26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોહલીને બે વન-ડે અને ટી-ટ્વેન્ટી શ્રેણીમાંથી આરામ

નૅપિયર: મંગળવારે આઇસીસીના ટોચના ત્રણેય વાર્ષિક પુરસ્કારો (સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, સર્વશ્રેષ્ઠ ટેસ્ટ-ખેલાડી, સર્વશ્રેષ્ઠ વન-ડે પ્લેયર) જીતવાનો વિશ્ર્વવિક્રમ નોંધાવનાર ભારતના 30 વર્ષીય કૅપ્ટન વિરાટ કોહલીએ છેલ્લા થોડા મહિના દરમિયાન કૅપ્ટન્સી સંભાળવામાં તથા બૅટિંગમાં જે પ્રકારનો બોજ ખમ્યો એને ધ્યાનમાં રાખીને તેને ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્તમાન વન-ડે સિરીઝની આખરી બે મૅચ (ચોથી અને પાંચમી)માંથી અને ત્યાર પછીની ત્રણ મૅચની ટી-ટ્વેન્ટી શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સંભાળશે. સિલેક્ટરો તથા ટીમ-મૅનેજમેન્ટે આ નિર્ણયો લીધા હતા. જોકે, કોહલીના સ્થાને કોઈ બીજા ખેલાડીનો ટીમમાં સમાવેશ નહીં કરવામાં આવે. કોહલીનો છેલ્લા પાંચ મહિનામાં આ બીજો બ્રેક છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2Cks714
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com