26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જીએસટી મામલે ડાબેરી પક્ષો ખોટી અફવા ફેલાવી રહ્યા છે: ભાજપ

કોઇમ્બતુર: જીએસટીના અમલ અને એની રાજ્યમાં ઉદ્યોગ પર અસર મામલે ડાબેરી પક્ષો ખોટી અફવા ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના કોઇમ્બતુર લોકસભા બેઠકના ઉમેદવાર સી પી રાધાક્રિશ્ર્નને કર્યો હતો.

રાધાક્રિશ્ર્નને પત્રકારોને જણાવ્યું હતું કે જિલ્લાના 42,000 ઉદ્યોગો પછી એ ઉત્પાદન ક્ષેત્રના હોય કે સેવા ક્ષેત્રના યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને એમને માત્ર કામદારોની સખત અછતની એક જ સમસ્યા છે.

એમણે જણાવ્યું હતું કે પોતે, તમિળનાડુના નગરપાલિકા પ્રધાન એસ પી વેલુમણી અને મત્સ્યઉદ્યોગ પ્રધાન ડી જયકુમારે મળીને કર ઘટાડીને ઉદ્યોગજગતની માગણી સંતોષી છે.

ડીએમકે સાથે મળીને ડાબેરી પક્ષો નરેન્દ્ર મોદી સરકારની છબિ ખરડવા માટે ખોટી અફવા ફેલાવીને લોકો અને ઉદ્યોગજગતને ગુમરાહ કરી રહ્યા છે.

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે વિધાનસભામાં એવો રિપોર્ટ રજૂ કરાયો છે કે 50,000 એમએસએમઇ જીએસટીને લીધે બંધ કરી દેવાયા છે, ત્યારે એમણે જણાવ્યું હતું કે એ બંધ થવા પાછળ ડીએમકેના શાસન દરમિયાન 13થી 15 કલાક પાવરકટ અને એ દરમિયાન જનરેટર ચલાવવા માટે વધારાના ડીઝલના ખર્ચ જેવા અન્ય કારણો જવાબદાર છે.

મુદ્રા યોજના હેઠળ 56000 લોકોને લાભ મળ્યો છે અને ફક્ત શહેરમાં જ રૂ. 865 કરોડ વહેંચવામાં આવ્યા હતા. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2u7q71
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com