14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાજપ સત્યના માર્ગેથી ભટક્યો છે: પ્રિયંકા

આગ્રા: કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ સત્યના માર્ગેથી ભટક્યો છે અને એવું લાગે છે કે ભગવા પક્ષને લોકશાહી કે લોકોમાં વિશ્ર્વાસ નથી રહ્યો.

જો તેઓ ખરા રાષ્ટ્રવાદી હોત તો સત્યના રસ્તે ચાલતા હોત.

ફત્તેહપુર સિકરીમાં પ્રચારસભામાં ભાષણ કરતી વખતે પ્રિયંકાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ભારત અને એના

યુવાનો માટે પોતે શું કર્યું એ વિશે બોલવાને બદલે ભાજપ પાકિસ્તાન વિશે વધુ વાતો કરે છે.

એમણે એ વાત સમજવી જોઇએ કે આ દેશ સત્યના પાયા પર ઊભો છે અને જે લોકો સત્યથી ભટકે છે એમને છોડવામાં નથી આવતા. તમને પણ માફ નહીં કરવામાં આવે કારણ કે તમે સત્યનો માર્ગ લાંબા સમય અગાઉ છોડયો છે.

પ્રચારમાં સત્ય ગુમ થઇ જાય છે. તમે વધુ સારી રીતે જાણો છો. જ્યારે કોઇ

સવાલ પૂછવામાં આવે છે ત્યારે સવાલ પૂછનારને દેશવિરોધી જાહેર કરાય છે. (પીટીઆઇ)

---------------------------------------------------

ઝારખંડમાં ઍન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદી ઠાર, એક જવાન શહીદ

રાંચી: ઝારખંડના ગિરિદીહ જિલ્લામાં સોમવારે સીઆરપીએફના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ નક્સલવાદી ઠાર મરાયા હોવા ઉપરાંત સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

સીઆરપીએફની સાતમી બટાલિયન કાર્યવાહી કરી રહી હતી તે સમયે જિલ્લાના બેલ્બાહ ઘાટના જંગલ વિસ્તારમાં સીઆરપીએફના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, એમ તેમણે કહ્યું હતું.

આ જિલ્લો રાજ્યની રાજધાની રાંચીથી 185 કિમીને અંતરે આવેલો છે. ઘટનાસ્થળેથી નક્સલવાદીઓના ત્રણ મૃતદેહ, એક-47 રાઈફલ, ત્રણ કારતૂસ અને ચાર પાઈપબૉમ્બ કબજે કરવામાં આવ્યા હતા. ઍન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હોવાનું તેમણે કહ્યું હતું.

ઍન્કાઉન્ટરવાળા વિસ્તારમાં વધુ તપાસ આરંભવામાં આવી છે.

સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ઝારખંડમાં અંતિમ ચાર તબક્કા દરમિયાન ચૂંટણી યોજાવાની છે. (એજન્સી)ઉ



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

IyR058
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com