21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માનુશી કરશે અક્ષય સંગ રોમેન્સ
‘પૃથ્વીરાજ ચૌહાણ’ ફિલ્મમાં સંયુક્તાનું પાત્ર ભજવે તેવી શક્યતા

અક્ષય કુમારની તો બધી આંગળીઓ ઘીમાં જ હોય છે, તેમાં બીજી બાજુ વર્ષ ૨૦૧૭ની મિસ વર્લ્ડ બનેલી માનુશી છિલ્લરના ડેબ્યૂની ચર્ચાએ પણ ખૂબ જ જોર પક્ડયું છે. પહેલા તે રણવીર સિંહની એક ફિલ્મમાં આવવાની છે તેવી અફવાઓ ઊડી રહી હતી અને હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’ ફિલ્મમાં માનુશી દેખાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી

રહી છે.

યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મની હીરોઇન અંગે હજુ કોઇ સત્તાવાર રીતે માહિતી જાહેર કરવામાં આવી નથી. અક્ષયની આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ટીવી સિરિયલ ‘ચાણક્ય’ના દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરવા જઇ રહ્યા હોવાની માહિતી મળી હતી. ફિલ્મનું શૂટિંગ જૂન મહિના બાદ શરૂ થશે.

મિસ વર્લ્ડ બનેલી માનુશી ખૂબ જ પ્રતિભાશાળી હોવાથી ફિલ્મની તલાશ કરી રહી હતી અને હવે લાગી રહ્યું છે કે આ ફિલ્મ તેને મળી જ જશે. મોટે ભાગે માનુશી પૃથ્વીરાજ ચૌહાણની પ્રેમિકા સંયુક્તાનું પાત્ર ભજવતી જોવા મળશે.

તાજેતરમાં મળેલી માહિતી અનુસાર માનુશી પિરીયડ ડ્રામા જોઇ રહી છે અને પોતાના પાત્ર માટે તૈયારી કરી રહી છે. તેથી દર્શકો સત્તાવાર ઘોષણાની રાહ જોઇ રહ્યા છે. જો આ ફિલ્મ માનુશીને મળી જશે, તો તેની કારકિર્દીની સૌથી મોટી અને અગત્યની ફિલ્મ સાબિત થશે.

અક્ષય કુમારની વાત કરીએ તો હાલમાં તે ‘સૂર્યવંશી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. કરણ જોહર અને રોહિત શેટ્ટીના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. વર્ષના અંત સુધી ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. હવે જોવું એ રહ્યું કેઆ ફિલ્મ સિનેમાઘરોમાં કેટલે લાંબે સુધી જઇ શકે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

44Yq0363
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com