાત પ્રત્યે બહુ સજાગ બની અને મેં તેને પોઝિટિવલી લીધી. મને ત્યારે બહુ ગુસ્સો આવે છે જ્યારે લોકો ગોરી મહિલાઓને સુંદર કહે છે. કેમ? બ્રાઉન સ્કિન ધરાવતી મહિલાઓ શું સુંદર નથી હોતી? ડાર્ક એન્ક લવલી શા માટે નહીં? ફક્ત ફેર એન્ડ લવલી જ શા માટે? હું આ કોઇ બ્રાન્ડ માટે નથી કહેતી,’ એમ તે કહે છે.

અભિનેત્રી અત્યારે તેના ડિજિટલ ડેબ્યુ માટે તૈયારી કરી રહી છે. એક વૅબ સિરિઝમાં તે કામ કરવાની છે, જેની જાહેરાત તે ટૂંક સમયમાં કરશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

O2Y6h035
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com