24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અર્જુનની તસવીર પર મલાઇકાએ શું કમેન્ટ કરી?

બૉલીવૂડની ફેશનેબલ અભિનેત્રી ગણાતી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે ઇલુ ઇલુ થઇ રહ્યું છે એ તો જગજાહેર છે, પણ તેમણે પોતાના સંબંધોને જાહેરમાં કબૂલ કર્યા નથી. સોશિયલ મીડિયા પર બંને પ્રેમીપંખીડા સક્રિય હોય છે અને એક બીજાને કમેન્ટ કરતાં રહેતા હોય છે. સ્વાભાવિક છે કે અર્જુન હાલમાં તેની આગામી ફિલ્મ ‘પાનીપત’ની તૈયારીઓ કરી રહ્યો છે. તાજેતરમાં તે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હોય તેવી તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને મલાઇકા અરોરાએ તેને ‘કિલિંગ ઇટ’ કરીને કમેન્ટ કરી હતી.

અગાઉ પણ તે ઘોડેસવારી શીખી રહ્યો હતો ત્યારે તેણે તસવીર પોસ્ટ કરી હતી અને હવે તે પોતાની બૉડી પર ધ્યાન આપ રહ્યો છે. આ ફિલ્મમાં અર્જુનની સાથે ક્રિતી સેનન અને સંજય દત્ત પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

DNY27mc
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com