26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સિરીઝ ગુમાવ્યાનો રંજ છે, પણ ઘણા હકારાત્મક પાસાં સાથે પાછા જઈ રહ્યા છીએ: રોહિત

હૅમિલ્ટન: ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલના પરાજય પછી ઇનામ-વિતરણ સમારોહમાં કહ્યું હતું કે ‘અમારી ટીમને ટી-ટ્વેન્ટી શ્રેણી ૧-૨થી ગુમાવ્યાનો અફસોસ જરૂર છે, પરંતુ અમે બધા પુષ્કળ હકારાત્મક પરિબળો સાથે ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસેથી વિદાય લઈશું.

વન-ડે શ્રેણી ૪-૧થી જીત્યા પછી ભારત અહીં ટી-ટ્વેન્ટી સિરીઝ ૧-૨થી હાર્યું હતું અને ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર પહેલી વાર ટી-ટ્વેન્ટી સિરીઝ ન જીત્યાનો ટીમ ઇન્ડિયાને વસવસો રહી જશે.

રોહિતે જણાવ્યું હતું કે ‘અમે જીતની રેખા સુધી ન પહોંચી શક્યા, પણ અમે છેલ્લે સુધી લડત તો આપી જ હતી. ૨૧૦ જેટલા રન (લક્ષ્યાંક ૨૧૩નો હતો) બનાવવા હંમેશાં મુશ્કેલ કામ બની જતું હોય છે. બૅટ્સમેનોએ હિંમત દાખવીને હરીફ બોલરોના યૉર્કરનો વળતો જવાબ આપ્યો હતો, પણ જીતાડી ન શક્યા. જોકે, અમે ઘણા હકારાત્મક પાસાં સાથે ભારત પાછા જઈશું. વન-ડે શ્રેણીમાં અમે સારી શરૂઆત કરી હતી અને એ શ્રેણી ૪-૧થી જીત્યા હતા. અમે ભૂલો પરથી શીખીને પ્રગતિના પંથ પર આગળ વધીશું.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4B6s0uu
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com