21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સવર્ણ અનામત ક્વોટાથી ઉચ્ચ શિક્ષણજગતની કચાશ દૂર કરવાની સરકારની ખેવના

ફોકસ-શંભુ સુમનસરકારી નોકરીઓમાં સામાન્ય વર્ગને દસ ટકા અનામત મળ્યું, આ ખરેખર સારી વાત છે. સારી વાત એટલા માટે છે કે, હવે કેન્દ્ર સરકાર આને ઉચ્ચ ભણતર માટે સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ લાગુ કરવા માગે છે, એ પણ આ જ સત્રથી! એવું એલાન માનવ સંસાધન વિકાસ (હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ) પ્રધાન પ્રકાશ જાવડરે કરી જ નાખ્યું છે. વડા પ્રધાને પણ તાજેતરમાં એક રેલીમાં કહ્યું હતું કે આ વર્ષમાં જ દેશની ૯૦૦ યુનિવર્સિટીઓમાં આ ક્વોટા લાગુ કરાશે.

જો બધું ‘૧૨૪મા બંધારણ સુધારા’ની જેમ ઝડપથી કાર્યાન્વિત કરવામાં આવશે તો સંસદના બેઉ ગૃહમાં પસાર કરાવવામાં સરકારે વધારે મહેનત-દોડધામ નહીં કરવી પડે. આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં કોઈ પણ સંસદ સભ્ય વિરોધ નહીં કરી શકે. અહીં એટલું નોંધવું જોઈએ કે, યુપીએની સરકારના શાસનમાં વર્ષ ૨૦૦૬માં ૯૩મા બંધારણીય સુધારાના આધારે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અનામત આપવાનો રસ્તો મોકળો કરી દેવાયો હતો. એ સાથે જ શિક્ષણના અધિકારનો કાયદો કરીને આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગનાં બાળકોને માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. હાલના સમયમાં કેટલીય ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં ક્રિમી લેયરના આધારે અનામત આપવાની જોગવાઈ હોવા છતાં એ અનિવાર્ય નથી. કેટલાક મામલા અદાલતોમાં અનિર્ણિત છે, કારણ કે આ બાબતે કોઈ કેન્દ્રીય કાનૂન નથી. સરકાર આ કમીને દૂર કરવા માગે છે.

કેન્દ્રના શિક્ષણ પ્રધાનની જાહેરાત અનુસાર આગામી જુલાઈથી શરૂ થનારા શૈક્ષણિક સત્રથી અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી), પછાત વર્ગ (ઓબીસી) અને આર્થિક રીતે કમજોર સવર્ણ વર્ગને ઉચ્ચ શિક્ષણ માટે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ અનામત મળશે. આ માટે સરકારી શિક્ષણ સંસ્થાઓમાં ૨૫ ટકા બેઠકો વધારવામાં આવશે જેથી આર્થિક રીતે નબળા સવર્ણોને ૧૦ ટકાનો ક્વોટા અલગથી મળી શકે એટલે કે કેન્દ્રીય વિશ્ર્વવિદ્યાલય, આઈઆઈટી, આઈઆઈએમ જેવી દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા સવર્ણોને અનામત આપવાની સ્થિતિમાં લગભગ દસ લાખ બેઠકો વધારી શકાય છે.

હવે જોવાનું એ રહે છે કે, સરકાર આ માટેનાં નાણાં ભંડોળની જોગવાઈ કેવી રીતે કરે છે અને આ માટેનો ખર્ચ ખાસ્સો મોટો હોવાનો! નાણાંની જોગવાઈ થાય છે કે નહીં એ જોવું જ રહ્યું. આવશ્યક ઈમારત, ઉપકરણો અને અન્ય સંસાધનો-સાધન સામગ્રી (રિસોર્સ)ના અભાવથી માંડીને મોટી સંખ્યામાં શિક્ષકોની કમી જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે દેશની કંઈ કેટલીય શિક્ષણ સંસ્થાઓ. એ સંસ્થાઓને રાહત મળી શકશે કે નહીં એ પણ જોવું જ રહ્યું..., કારણ કે એ હલબલી ઊઠેલાં માળખા અને અસુવિધાઓની શિકાર છે. બીજી વાત એમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ સંબંધી છે, જેણે મોટા પ્રમાણમાં નાણાંનો ખર્ચ કરી પોતાનાં આધારભૂત ઢાંચાને ઉત્તમ બનાવ્યો છે. એ સંસ્થાઓની કાયમી કોશિશ પોતાનો ખર્ચ કાઢી લેવાની રહી છે. સરકાર ખાનગી શિક્ષણ સંસ્થાઓને વિશ્ર્વાસમાં લઈને એમને અનામત લાગુ કરવાનું દબાણ કરી શકે છે.

સરકાર દ્વારા આ બાબતનું માળખું-ઢાંચો તૈયાર કરી દેવાયો છે. યુજીસી અને એઆઈસીટીઈ (ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટૅકનિકલ એજ્યુકેશન) સાથે થયેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણયોના આધારે આ અનામતને ૪૧, ૭૪૮ સરકારી કૉલેજ, ૧૦ હજાર ખાનગી શિક્ષણ સંસ્થાઓ અને ૯૦૦ યુનિવર્સિટીઓમાં લાગુ કરવામાં આવશે.

ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (એઆઈએસએચઈ)ના અનુસાર એમાં ટૅકનિકલ, નોન-ટૅકનિકલ, મૅનેજમેન્ટ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સના વિષય ભણાવવામાં આવે છે. સરકારનો એવો વાયદો છે કે, એસસી-એસટી અને ઓબીસીને કોઈ નુકસાન નહીં થાય,પણ ૧૦૦ને બદલે ૧૨૫ની નામ-નોંધણી કે રજિસ્ટ્રેશન થઈ શકશે કે કરી શકાશે. બેઠકો વધવાનો લાભ એમને પણ મળી શકે છે, જે ક્રિમી લેયરમાંથી બહાર આવતાં સામાન્ય વર્ગના ઉમેદવાર બની જાય છે.

છેલ્લાં પાંચ વર્ષથી નામ-નોંધણી, રજિસ્ટ્રેશનનાં નીચા જઈ રહેલાં આંકડાને કારણે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટૅકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા ૮૦૦ જેટલી કૉલેજો બંધ કરવાના નિર્ણયને મામલે દરેક રીતે એક મોટો સવાલ ખડો થઈ શકે છે. આમાંની મોટા ભાગની સંસ્થાઓ થોડા ઓરડામાં ચાલવાવાળી સંસ્થા બનીને રહી ગઈ હતી અને નોકરીઓ ન મળવાને કારણે પણ નામ-નોંધણી, રજિસ્ટ્રેશન ઓછું થવા લાગ્યું હતું. આવી સ્થિતિમાં બેઠકો વધારવાના ફેંસલાને વિપરીત નજરે પણ જોવામાં આવે એવી સંભાવના પણ રહેલી છે. સરકારની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ જવાબદારી ઉચ્ચ શિક્ષણને માટે બુનિયાદ-પાયો મજબૂત કરવાની પણ હોવી જોઈએ. આ મુદ્દો બરાબર એવો છે કે જે રીતે નોકરીઓની ઘટતી જતી જગ્યા વગર સવર્ણોને અલગ અનામત આપવી. બેઠકો વધારવાનું જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું જરૂરી ફેકલ્ટીઓ પ્રાપ્ત થાય એ બાબત પણ નિશ્ર્ચિત કરવાની છે.

સરકારી શિક્ષણ સંસ્થાઓમાં ફેકલ્ટી (શિક્ષકમંડળ)ના અભાવમાં અથવા એના હેઠળ મળનારી કે મળતી તમામ પ્રકારની સુવિધાઓની કમીથી વિદ્યાર્થીઓને ખાસ્સું મોટું નુકસાન વેઠવું પડે છે. આથી વિદ્યાર્થી ખાનગી શિક્ષણ સંસ્થાઓની સરખામણીમાં પોતાને બૌદ્ધિક સ્તરે કમજોર અને પછાત સમજી બેસે છે. એ લોકોને ખાસ તો ગ્લોબલ એજ્યુકેશનમાં બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિકસિત દેશોમાં થઈ રહેલાં ટૅકનિકલ બદલાવ અને શિક્ષણ સંસ્થાનોમાં નવી રિસર્ચના લેબલ પર તેમને મર્યાદિત જાણકારી જ મળી શકે છે જ્યારે આજે આખા જગતમાં વર્ચ્યુઅલ ફેકલ્ટીનો દૌર ચાલી રહ્યો છે. કેટલીયે ખાનગી શિક્ષણ સંસ્થાઓ એના વડે અલગ અલગ પ્રકારના કોર્સ શીખવે છે. અત્યાર સુધી તો એ વીડિયો કોન્ફરન્સિંગની દ્વારા સંભવ થઈ રહ્યું છે, જ્યારે હવે આવનારા દિવસોમાં ઑગ્મેન્ટ રિયાલિટી ટૅક્નોલૉજી દ્વારા એની સુવિધાઓમાં વધારો થઈ શકે છે. એમાં એ સમયે વધારે વિસ્તાર થશે જ્યારે ઈન્ટરનેટને ગતિ આપનારી સુવિધા ફાઈવ-જી આ જ વર્ષે લોન્ચ થશે.

વિજ્ઞાન અને કોમ્યુનિકેશનમાં આ અત્યંત આધુનિક સુવિધાઓમાંની એક હશે. એના વડે નવા જમાનાના દરેક સંભવિત કોર્સ વર્ચ્યુઅલ ફેકલ્ટી દ્વારા કરવાનો સરળ બની જશે. આ સ્તરે શિક્ષણ સંસ્થાઓને તૈયાર કરવાની જરૂર છે. એમ કહો કે શિક્ષણ સંસ્થાઓ ભલે ગમે તે ક્ષેત્રની હોઈ શકે એનો નક્કર પાયો હશે. એ સરકારના સહકાર વિના શક્ય નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

y8Sn6b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com