5-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મનોરંજનનાં માંડવે હાસ્યનો વરઘોડો ‘લગન લેતાં લેવાઈ ગયાં’

"પધારો... પધારો... પધારો...!!! અમારે આંગણે આજે મારી દીકરી રૂપલના લગ્ન છે. આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ છે.

આ છે શબ્દો કરકશિયા પરિવારના ધણી, રૂપલના પિતા શ્રી સાજણ બાપા કરકશિયાના. આજે એમની દીકરી રૂપલના લગ્ન છે.

કરશિયા પરિવારમાં છે સાજણ બાપાના પત્ની ગોમતી, દીકરો લાલિયો, દીકરીઓ રૂપલ અને સોનલ, સાજણ બાપાનો ભાઈ કિસ્મત અને કિસ્મતની પત્ની વિજળી વહુ.

આ પરિવાર દેખાવે છે સાવ સાદો સીધો, પણ છે તદ્દન ગાંડો. એવો ગાંડો કે લગ્નના દિવસે ક્ધયાને લગ્નના માંડવે સાથે લઈ જવાનું ભૂલી જાય છે. એમાંને એમાં સાજણ બાપાને ખબર પડે છે કે એમની રૂપલી તો ભાગી ગઈ... હવે???!! હવે શું? સમાજમાં શું મોંઢું બતાવશે? એમની બાપદાદાની ઈજ્જત આબરૂનું શું થશે? વેવાઈને શું કહેશે?

રૂપલી નથી એ વાત વેવાઈથી છુપાવવી છે. કોઈને બહાર ખબર પાડવી નથી અને આમ કરવા જતાં કરકશિયા પરિવાર જે બધાને રવાડે ચડાવે છે અને એમને જે મુસીબતોનો સામનો કરવો પડે છે અને એ મુસીબતોનો સામનો કરતાં કરતાં કરકશિયા પરિવાર જે ગાંડા કાઢીને ગમ્મત કરાવે છે એ તો આપણને જોયે જ ખબર પડે.

અવની આટર્સ પ્રાઈવેટ લિમિટેડ, નિર્માતા અમી ત્રિવેદી અને નિમેષ દિલીપરાય લઈને આવ્યા છે એમનું કોમેડી નાટક "લગન લેતાં લેવાઈ ગયા, જેના લેખક દિગ્દર્શક છે પ્રમિત બારોટ, રૂપાંતર કર્યું છે પ્રયાગ દવેએ. નાટકના પ્રસ્તુતકર્તા છે ચિત્રક શાહ અને કિરણ માલવણકર, કલા છે છેલ પરેશ અને પ્રવિણ બનસોડેની, સંગીતનું સંકલન કર્યું છે દિપક ગોહિલે, પ્રકાશ રચના અમિત શિર્કે અને સત્યજીત પરબની. નાટકના મુખ્ય કલાકારો છે જગેશ મુકાતી, ચિત્રક શાહ, જ્યુતિકા શાહ, મીરા આચાર્ય, ઋષભ જોષી તથા અન્ય.

"નાણાવટી રે સાજન બેઠું માંડવે... આ આપણું લગ્ન ગીત છે, પણ સાજણ કરકશિયાના માંડવે, સાજન બેઠો કઈ સજની જોડે એ જોવા અને લગ્નને માણવા તારીખ 24મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે તેજપાલ ઓડિટોરીયમ, ગોવાલિયા ટેંક ખાતે હસ્તમેળાપમાં આવજો જરૂરથી અને રાત્રે 9 કલાકે રિસેપ્શન રાખ્યું છે બોરીવલી પ્રબોધનકાર ઠાકરે ઓડિટોરીયમમાં.

લગ્ન દંપતીને આપેલી બક્ષીસ પુલવામામાં શહીદ થયેલા જવાનોને અર્પણ કરવાનું કરકશિયા પરિવારના મોભીઓએ નક્કી કર્યું છે. અમારા આ સત્કર્મમાં આપ સર્વે સિંહફાળો નોંધાવશો એવી પ્રાર્થના છે. લગ્ન માણવા આવજો જરૂરથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i5454N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com