25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન

લાયજાના માતુશ્રી મુક્તાબેન કેશવજી દેઢિયા (ઉં. વ. 81) અવસાન પામ્યા છે. તે કેશવજી રામજીના પત્ની. ગંગાબાઈ રામજી ખેતશીના પુત્રવધૂ. ખુશાલ, ખંતબાળા (જ્યોતિ), સરોજ, રીટાના માતુશ્રી. લાયજા કેસરબેન નેણશી નરશીના પુત્રી. વશનજી, હરખચંદ, બાડા મણીબેન નાનજી ઉમરશી, મેરાઉ/ લાયજા મંજુલા દામજી ડુંગરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ખુશાલ કે. દેઢિયા, 601, મોન્ટાના એપા., તેલંગ ક્રોસ રોડ નં. 2, માટુંગા, મું.-19.

પત્રીના રાઘવજી શામજી ધરોડ (ઉં. વ. 79) તા. 17-3-19ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. સોનબાઈ શામજીના પુત્ર. લીલાવંતીના પતિ. મુકેશ, શૈલેષ, અલ્પાના પિતા. સ્વ. મોરારજી, કેશાર, શાંતાના ભાઈ. ગુંદાલાના નાનબાઈ પ્રેમજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: રાઘવજી ધરોડ, શાંતિ એપાર્ટમેન્ટ, રૂ. નં. 6, તાંબેનગર, એસ. એન. રોડ, મુલુંડ વેસ્ટ.

ગુંદાલાના ઝવેરબેન દામજી છેડા (ઉં. વ. 81) તા. 17-3-19ના અરિહંતશરણ પામેલ છે. તે ભાણબાઈ કુંવરજી ઉદેશીના પુત્રવધૂ. દામજીના પત્ની. સ્વ. મહેન્દ્ર, મુકેશના માતુશ્રી. ભોરારાના લીલબાઈ વશનજીના પુત્રી. સ્વ. પ્રેમજી, ચુનીલાલ, 2. ગણેશવાલાના હેમકુંવર રામજી તથા ગુંદાલાના રૂક્ષ્મણી કાંતિલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: ચુનીલાલ વશનજી, કૈલાસ જ્યોત નં.1, રૂમ નં. 6, દેરાસર લેન, ઘાટકોપર (ઈસ્ટ).

ત્રંબૌના શાંતાબેન ગાલા (ઉં. વ. 77) અવસાન પામેલ છે. તે સ્વ. દેશરીબેન વેરશીના પુત્રવધૂ. સ્વ. પોપટલાલના પત્ની. સ્વ. નાથીબેન દેવશી સવાના પુત્રી. (સ્વ. ભુરા, પોપટ, રખુ, વિંઝઈ, ચોથી, પંજી, સંસાર પક્ષે પ.પૂ.મ. મંજુલાબાઈ સ્વામી)ના બેન. પ્રાર્થના: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની, બાજુમાં, દાદર (ઈ). 3 થી 4-30 ક.

મોટી ખાખરના દિનેશચંદ્ર રતિલાલ કેનીયા (ઉં. વ. 72) તા. 17-3ના અવસાન પામેલ છે. તે સ્વ. રતનબેન રતિલાલ ભાણજીના પુત્ર. સુશીલાના પતિ. વિજય, ચંદ્રા (મિત્તલ), વિનયના પિતાશ્રી. નેમચંદ, મનસુખ, હરખચંદ, મંજુલા અને હંસાના ભાઈ. બેરાજાના પાનબાઈ સ્વ. નાનજી જાદવના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજય કેનીયા 107, નવ હરીદર્શન, ગુપ્તે રોડ, જય હિંદ કોલોની, ડોંબિવલી (વે).

ગેલડાના માતુશ્રી ઝવેરબેન વોરા (ઉં. વ. 76) દેહપરિવર્તન કરેલ છે. તે મમીબાઈ વીરજીના પુત્રવધૂ. રતનશી વીરજીના ધર્મપત્ની. વર્ષા, મીના, હીતેનના માતુશ્રી. વેજબાઈ નાનજીના પુત્રી. નરેન્દ્ર, મોટી ખાખરના મણીબેન લીલાધર, રતાડીયા (ગ.)ના સાકર વશનજીના બહેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે: હિતેન રતનશી વોરા, બી-1, પ્રશાંત સદન, બાભઈ નાકા, બોરીવલી (વે).

