26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કૉંગ્રેસ આરએસએસની મદદ લઈ રહ્યું છે: મમતા

ભગવાનગોલા (પં. બંગાળ): પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ વખતે કૉંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું હતું કે ચૂંટણી જીતવા કૉંગ્રેસ આરએસએસની મદદ લઈ રહ્યું છે. કૉંગ્રેસ- ભાજપ અને ડાબેરીઓને હરાવવા જનતાને અપીલ કરી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 2018માં નાગપુરમાં આરએસએસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મમતાએ આક્ષેપ કર્યો હતો કે પ્રણવના પુત્ર કૉંગ્રેસના ઉમેદવાર અભિજિત મુખર્જીના પ્રચારમાં તેમની મદદ લઈ રહ્યા છે. કૉંગ્રેસનો સંપૂર્ણ ગેમ પ્લાન ખુલ્લો પડી ગયો છે, એમ મમતાએ અહીં એક રેલીને સંબોધતા કહ્યું હતું. કૉંગ્રેસના અન્ય ઉમેદવાર અધીર ચૌધરી ડાબેરીઓની મદદથી ચૂંટણી લડવા પ્રયાસ કરે છે. (પીટીઆઈ)

-----------------------------------------------

રાહુલે સુપ્રીમના ઓર્ડરને ખોટી રીતે ટાંક્યો: જેટલી

નવી દિલ્હી: રાફેલ સોદા મુદ્દે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને જૂઠાણામાડ્ઢં ફેરવીને રાહુલ ગાંધી રાજકીય પ્રચાર ઝુંબેશ ચલાવી રહ્યા છે તે ઉઘાડું પડી ગયું છે, એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું. વાણીસ્વાતંત્ર્યના હકને રાહુલે જૂઠાણાના હકમાં ફેરવી નાખ્યો છે.

સુપ્રીમ કોર્ટના અપમાનનો કેસ ઈચ્છતી ભાજપ સાંસદ મીનાક્ષી લેખીની અરજી સામે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પાસે સ્પષ્ટતા માગતી નોટીસ મોકલી છે. ચૂંટણીના સમયે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે.

કોર્ટના ઓર્ડરનો પોતાની રીતે ક્વોટ કરવાનું દેશની લોકશાહી મંજૂરી આપતું નથી.

રાહુલનો ચૂંટણી પ્રચાર જેટલો નીચા સ્તરે જશે એટલા અમે ઊંચા જશું, એમ જેટલીએ કહ્યું હતું. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

183Q7I5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com