24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કંગનાની બાયોપિક જોવા કરીના બેકરાર

કંગના રણોટ એક એવી હસ્તી છે, જેણે બૉલીવૂડમાં ફિલ્મો તો સારી આપી જ છે, પણ તેની સાથે અંગત જીવન અને અન્ય બોલ્ડ મુદ્દાના વિવાદને લઇને ખબરોમાં દેખાતી રહે છે.

કંગનાના જીવનને મોટા પડદે જોવા માટે તેના ચાહકો રાહ જોઇ રહ્યા છે. સ્વાભાવિક છે, કારણ કે ફિલ્મ જગતમાં બાયોપિકનું પ્રમાણ વધતું જાય છે. તેમાં કંગનાનું નામ પણ ઉમેરાઇ રહ્યું છે. હાલમાં કંગના તેની ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ને મળી રહેલી સફળતાનો સ્વાદ માણી રહી છે. એટલુ જ નહીં આ ફિલ્મથી તે હીરોઇનની સાથે દિગ્દર્શિકા પણ બની ગઇ છે. હવે કંગના પોતાના જ જીવન પર ફિલ્મ બનાવવા જઇ રહી છે.

હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. કંગનાએ પણ પોતાના જીવન પર બનનારી આ ફિલ્મ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘હા હું મારા જ જીવન પર ફિલ્મ બનાવવા જઇ રહી છું અને આ ફિલ્મનું દિગ્દર્શન પણ હું પોતે જ કરીશ. મારા જીવનમાં આવી રહેલા ઉતાર ચઢાવ અને લોકો મારા વિશે શું વિચારે છે અને અમુક લોકો જેવી હું છું તેવી જ રીતે સ્વીકારી હોવાની વાતોને પણ ફિલ્મમાં દર્શાવવામાં આવશે.’

જ્યારે કંગનાના જીવન પર ફિલ્મ બનવાની વાત કરીના કપૂર ખાને સાંભળી ત્યારે તેની પ્રતિક્રિયા પણ ગજબની હતી. જી હા, હું કંગનાની બાયોપિક જોવા માટે ખૂબ જ ઉત્સુક છું, કંગના શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.

કંગનાની હાલમાં આવેલી ‘મણિકર્ણિકા’ ફિલ્મ રૂ. 100 કરોડની ક્લબમાં સામેલ થઇ ચૂકી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4jrl27C
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com