22-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક ચતુર નાર, ભારે હોશિયાર:ચતુરાઈ અને હાસ્યથી છલોછલ નાટક

આપણાથી ઓછા ભણેલા, ઓછા શોખીન અને સાધારણ જીવન જીવતા આપણા જ પરિવારના સભ્યને ક્યારેક જાણતા-અજાણતા આપણે આપણાથી ઓછા કક્ષાના માનવા લાગીએ છીએ પણ જ્યારે એ વ્યક્તિ પોતાની આંતરિક ચતુરાઈ દાખવવાની શરૂ કરે છે ત્યારે એમનું સ્તર આપણાથી ખૂબ ઊંચું થઈ જતું હોય છે. આવી જ એક ચતુરાઈ ભરી વાતથી મઢેલું તદ્દન જ નવી કથાવસ્તુ અને માવજતથી ભરેલું હાલમાં ચાલતું સૌથી સફળ જબરદસ્ત કોમેડી નાટક એટલે એક ચતુર નાર, ભારે હોશિયાર.

કોમેડી કિંગ નિમેષ શાહ અને હાસ્યની મહારાણી મલ્લિકા શાહ અભિનિત આ નાટકે સફળતાના અઢળક શિખરો સર કર્યાં છે અને ટૂંક સમયમાં 200 શોનો વિશાળ આંકડો સર કરવાની તૈયારી કરી રહ્યા છે.

પ્રખ્યાત વકીલ વહુ જ્યારે અભણ સાસુ સામે કોર્ટમાં લડે અને સાસુને કોઈ પણ વકીલની મદદ ન હોવા છતાં સાસુ સામે ઉંધે માથે મ્હાત ખાય અને નાટકની દરેક ક્ષણે પ્રેક્ષકો ખડખડાટ મન ભરીને હસે એવું ક્યારેક જ જોવા મળે. વાહ વાહ કહેવા મજબૂર કરી દે એવા સંવાદો અને અભિનયની જુગલબંધી અમેરિકાની 70 શોની વિશાળ સફરે જતાં પહેલા મુંબઈમાં છેલ્લો વખત જોવાની તક. આજે રવિવારની સાંજે 7.30 વાગે ભવન, ચોપાટી ખાતે મળી રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

84u5ne
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com