26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
200 ઊઠકબેઠકને કારણે વિદ્યાર્થીની તબિયત બગડી:કરાટેના સર વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિક્ષારૂપે 200 ઊઠકબેઠક કર્યા બાદ નાલાસોપારાની શાળાના 12 વર્ષના વિદ્યાર્થીની એકાએક તબિયત લથડતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવો

પડ્યો હતો. આ પ્રકરણે પોલીસે કરાટેના સર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

તપાસઅધિકારી યુવરાજ જાવળેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ઘટના 8 ફેબ્રુઆરીએ બની હતી. નાલાસોપારા પૂર્વમાં આવેલી વિલી કિડ્સ હાઈ સ્કૂલની અગાશી પર વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા. અગાશી પર વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી શિક્ષકે ઊઠકબેઠક કરવાનું કહ્યું હતું.

તુલિંજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કરાટેની તાલીમ માટે વિદ્યાર્થીઓને ટેરેસ પર લઈ જવામાં આવતા હતા. સાત વિદ્યાર્થીને 200 ઊઠકબેઠકની શિક્ષા અપાઈ હતી. અમુક વિદ્યાર્થીઓએ થોડી ઊઠકબેઠક કર્યા બાદ વધુ કરવામાં અક્ષમતા દાખવી હતી. જોકે છઠ્ઠા ધોરણમાં ભણતા શ્રી ગણેશ કાંબળે (12)ને 200 ઊઠકબેઠક કરાવવામાં આવી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

ઊઠકબેઠકને કારણે વિદ્યાર્થીના પગમાં સખત દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ આ બાબતે તેણે વડીલોને જાણ કરી નહોતી. જોકે સોમવારે તેને તાવ આવ્યો હતો અને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. સારવાર માટે તેને નાલાસોપારાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદમાં શિક્ષકના નામનો ઉલ્લેખ કરાયો ન હોવાથી તપાસ કરવામાં આવી રહી છે.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

MXp2VIm
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com