મોખાના ગાંગજી વજપાર છેડા (ઉં. વ. 94) મુંબઈમાં અવસાન પામેલ છે. તે વેલબાઈ વજપાર ધારશીના પુત્ર. પુરબાઈના પતિ. વસંત, સુંદરજી, ચંચળ, દમયંતી, મણી, ચંદ્રિકાના પિતાજી. કાકુભાઈ, મેગીબાઈ કેશવજી, છસરાના નાનબાઈ ઠાકરશી, વડાલાના ભચીબાઈ લધુના ભાઈ. લુણીના પાનબાઈ માલશીના જમાઈ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. 2 થી 3.30.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

રંઘોળા હાલ મુલુંડ સ્વ. લીલાવતી હઠીચંદ શાહના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. 80) તા. 16-3-19ના અરિહંતશરણ પામેલ છે. તે કનકબેનના પતિ. પ્રિયેશ, પ્રીતિ ધીમંત દોશી અને મીતા વિપુલ શાહના પિતા. જ્યોતિના સસરા. જયંતીભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. હસુમતીબેન, કાંતાબેન, રંજનબેન અને વનીતાબેનના ભાઈ. તે ભાવનગર નિવાસી હાલ મુંબઈના સ્વ. ચંપકલાલ ચુનીલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.

હાલારી વિશા ઓશવાળ જૈન

ગામ લાખાબાવળ હાલ કિસી (કેન્યા) સ્વ. પદમાબેન, સ્વ. કસ્તુરબેન કેશવજી, ગં.સ્વ. રડિયાતબેન, સ્વ. પ્રેમચંદ, સ્વ. કંકુબેન, ગં.સ્વ. ગંગાબેન, વેલુબેન, ચંપાબેનના પુત્ર મહેન્દ્રભાઈ કેશવજી (ઉં. વ. 70) તા. 16-3-19ના અરિહંતશરણ પામેલ છે. તે લક્ષ્મીચંદ, સ્વ. દિનેશ, સ્વ. કાંતિલાલ, હિતેશ, પંકજ, બિપીન, ગં.સ્વ. કલ્પનાબેન, બિજલ, બિન્દુ, સ્વ. મીનાબેન, જ્યોતિના ભાઈ. તે સંજય, દિપેન, સુનીલ, વિમલ, સમીર, રવિ, કેવલ, ભૂમિ મનોજના પિતા. તે સ્વ. રાયશી, સ્વ. દેવન, સ્વ. અમૃતલાલ, ગં.સ્વ. મણીબેન, ગં.સ્વ. રજવંતીબેન, સ્વ. ઝવેરબેનના ભાણેજ. પ્રાર્થના 19-3-19 મંગળવારના બપોરે 4 થી 5. ઓશવાળ સાગર વાડી, અંજુરફાટા, ભિવંડી મહાજનવાડીમાં રાખેલ છે.

પાટણ વિશા શ્રીમાળી જૈન

પાટણ ઢંઢેરવાડો, ગોળ શેરીના હાલ મુંબઈ સ્વ. પ્રતાપચંદ મણીલાલ શાહના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. 89) શનિવાર, તા. 16-3-19ના અરિહંતશરણ પામેલ છે. રાજેશ, યતીન, પંકજ, ડો. દત્તા, જાગૃતિના માતુશ્રી. પરેશા, યોગીની, બિંદુ, સ્વ. ડો. ચીમનલાલ શાહ, અતુલકુમાર પત્રાવાલાના સાસુ. સ્વ. પ્રેમચંદ નગીનદાસ તેલીયાવાળાની પુત્રી. સ્વ. વૃજલાલ મણીલાલ શાહના ભાભી. પ્રાર્થનાસભા મંગળવાર, તા. 19-3-19ના 4 થી 6 જવાહરનગર સોસાયટી હોલ, સીટી સેંટર મોલની સામે, એસ. વી. રોડ, ગોરેગામ વેસ્ટ.

