17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૂનાગઢ નજીક કાર પલટી ખાઇ જતાં ચારનાં મોત
મહીસાગરમાં જાનૈયા ભરેલી ટ્રક પલટતાં બેનાં મોત, ૪૦ને ઈજા

(અમારા પ્રતિનિધિ તરફથી)

જૂનાગઢ: શહેર નજીક ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક બેકાબૂ બનતા કાર પલટી મારી ગઇ હતી. અને કાર સીધી રોડ પાસેના બસસ્ટન્ડમાં ઘૂસી ગઇ હતી. આમ કારમાં બેઠેલા ચાર યુવકોના સ્થળ ઉપર જ મોત થયાં હતાં. દરમિયાન મહીસાગર વીરપુર-લિમડીયા હાઈ-વે પર લીંભોલા ગામ નજીક જાનૈયા ભરેલી ટ્રક પલટી જતાં બેનાં મોત જ્યારે બાળકો સહિત ૪૦ લોકોને ઇજા પહોંચી હતી. વગાસથી કારંટા જાન જઈ રહી હતી ત્યારે ચાલુ ટ્રકનું અચાનક જ ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં જાનૈયાઓની સાથે નાનાં બાળકો પણ સવાર હતાં. જ્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દરમિયાન જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઇ રહી હતી ત્યારે કારચાલક યુવકે કાર ઉપરથી કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બનીને પલટી ખાઇ ગઇ હતી. કારે પલટી ખાઇને ગામમાં આવેલા બસસ્ટેન્ડમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી. ધડાકાભેર અથડાતા કારનું પડીકું વળી ગયું હતું. અને કારમાં બેઠેલા ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો એકઠાં થયા હતા. અને યુવકોની લાશોને કારમાંથી બહાર કાઢી હતી. સાથે સાથે કારને પણ બસસ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે યુવાનો માંગરોળના શક્તિનગરમાં રહેતા રબારી પરિવારના હતા. જ્યારે બે યુવાનો લુહાર પરિવારના હતા. જેમાં એકની બહેનના લગ્ન છે. લગ્નના દિવસે જ ભાઇના મોતથી લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5E6376
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com