19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

શ્રી રાજીવ પંડિતને સૂચન

શ્રી રાજીવ પંડિતને એક સૂચન કરવાનું. અવારનવાર તેઓ નીચેનાં વાક્યો- શબ્દો લખે છે તે આજના સમયમાં બંધબેસતા નથી. ‘પાઈ પાઈ ચૂકવી દઈશ’, ‘એક એક પાઈ વસૂલ કરાશે’, ‘રાતી પાઈ પણ આપી નહિ’, ‘સોળ આના સાચી વાત’ વગેરે વગેરે. આનો અને પાઈનું ચલણ 1957થી બંધ થયેલ છે. એને છ દાયકા પૂરા થઈ ગયા. વચલી પેઢી કે આજની યુવા પેઢીને આની જાણ બહુ જ ઓછી હોય.

- સુરસિંહ જમનાદાસ ચાડ

જે. પી. રોડ, અંધેરી (પ.), મુંબઈ-58.

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરમાં રાજીવજી ઘણી બધી વાતો લખે છે, જે ઘણીવાર તદ્દન અવ્યવહારીક અથવા અસંભવ જેવી લાગે છે. તેઓ મોદીજીને શીખામણ આપે છે અને અહીં અગાઉ એક ચર્ચાપત્રીએ લખ્યું છે એ પ્રમાણે એવું લખે છે કે જાણે પોતે એ જગ્યાએ હોય તો ચપટી વગાડતા બધી સમસ્યાઓ ઉકેલી નાખે. તેઓ લખે છે કે, ફલાણાને પકડીને ભારતમાં લઈ આવવા જોઈએ, ઢીંકણાને જેલમાં નાખી દેવો જોઈએ. વિજય માલ્યાને ભારતમાં લાવવા વિદેશી સરકારની શરતો ન સ્વીકારવી જોઈએ, વગેરે. જો વિદેશી સરકારોની શરતો ન સ્વીકારાય તો આવા ગુનેગારોને કદી ભારતમાં નહીં લાવી શકાય.

ગુડ મૉર્નિંગમાં સૌરભ શાહ પણ બધું લખે છે, પરંતુ વિગતવાર અને સંદર્ભો આપીને, જે ગળે ઊતરી જાય છે. એનો અર્થ એવો નથી કે એમની બધી વાતો સાથે સહમત થવાય, પરંતુ તેમનું લખાણ દાખલા દલીલો સાથે હોય છે.

- સી. એ. વસંત ગાલા

જે. પી. રોડ, અંધેરી (વે), મુંબઈ-53.

હોળી રમવા ચાલ!

હોળી રમવા ચાલ, વહાલા! હોળી રમવા ચાલ,

સહુ ઉડાડી રહ્યા પરસ્પર, રંગો અને ગુલાલ,

હોળી રમવા ચાલ, વહાલા! હોળી રમવા ચાલ.

રોજ રોજ તો કામ હોય છે, આજે તો છે રજા,

રૂદિયાના રંગે રંગાઈ માણી લઈએ મજા.

આવો અવસર માંડ મળે છે. ના કર કોઈ સવાલ;

હોળી રમવા ચાલ, વહાલા! હોળી રમવા ચાલ.

કવિવર કાલિદાસ માનવને કહે છે ઉત્સવ-પ્રિય,

ઉત્સવ ઉજવતા કાજ રહે છે સદાય એ સક્રિય.

આજ તું મારું કહ્યું માન ને કર મુજને ખુશહાલ;

હોળી રમવા ચાલ, વહાલા! હોળી રમવા ચાલ.

એક દિવસની મજા આપશે સ્ફૂર્તિ તનને-મનને,

અંતરની ઉર્મિના રંગે રંગીએ ચાલ જીવનને.

મહોબતની મિલકતથી ચાલ થઈએ માલામાલ;

હોળી રમવા ચાલ, વહાલા! હોળી રમવા ચાલ.

આટલી મારી વાત માન તું મારા કૃષ્ણ-કનૈયા,

ભવસાગરથી પાર ઉતારીશ તારી જીવન-નૈયા,

આજ તો બસ આનંદ કરીશું, બાકી સઘળું કાલ;

હોળી રમવા ચાલ, વહાલા! હોળી રમવા ચાલ.

- અરવિંદ કરસનદાસ રૂખાણા

દેવચંદનગર રોડ, ભાયંદર (પશ્ર્ચિમ) - 401101.

માતૃભૂમિ પ્રેમ

પુલવામામાં પાકિસ્તાને લગભગ ચાલીસ જેટલા જવાનોને શહીદ કર્યા પછી આખા દેશમાં ક્રોધ, શોક અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો. ત્યારપછી ભારતે પાકિસ્તાની સીમા પાર કરી ટેર્રિસ્ટોના કેમ્પોનો ખાતમો બોલાવી દીધેલ. આટલેથી સંતોષ ન થતાં લોકોમાં હજી ગુસ્સો અને આંખોમાં ખુન્નસ છે. પાકિસ્તાનને હજુ વધુ માર મારી તે દેશમાં ખાનાખરાબી કરવાનો ભાવ સર્વ લોકોમાં છે સાથે સાથે મૃત્યુ પામેલ શહીદોના કુટુંબીજનોને આર્થિક તેમ જ બીજી સહાય કરવાનો ભારોભાર મનમાં મનોરથો ઈ. અને દેશની એકતા અને અખંડતા માટે સર્વ તત્પર છે.

હવે લાગે છે કે લોકોની લાગણીમાં અચાનક જ ઓટ આવી ગઈ. તા. 2-3-19ના રોજ હૈદરાબાદમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં લગભગ 36000 રસિકો ભેગા થયેલ. બધાએ ટિકિટ પાછળ ધરખમ રૂપિયા ખર્ચ્યા હશે અને શહીદોને અને સર્વને ભૂલીને 7 થી 8 કલાક તાપમાં બેસી મેચ જોઈ હશે. ટિકિટના રૂપિયા વગેરે જો શહીદોના કુટુંબને અને બીજા જવાનોને મોકલ્યા હોય તો કેટલો ઉમદા દાખલો બેસે.

- પ્રફુલ સેલારકા

કામાલેન, ઘાટકોપર, મુંબઈ-86.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r74yekt
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com