દેરાવાસી જૈન

અમદાવાદ હાલ કાંદિવલી જયવર્ધનભાઈ મફતલાલ શાહ (ઉં.વ. 64) તા. 17-3-19ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે રીટાબેનના પતિ. કરનના પિતા. તન્વીના સસરા. રેખાબેન, રિદ્ધીબેન, રંજનબેન, જયશ્રીબેનના ભાઈ. સરોજબેન વિપીનચંદ શાહના જમાઈ. ભાવયાત્રા મંગળવાર, તા. 19-3-19ના સવારે 9.30 થી 11.30 કલાકે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન, શરાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

વિશા શ્રીમાળી નાની નાત (અમદાવાદ) જૈન

શ્રીમતી ભારતીબેન બિપિન શાહ રહેવાસી મુંબઈ તા. 16-3-19ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા / બેસણું રાખેલ નથી. સ્વ. પ્રદીપ (દિયર)-સુધા, સૌનિલ (પુત્ર) - સ્મિતા, સેજલ (પૌત્રી) - વિવેક ગુપ્તા, આશના (પૌત્રી) - રોહન લોદારીયા. વેદાન - અરનવ ગુપ્તા.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ધારી હાલ ઘાટકોપર સ્વ. અનિલભાઈ દુર્લભજી ઠોસાણીના ધર્મપત્ની ગં. સ્વ. હીરાલક્ષ્મી (ઉં. વ. 76), ગં. સ્વ. જડાવબેન હરજીવનદાસ પારેખના દીકરી 18-3-’19ના અરિહંતશરણ પામેલ છે. કલ્પના જશ્મીન કોઠારી, નીતા ભરત મહેતા, છાયા પ્રવર કોટીચા, નેહલ અમીત સંઘવી, તેજલ કમલેશ દોશીના માતુશ્રી. સ્વ. ધીરૂભાઈ, સ્વ. જયસુખભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. લીલાવંતીબેન શેઠ, ચંદનબેન લાખાણીના ભાભી. પ્રાર્થનાસભા મંગળવાર, 19-3-’19ના 4 થી 5-30. ઠે. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ. લૌકીક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.

વિશા ગુર્જર સ્થાનકવાસી જૈન

મુન્દ્રા હાલ મુંબઈ આટકોટી મોટી પક્ષ. ગં. સ્વ. પ્રેમિલાબેન (ઉં. વ. 69), સ્વ. પ્રમોદભાઈ મણીલાલના પત્ની. માતૃ પક્ષ શાંતાબેન અને વેલજી કાનજી ચવાણના પુત્રી. માણેકબેન મણીલાલ સંઘવીના પુત્રવધૂ. અશ્ર્વિન, હિરેન, મિનલ વિમલ ઠક્કરના માતુશ્રી. રોહિણી, રીટાના સાસુજી 17-3-’19ના અરિહંતશરણ પામેલ છે. નિવાસ: હિરેન પ્રમોદ સંઘવી, 3/10 જયતુંબી ચાલ, જૈન મંદિરની બાજુમાં, આમ્રપાલી બિ.ની પાછળ, હરિયાલી વિલેજ, વિક્રોલી ઈસ્ટ. અલૌકિક વહેવાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

પાલનપુરી જૈન

રમીલાબેન (ઉં. વ. 79) તે રમેશભાઈ અમૃતલાલ મહેતાના પત્ની. પાલનપુર નિવાસી સ્વ. ચંચીબેન ચંદુલાલ મહેતાની દીકરી. સ્વ. વિજયભાઈ, રીનાબેન, હરેશભાઈ, બીનાબેનના માતુશ્રી. ધરણભાઈ, સોનાલીબેન, જયેશભાઈના સાસુ. ચંદ્રકાંતભાઈ, રમીલાબેન, વીણાબેનના ભાભી સોમવાર 18-3-’19 સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 19-3-’19 મંગળવાર સાંજના 5 થી 7. ઠે. તારાબાઈ હોલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ.

જામનગર હાલાર વીશા શ્રીમાળી જ્ઞાતિ જૈન

ભાણવડ હાલ નાલાસોપારા વૃજલાલ ત્રીકમજી મહેતાના પુત્ર જવાહરભાઈ (ઉં. વ. 70), 14-3-’19ના અરિહંતશરણ પામેલ છે. તે ઈલાબેનના પતિ. દિલીપભાઈના મોટાભાઈ. હેતલ, અલ્પેશ, કાજલના પિતા. વિશાલભાઈ, હેમલભાઈના સસરા. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bH4cF54
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com