18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્લ્ડ કપ પૂર્વે કેટલાક મુખ્ય ખેલાડીની ઈજાને લીધે બંગલાદેશને ધક્કો

ઢાકા: અગ્રણી ફાસ્ટ બૉલર મુસ્તફિઝુર રહેમાન સહિત પોતાના કેટલાક મુખ્ય ખેલાડીને થયેલી ઈજાના કારણે બંગલાદેશની ક્રિકેટ વર્લ્ડ કપ માટેની આશાને ધક્કો પહોંચ્યો છે. ૨૩ વર્ષના ડાબોડી ઝડપી ગોલંદાજ મુસ્તફિઝુરને ઢાકા પ્રીમિયર લીગ (ડી. પી. એલ.) માટેની પ્રેક્ટિસ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં જોડાયો હતો કે જેમાં બેટ્સમેન મહમુદુલ્લાહ રિયાડ અને ફાસ્ટ બૉલર રુબેલ હુસેનનો પણ સમાવેશ છે.

બંગલાદેશની ટીમ વર્લ્ડ કપ પૂર્વે આયર્લેન્ડમાં ૫ાંચમી મેથી એક દિવસીય મેચોની ત્રિકોણી સ્પર્ધામાં રમનાર છે જેમાં આયોજક બંગલાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભાગ લેનાર છે. દરેક રાષ્ટ્રએ પોતાના ખેલાડીઓની યાદી ૨૩મી એપ્રિલ સુધીમાં સુપરત કરવાની રહે છે, પણ તેમાં ૨૩મી મે સુધી ફેરફાર કરી શકાશે. (એ.એફ.પી.) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8C8Y1I5r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com