22-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અનિલને આ ક્રિકેટરની બાયોપિકમાં કરવું છે કામ

હાલમાં રિલીઝ થયેલી અનિલ કપૂરની ‘ટોટલ ધમાલ’ ફિલ્મ બૉક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પહેલા જ દિવસે આ ફિલ્મે 16.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

માધુરી દીક્ષિત, અજય દેવગણ, રિતેશ દેશમુખ સ્ટારર આ ફિલ્મને 100 કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચતા વાર નહીં લાગે!

હાલમાં અનિલ કપૂરે ક્રિકેટરની બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના જીવન પર બનનારી ફિલ્મમાં કામ કરવાનું સપનું અનિલ કપૂર સેવી રહ્યો છે. તેણે એ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું સચિનનો ખૂબ જ મોટો ચાહક છું. તેના પર બનનારી બાયોપિક પર મને કામ કરવું વધુ ગમશે.

માધુરી સાથે કામ કરવાની પણ મને અલગ મઝા આવી. અમારી જૂની યાદોને અમે ફરી એક વાર જીવંત કરી શક્યા મારા હિસાબે માધુરી બૉલીવૂડની તમામ ફિલ્મોની અભિનેત્રીઓ કરતાં સારી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3V1AKh3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com