25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફડણવીસ પોકળ દાવા કરવાને બદલે કંઈ નક્કર કરે

આપણે ત્યાં કોઈ પણ આકસ્મિક ઘટના બને કે તરત જ રાજ્યના મુખ્ય પ્રધાન કે બીજા જવાબદાર નેતાઓ વિશેષ તપાસનો આદેશ આપી દેતા હોય છે અને જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કડક હાથે કામ લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે તેવાં નિવેદનો બિન્ધાસ્ત ઠોકી દેતા હોય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની છબિ આમ તો સારા રાજકારણીની છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં મુંબઈમાં થયેલી ત્રણ આકસ્મિક ઘટનાઓમાં તેમણે કરેલા દાવાઓ પોકળ ઠર્યા છે. મુંબઈ છેલ્લા દોઢથી બે વર્ષમાં સીએસટી ખાતે તૂટી પડેલા બ્રિજ સહિત કમલા મિલની આગ, એલફિન્સ્ટન રોડ અને ગોખલે બ્રિજની હોનારત કે કુર્લામાં લાગેલી આગની ઘટનામાં સરકાર દ્વારા તપાસ પંચ નિમવામાં આવ્યા છે. આ તપાસપંચનો અહેવાલ આવી પણ ગયો હશે, પરંતુ સીએસટી બ્રિજ હોનારતમાં જે રીતે માત્ર બે જુનિયર સ્તરના એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે કોન્ટ્રાક્ટર હતો તેને બ્લેકલિસ્ટેડ કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર તો અગાઉ પણ બ્લેકલિસ્ટેડ જ હતો. જ્યારે બીજી બધી ઘટનાઓમાં પણ જે તે જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આવી તમામ ઘટનાઓ વખતે ફડણવીસ મોટે ઉપાડે એલાન તો કરી નાખે છે, પરંતુ મહાનગરપાલિકામાં શિવસેનાનું રાજ છે આથી તેમનાથી કંઈ થઈ શકતું નથી. રાજ્યમાં પોતાની સત્તા સંભાળવા માટે ફડણવીસને શિવસેનાની જરૂર છે આથી તપાસ પંચ નીમાઈ જાય કે પોતાની જવાબદારી પૂરી થઈ એવું સરકાર માની રહી છે, પરંતુ આવી અનેક હોનારત અને પ્રશાસન, બ્યુરોક્રેટ્સ, રાજકારણીઓની બેજવાબદારી અને નાગાઈથી જનતા પરેશાન થઈ ગઈ છે. આ બધી ઘટનાઓમાં સરકારી અધિકારીઓની બેજવાબદારીના પુરાવા હોવા છતાં તેમની સામે કંઈ પગલાં લેવાયાં નથી અને નીચલા વર્ગના અધિકારીઓને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી સમય જતા પાછા બોલાવી લેવામાં આવતા હોય છે, પરંતુ પ્રજા આ પદ્ધતિથી થાકી છે અને જો ફડણવીસ હવે પોતે કરેલા દાવાઓ પૂરા નહીં કરે તો સમગ્ર ભાજપને આનું પરિણામ ભોગવવું પડી શકે તેમ છે.

--------------------------------------------

પર્રિકરની ખોટ પૂરી શકાય તેમ નથીગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધન સાથે માત્ર ભાજપે જ નહીં, પરંતુ સમગ્ર દેશે એક સક્ષમ, સબળ અને સ્વચ્છ છબિ ધરાવતો રાજકારણી ખોયો છે. મનોહર પર્રિકર ખૂબ જ સાદાઈથી જીવન જીવતા હતા, સાઈકલ પર ફરવું, મિત્રો કે પરિવાર સાથે સામાન્ય હોટેલમાં ભોજન કરવું, રાજધાની એક્સપ્રેસ દ્વારા મુંબઈથી દિલ્હી જતી વખતે સંરક્ષણ પ્રધાન હોવા છતાં એક પણ પોલીસ અધિકારીની સુરક્ષા વગર જવું. (મારી સાથે જ તેઓ દિલ્હી જતી વખતે ભેગા થયા હતા અને ટ્રેનમાં મળતું ભોજન પણ લીધું તેમ જ સહયાત્રીઓ સાથે મોકળા મને ચર્ચા પણ કરી હતી) એ તેમની સાદાઈના ગુણ હતા. આજે જ્યારે કોઈ પણ માણસ માત્ર વિધાનસભ્ય કે સંસદસભ્ય બન્યો હોય તો પૈસાના જોરે પોલીસ સુરક્ષા મેળવીને લોકો પર રૂઆબ મારતા હોય તેવા રાજકારણીઓ ડગલેને પગલે જોવા મળે છે ત્યારે આવા સાદા અને સાફ છબિ ધરાવતા રાજકારણી પ્રત્યે સન્માન પેદા થાય તે સ્વાભાવિક છે. પક્ષનિષ્ઠ એવા પર્રિકરજી જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી દેશની સેવા કરતા રહ્યા. ગોવામાં ભાજપને ફટકો ન પડે એ માટે તેમણે હૉસ્પિટલના બિછાનેથી પણ રાજ્ય ચલાવ્યું હતું અને તેમના નિધન સાથે ગોવામાં રાજકારણ નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે. તમામ પક્ષો વચ્ચે સત્તા માટે વાટાઘાટો ચાલુ થઈ ગઈ છે અને આ વાટાઘાટોમાં પર્રિકરજીનું યોગદાન પણ ભૂલાઈ ગયું અને અવસાન પણ. સત્તાની સાઠમારી પાછી શરૂ થઈ ગઈ તેમ છતાં ગોવાની અને ભારતની જનતા આપને ક્યારેય નહીં ભૂલે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5v1M44A2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com