20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઉમેદવાર કે કાર્યકર વાહનમાં ૫૦ હજાર કરતાં વધુ રોકડ સાથે પકડાશે તો કાર્યવાહી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીનગર: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માટેની આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આચારસંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે.

આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી કરાવવા માટે ચૂંટણી તંત્ર સજ્જ છે. ચૂંટણીની આચારસંહિતા દરમિયાન કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં રૂપિયા ૫૦ હજાર કરતા વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા ઉકત વાહનમાં કોઈ પણ પ્રકારની ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે. આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો- સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

કોઈ વાહનમાં રૂ. ૧૦ લાખથી વધુ રોકડ રકમ મળે અને તે અંગે કોઈ ગુનાખોરી અથવા કોઈ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલા હોવાની શંકા ન હોય તો, સ્થાયી દેખરેખ ટુકડી રોકડ જપ્ત કરશે નહીં અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવક વેરા અધિકારીને પહોંચાડશે.

-----------------------------

કચ્છમાં સ્વાઈન ફ્લૂનો મરણાંક ૧૩ ઉપર પહોંચ્યો



(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: સરહદી કચ્છમાં મહામારીની જેમ વકરેલા સ્વાઈન ફ્લૂએ વધુ બે લોકોના ભોગ લીધા છે. જિલ્લા આરોગ્ય તંત્રએ આપેલી માહિતી મુજબ અંજારના ચાંદ્રાણીની ૪૦ વર્ષિય યુવતી અને બંદરીય માંડવીના ગઢશીશા તાલુકાના ૪૦ વર્ષિય યુવકના સ્વાઈન ફ્લૂથી મોત થયાં હોવાનું ડેથ ઓડીટ કમિટીએ સત્તાવાર પુષ્ટિ કરી છે. ચાંદ્રાણીની યુવતીને ડાયાબિટીસ પણ હતો. તે પાટણની મેડિકલ કોલેજ સંચાલિત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યારે ગઢશીશાનો યુવક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો. વધુ બે મોત સાથે સ્વાઈન ફ્લૂથી ૨૦૧૯નો કુલ મરણાંક ૧૩ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જમ્મ-ુકાશ્મીરમાં થયેલી બર્ફવર્ષાને પગલે કચ્છમાં ફરી પછી ઠંડી વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ અનુભવાઈ રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

64F4sq
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com